________________
૧૨૪
દૈનિક - ભક્તિક્રમ ૪૨. મૂળમાર્ગ રહસ્ય મૂળ મારગ સાંભળો જિનનો રે, કરી વૃત્તિ અખંડ સન્મુખ; મૂળ નોય પૂજાદિની જો કામના રે, નોય વ્હાલું અંતર ભવદુઃખ. મૂ૦૧ કરી જોજો વચનની તુલના રે, જોજો શોધીને જિનસિદ્ધાંત; મૂળ માત્ર કહેવું પરમારથહેતુથી રે, કોઈ પામે મુમુક્ષુ વાત. મૂ૦૨ જ્ઞાન, દર્શન, ચારિત્રની શુદ્ધતા રે, એકપણે અને અવિરુદ્ધ; મૂe જિન મારગ તે પરમાર્થથી રે, એમ કહ્યું સિદ્ધાંતે બુધ. મૂ૩ લિંગ અને ભેદો જે વ્રતના રે, દ્રવ્ય દેશ કાળાદિ ભેદ; મૂe પણ જ્ઞાનાદિની જે શુદ્ધતા રે, તે તો ત્રણે કાળે અભેદ, મૂ૦૪ હવે જ્ઞાન દર્શનાદિ શબ્દનો રે, સંક્ષેપે સુણો પરમાર્થ,. મૂ. તેને જોતાં વિચારી વિશેષથી રે, સમજાશે ઉત્તમ આત્માર્થ. મૂ૫ છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ; મૂળ એમ જાણે સદ્દગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ. મૂe૬ જે જ્ઞાન કરીને જાણિયું રે, તેની વર્તે છે શુદ્ધ પ્રતીત; મૂળ કહ્યું ભગવંતે દર્શન તેહને રે, જેનું બીજું નામ સમકિત. મૂ૦૭ જેમ આવી પ્રતીતિ જીવની રે, જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ; મૂe તેવો સ્થિર સ્વભાવ તે ઊપજે રે, નામ ચારિત્ર તે અણલિંગ. મૂ૦૮ તે ત્રણે અભેદ પરિણામથી રે, જ્યારે વર્તે તે આત્મારૂપ; મૂત્ર તેહ મારગ જિનનો પામિયો રે, કિંવા પામ્યો તે નિજસ્વરૂપ. મૂ૦૯ એવાં મૂળ જ્ઞાનાદિ પામવા રે, અને જવા અનાદિ બંધ;મૂo
ઉપદેશ સદ્ગુરુનો પામવો રે, ટાળી સ્વચ્છંદ ને પ્રતિબંધ. મૂ.૧૦ Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org