________________
દૈનિક - ભક્તિક્રમ
૩
કાયા જનની દુઃખ-મરણની થયો યોગ જો તેનાથી, તો પછી શોક ન શાણા ! કરીએ મૃત્યુ કે દુઃખ આવ્યાથી; આત્મસ્વરૂપને સ્મરો-વિચારો સદા તજીને આકુલતા, જેથી કદાપિ થાય નહીં ફરી દેહ-જન્મ કે દુ:ખલતા. . . ૨ ઇષ્ટવિયોગ અનિષ્ટયોગ આ જે જગમાં બનતા દીસે. પૂર્વ પાપનાં ફળ એ બન્ને ચેતન ! માનો ઉ૨ વિષે; શોક કર્યો શો હેતુ સરશે ? ફોગટ રોવું મૂકી દે, પાપ નાશ કર જેથી તું તે ઇષ્ટ વિયોગાદિ છેદે. . મોહતિમિરે વ્યાપ્ત જગતવન જ્યાં દુઃખ વ્યાલ વિચરે છે, દુર્ગતિ ધામ સહાય કુપથમાં જ્યાં બહુ પ્રાણી રઝળે છે; ત્યાં અતિ નિર્મળ જ્ઞાનપ્રકાશક દીપકરૂપી ગુરુવચનો, જે દીપકથી દેખી સુપથને, સુખપદ પામે બુદ્ધ જનો... ૪ સુણી ગત જીવોને યમગોચ૨ જોઈ ઘણાંને પણ જાતાં, દેહતણી સ્થિરતા માને જે તે જન મોહી કહેવાતા; વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થયે પણ જે નહિ ધર્મ ઉરે લાવે, અધિકાધિક તે પુત્રાદિકથી નિજ આત્માને બંધાવે. ... ૫
૩૯
શું આવી છે વાઈ તને હા ! કે શું ભૂત તને વળગ્યું ? થયો ચિત્તભ્રમ અથવા તુજને કે શું પાગલપણ લાગ્યું ? જેથી જીવનાદિક વિદ્યુત સમ ચપળ સદા દેખે જાણે, શ્રવણે સુણે ફરી ફરી તોયે ચિત્ત સ્વકાર્યે ના આણે !. ૬ નિશદિન મનમાં લોક ચિંતવે સુખ આ કે તે આવી મળે, ભાવિ પ્રમાણે આવી મળે સૌ ચિંતાથી તો કંઈ ન વળે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org