Book Title: Chellu Panu Author(s): Pradyumnasuri Publisher: Pathshala Prakashan View full book textPage 7
________________ છેલ્લું પાનું-- ૬ Galudiાતે પ્રાર્થoli આશા ને ધેર્યનો તંતુ તૂટ તૂટું થઈ રહ્યો એવે ટાણે, નવા વ્હાણે, ચિંતવું માત્ર આટલું જીંદગી જેલ જેવી કે વેઠ જેવી નથી નથી, શાળા છે એ પ્રયોગોની, માનવીના વિકાસની; તપશ્ચર્યા વિના સિદ્ધિ કદી સાંપડતી નથી, જીંદગી છે તપશ્ચર્યા, આકરી આત્મસાધના; પહેલી પીડા પ્રસુતિની, પછી પુત્ર વધામણી, આપત્તિ આજની એ તો આગાહી ભવ્ય ભાવિની. આયુ, આરોગ્ય, ઐશ્વર્ય, આનન્દોલ્લાસ એ સહુ, માંગુ ના કાંઈએ, આજે માંગુ માત્ર આટલું; આશા, ધૈર્ય અને ધૈર્ય ધેમે ટકી રહે, ઝાંખી તોયે ઝીણી જ્યોતિ, આત્મશ્રદ્ધા તણી ઝગે; જીંદગી આખી છો જતી જંગમાં આમ ઝૂઝતા, જીવતા જીવતા જોઉં, ઝીક તો હું ઝીલી શકું! પ્રાર્થ પામરતા ના'વે દુઃખમાંયે હસી શકું, ભૂલું હું ના નિયત્તાને, એની હૂંફે સહુ સહું. કોઈ કવિએ નૂતન વર્ષારંભે નિયત્તાના ચરણોમાં પ્રાર્થના કરવાના અવસરે હૃદયની વાણીમાં ચિંતન, માંગણી અને પ્રાર્થના કેવા કેવા અસરદાર શબ્દોમાં ગૂંથી છે ! રચના ૨૫-૩૦ વર્ષ પહેલાની છે. માનવીના અતલ ઊંડાણમાંથી, તેના પાતાળકૂવામાંથી ફૂટેલી શબ્દ સરવાણી ક્યારે ય જૂની, પુરાણી કે વાસી થતી નથી. તે નિત્યનૂતન જ રહે. એમાં સત્ય સનાતનની સુવાસ હોય છે. શરૂઆતની પંક્તિઓમાં વર્તમાન પરિસ્થિતિનું વર્ણન છે. પછી નિર્બળ અને હતોત્સાહને ચીમકી છે. પછી, વર્તમાન સ્થિતિમાં ઉલ્લાસનો સંચાર થાય, ચિત્તમાં સકળ સફળતાનો પાયો, જે આત્મશ્રદ્ધા, આશા, ધીરજ અને સ્થિરતા ટકાવવાની માંગણી છે, જે વાસ્તવિક છે. શબ્દો ઊધાર કે ઉછીના નથી, એમાં આત્માના અવાજની મહેક છે. આ શબ્દોને આપણે આપણા બનાવીએ. એમાંથી નવું જોમ, નવી તાજગીથી દિલ ઉભરાઈ જશે અને નવી કૂચ માટેનું ભાતુ મળી જશે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66