________________
મારવાડ–જોધપુર પારેખ દીપચંદજી. રજપુતાના–અજમેર શેઠ હીરાચંદજી સચેતી. મેવાડ-ઉદયપુર પૂજાવત મગનલાલજી.
બીજી કેન્ફરન્સ અગાઉની હીલચાલ. ઉપર જોઈ ગયા તેમ પહેલી કોન્ફરન્સ પ્રસંગે બીજી કોન્ફરન્સ પાલીતાણે ભરવાને ઠરાવ કરવામાં આવ્યા હતા. પરંતુ પાલીતાણાના ઠાકર સાથે તે અરસામાં વાંધો ઉઠવાથી તથા તિર્થસ્થળમાં આ મેળાવડો કે જેમાં તન મન અને ધનને પુષ્કળ ભોગ આપ જોઈએ તે ફરજ ઉઠાવનાર તેવા સ્થળમાં ભાગ્યેજ નીકળી આવવાની વકી સબબ બીજી કોન્ફરન્સને મેળાવડો બનતાં સુધી આગેવાન શહેરમાં કરવા માટે વિચાર ચલાવવા પ્રાંતિક સેકેટરીઓ તથા બીજા આગેવાન ગ્રહસ્થાની એક મિટિંગ તા. ર૬મી જુન. સન. ૧૯૦૩ના રોજ અમદાવાદમાં શેઠ જેસીંગભાઈ હઠીસંગના પ્રમુખ પણ નીચે મળી તેમાં છેવટે બીજી કોન્ફરન્સ મુંબઈ લઈ જવા ઠરાવ થયે. અને આ રીતે પૂર્વે અમદાવાદમાંથી બીજી કોંગ્રેસના નામે સ્થપાએલ મહાસભાને મુંબઈએ કરેલું આમંત્રણ તેજ સ્થાન માંથી પુનઃ ઉપાડી લેવામાં આવ્યું. અને તા. ૨જી જુલાઈના રોજ મુનિ મહારાજશ્રી મેહનલાલજી મહારાજના પ્રમુખપણ નીચે મુંબઇના શંઘપતિ શેઠ રતનચંદ ખીમચંદ મેતીચંદ તરફથી કચ્છી વિશા ઓશવાળ જ્ઞાતિની મહાઝન વાડીમાં મુંબઇના શંઘને એકત્ર કરી બેહજાર શ્રાવક શ્રાવિકાની હાજરી વચ્ચે હાથ ધરેલ કાર્યને સાંગોપાંગ કેમ પાર ઉતારવું તે માટે વિચાર ચલાવવા તથા કેન્સ રન્સને અર્થ તથા હેતુ અને એકતાની પુદીના ઉદેશ સમજાવવા પછી મુંબઈમાં વસ્તા ગુજરાતી, કસકી કાઠિયાવાડી, મારવાડી, દક્ષિણી વગેરે દરેક કોમના આગેવાન મેંબરે ચુંટી રીસેપ્શન કમિટિ નીમી કાર્યની શરૂઆત કરવામાં આવી અને દરેકના સતત યત્ન અને મોટા ઉત્સાહ વચ્ચે કેનફરંસને મેળાવડે સંવત ૧૯૫૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com