________________
૯૪
દૈનિક - ભક્તિક્રમ પરમ બુદ્ધિ કુશ દેહમાં, સ્થૂળ દેહ મતિ અલ્પ; દેહ હોય જો આતમાં, ઘટે ન આમ વિકલ્પ...... પ૬ જડ ચેતનનો ભિન્ન છે, કેવળ પ્રગટ સ્વભાવે; એકપણે પામે નહીં, ત્રણે કાળ દ્વભાવ. ........ પ૭ આત્માની શંકા કરે, આત્મા પોતે આપ; શંકાનો કરનાર, તે અચરજ એહ અમાપ. ........ ૫૮
૨. શંકા- શિષ્ય ઉવાચઃ
(આત્મા નિત્ય નથી, એમ શિષ્ય કહે છે :-) આત્માના અસ્તિત્વના, આપે કહ્યા પ્રકાર; સંભવ તેનો થાય છે, અંતર કર્યો વિચાર........ ૫૯ બીજી શંકા થાય ત્યાં, આત્મા નહિ અવિનાશ; દેહયોગથી ઊપજે, દેહવિયોગે નાશ. ........... ૬૦ અથવા વસ્તુ ક્ષણિક છે, ક્ષણે ક્ષણે પલટાય; એ અનુભવથી પણ નહીં, આત્મા નિત્ય જણાય. ... ૬૧
૨. સમાધાન - સદ્દગુરુ ઉવાચ:
(આત્મા નિત્ય છે, એમ સદ્ગુરુ સમાધાન કરે છે :-) દેહ માત્ર સંયોગ છે, વળી જડ રૂપી દૃશ્ય; ચેતનનાં ઉત્પત્તિ લય, કોના અનુભવ વશ્ય? .... ૬૨ જેના અનુભવ વશ્ય એ, ઉત્પન્ન લયનું જ્ઞાન; તે તેથી જુદા વિના થાય ન કેમે ભાન......... ૬૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org