________________
દૈનિક - ભક્તિક્રમ
૪. સમાધાન - સદ્ગુરુ ઉવાચ :
(જીવને પોતાનાં કરેલાં કર્મનું ભોક્તાપણું છે, એમ સદ્ગુરુ સમાધાન કરે છે :—) ભાવકર્મ નિજ કલ્પના, માટે ચેતનરૂપ; જીવવીર્યની સ્ફુરણા ગ્રહણ કરે જડધૂપ.
ઝે૨ સુધા સમજે નહીં, જીવ ખાય ફળ થાય; એમ શુભાશુભ કર્મનું, ભોક્તાપણું જણાય. .
ફળદાતા ઈશ્વરતણી, એમાં નથી જરૂ૨; કર્મ સ્વભાવે પરિણમે, થાય ભોગથી દૂર..
તે તે ભોગ્ય વિશેષનાં, સ્થાનક દ્રવ્ય સ્વભાવ; ગહન વાત છે શિષ્ય આ, કહી સંક્ષેપે સાવ. ૫. શંકા - શિષ્ય ઉવાચ :
૯૭
એક રાંક ને એક નૃપ, એ આદિ જે ભેદ; કારણ વિના ન કાર્ય તે, તે જ શુભાશુભ વેદ્ય..... ૮૪
(જીવનો તે કર્મથી મોક્ષ નથી, એમ શિષ્ય કહે છે :~~) કર્તા ભોક્તા જીવ હો, પણ તેનો નહિ મોક્ષ; વીત્યો કાળ અનંત પણ, વર્તમાન છે દોષ.......
૮૨
Jain Education International
૮૩
૮૫
૮૬
૮૭
શુભ કરે ફળ ભોગવે, દેવાદ ગતિ માંય; અશુભ કરે નકાદિ ફળ, કર્મ રહિત ન ક્યાંય .... ૮૮ ૫. સમાધાન - સદ્ગુરુ ઉવાચ :
(તે કર્મથી જીવનો મોક્ષ થઈ શકે છે, એમ સદ્ગુરુ સમાધાન કરે છે :—) જેમ શુભાશુભ કર્મપદ, જાણ્યાં સફળ પ્રમાણ;
તેમ નિવૃત્તિ સફ્ળતા, માટે મોક્ષ સુજાણ. .
For Private & Personal Use Only
૮૯ www.jainelibrary.org