________________
આ પ્રમાણે થએલા ભાષણ દરમિયાન લગભગ રૂ. એક લાખ એગણીશ હજાર રૂપિયા જેટલી મેટી રકમ ભરાઈ જતાં કેન્ફરન્સનું કામ મકમ પાયા ઉપર આગળ વધારવા તક મળી હતી. કે જેની વ્યવસ્થા સંબંધમાં હવે પછી જણાવીશું. પરંતુ તે પૂર્વે
' બીજી કેન્ફરન્સમાં થએલું કામકાજ
આપણે તપાસીશુ. કોન્ફરન્સમાં જે ઠરાવ થયા હતા તેમાં ઉપકાર વગેરેના સામાન્ય વિવેક દર્શક ઠરાવે જવા દઈએ તે નવા કરાવેની સહજ વૃદ્ધિ સાથે પ્રથમ કોન્ફરન્સના ઠરાવોને વધારે સરલરૂપમાં પુનઃ તાજા કરવામાં આવ્યા હતા તેમ જોવાય શકે છે. પરંતુ પ્રથમ કેનફરંસ પ્રસંગે નામ પણ નહિ જાણનાર માટે ભાગ આ પ્રસંગે કેનફરસનું ખરું સ્વરૂપ જાણવા ભાગ્યશાળી થએલ હેયને તે ઠરાવે નવા જેટલા જ પ્રિય થઈ પડયા હતા. આ ઠરાવ પસાર થવા પૂર્વે આવકાર દેનારી કમિટિના પ્રમુખ શેઠ વીરચંદભાઇ એ ભા પણ આપેલ તેમાં કેટલેક ભાગ ખાસ અભ્યાસ કરવા જેવું છે કે જેમાંથી કંઈક આ તકે જાહેરમાં મૂકીશું. તેમણે આવકાર આપતાં પિતાને આનંદ કેનિફરસનું સ્વરૂપ અને ઠરાનું પુર્વ સ્વરૂપ દ શવતાં જણાવેલું છે કે, “ આવા મેળાવડા આગળ એક જુદી જ પદ્ધતિ ઉપર આપણે જઈન તીર્થમાં થતા હતા અને તેઓ શઘને નામે ઓળખાતા હતા. શ્રી શંઘને પચીશમે તીર્થકર કહેવાય છે. અને તેથી તેને શ્રી અરીહંત જેવા સમર્થ પણ નમોતિધ્યક્ષ કહી નમે છે. ( તેનું જમાના અનુકુળ સ્વરૂપ ) કોન્ફરન્સ અથવા મહાન સભાને હેતુ એક સંપ થવાનું છે, આપણે એક સંપ થઈ રણસંગ્રામમાં જઇ યુદ્ધ કરવાનું નથી. આપણે સંપ કરીને કેઈનું રાજ્ય લેવું નથી. પણ એક દિલથી સંપ કરી આપણું અને આપણા જઈન ભાઈનું ભલું કરવાનું છે, પવિત્ર જઇને ધર્મની ઉન્નતિ કરવાની છે, જ્ઞાનભંડાર તથા તિર્થોનું રક્ષણ કરવાનું છે. ધર્મના પવિત્ર નામને આપણા સદવર્તનથી દિપાવવાનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com