________________
દૈનિક - ભક્તિક્રમ
૧૫૯
'બુધવાર : સાયંકાળ (૨)
હ
પપ. નાર પચ્ચીશી મંદિર છો મુક્તિતણા માંગલ્ય ક્રીડાના પ્રભુ,
ને ઇંદ્ર નર ને દેવતા સેવા કરે તારી વિભુ; સર્વજ્ઞ છો સ્વામી વળી શિરદાર અતિશય સર્વના,
જય પામ તું ! જય પામ તું! ભંડાર જ્ઞાનકળા તણા. ૧ ત્રણ જગતના આધારને અવતાર હો કરુણા તણા,
વળી વૈદ્ય હો દુર આ સંસારના દુઃખો તણા; વીતરાગ વલ્લભ વિશ્વના તુજ પાસ અરજી ઉચ્ચરું,
જાણો છતાં પણ કહી અને આ હૃદય હું ખાલી કરું. ૨ શું બાળકો મા-બાપ પાસે બાળક્રીડા નવ કરે ?
ને મુખમાંથી જેમ આવે તેમ શું નવ ઉચ્ચરે ? તેમજ તમારી પાસ તારક આજ ભોળા ભાવથી,
જેવું બન્યું તેવું કહું તેમાં કશું ખોટું નથી. ....... ૩ મેં દાન તો દીધું નહીં ને શિયળ પણ પાળ્યું નહીં,
તપથી દમી કાયા નહીં શુભ ભાવ પણ ભાવ્યો નહીં; એ ચાર ભેદે ધર્મમાંથી કાંઈ પણ પ્રભુ નવ કર્યું,
મારું ભ્રમણ ભવસાગરે નિષ્ફળ ગયું નિષ્ફળ ગયું... ૪ હું ક્રોધ અગ્નિથી બળ્યો વળી લોભ સર્પ ડસ્પો મને,
ગળ્યો માનરૂપી અજગરે હું કેમ કરી ધ્યાવું તને; મન મારું માયાજાળમાં મોહન મહા મૂંઝાય છે,
ચડી ચાર ચોરો હાથમાં ચેતન ઘણો ચગદાય છે... ૫
|
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org