________________
૪૧
દૈનિક - ભક્તિમ સાગરાંત ભોગવી ભૂમિને વાંછિત લક્ષ્મી આવી મળી, દેવોને પણ દુર્લભ એવાં વિષયો સેવ્યા રમ્ય વળી; પણ પછી મૃત્યુ આવે નક્કી તેથી દિલમાં વિચારો, વિષમિશ્રિત ભોજન સમ ધિક્ તે મુક્તિમાર્ગને અવધારો. ૧૩ કાલ-વિપાકથી તેજસ્વી થયો કર્મવ્યાધ્ર જે બલધારી, તેણે આવી પકડ્યો અશરણ ભવનમાં જન અવિચારી; મારી ભાર્યા, મારા ધન ઘર મારા પુત્ર પરિવારો', અજ-સૂત સમ “મે મે’ કરતો તે, મરી જાય છે બિચારો. ૧૪ ઇન્દ્ર ચંદ્ર આદિ પણ નિશ્ચય, પ્રલય કાળથી જો પામે, નિર્બળ જન અલ્પાયુ કીટ સમનું બળ શું તેની સામે ? આથી સ્વજન મરણ પર ભવિજન ! મોહ વૃથા તો મા કરજો, કાલ ન નિજતન લૂટે ત્યાં લગ આત્મજ્ઞાન ઝટ મેળવજો. ૧૫ કર્મવશે રાજા પણ જગમાં નિશ્ચય રંક બને ક્ષણમાં, સર્વ વ્યાધિથી મુક્ત તરુણ પણ વિનાશ પામે પલભરમાં; સારરૂપ ધન-જીવન બેની જગમાં છે સ્થિતિ આજ જ્યાં, ત્યાં પછી બીજાનું શું કહેવું? મદ કરવાનું સ્થાન જ ક્યાં? ૧૬ જાણે નહિ તું કે સુણે નહિ કે શું પ્રત્યક્ષ નહિ દેખે, ઇન્દ્રજાલ કે કદલીવતુ આ જગત નિઃસાર નિઃશેષે? શોક કરે શું મનુષપશુ રે! સ્મરી પરભવગત નિજ જનને, જેથી નિત્ય પરમ સુખ પામે એવું કંઈ તું ઝટ કરને. ૧૭ માનવભવ ઉત્તમ કુળ લક્ષ્મી બુદ્ધિ કૃતજ્ઞપણુંય કહ્યું,
તોપણ જો વિવેક ન લહ્યો તો સર્વ મળ્યું તે વ્યર્થકહ્યું... Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org