Book Title: Chellu Panu
Author(s): Pradyumnasuri
Publisher: Pathshala Prakashan

Previous | Next

Page 22
________________ શેઢાનો આંબો ૨૧ -- છેલ્લુ પાનું સૌરાષ્ટ્રના એક નાના ગામડામાં બનેલી ઘટના છે. ગામના પાદરના રસ્તેથી, ખેતર ખેડીને, બે દીકરા સાથે બાપા, ઘર ભણી ચાલ્યા આવે છે. બાપાની વાત્સલ્યભરી નજરથી ઊછરેલા બન્ને દીકરા પણ પ્રેમ-સભર રહેતાં. અને આમ, પ્રેમભર્યા અમીથી સીંચાયેલાં એમનાં કસદાર ખેતર પણ મધમીઠા પાકથી છલકાતાં ! આ પથકમાં આ કુટુંબ, ખારા દરિયામાં મીઠી વીરડી જેવું, પંકાયેલું હતું. કાળને કરવું ને બાપા દેવલોકે પહોંચ્યા. કારજ-વિધિ કરીને, બાપાની આંખડીના અમીથી સીંચાયેલું કુટુંબ એવું જ રહે માટે, બન્ને ભાઈઓએ ખેતરના બે ભાગ કર્યા. મોટાએ કહ્યું, તું નાનો છે એટલે તારો હક્ક પહેલો, તને ગમે તે ખેતર તારું. નાનો કહે, મારી ફરજ છે, તમને ગમે તે તમે રાખી લો. બાકીનું મારું. આમ મીઠી રકઝક થઈ ! પૂરવનું મોટાએ રાખ્યું અને પશ્ચિમનું નાનાના ભાગે આવ્યું. પછીના ઉનાળે, કેરી આવવાનું ટાણું આવ્યું. બન્ને ભાઈઓ ભેગા થયા. ખેતર તો બે હતાં અને બન્નેને મળ્યાં; પરંતુ આ આંબો તો એક જ છે, બે ખેતરના શેઢા વચ્ચે છે. મોટો કહે, એમાં શું ? જેટલી કેરી ઊતરશે એના બે ભાગ કરીએ. એમ જ થયું. કોઈ કંકાશ નહીં, કચવાટ નહીં. બન્નેના હૃદયમાં બાપાએ સીંચેલા અમી એવાં જ ભરપૂર સચવાયેલાં એટલે કીચૂડ-કીચૂડ એવો અવાજ જ નહીં ! Jain Education International કાળનો ક્રમ ચાલતો રહ્યો. બન્ને ભાઈઓ, એક પછી એક એમ, બાપાને મળવા ચાલી નીકળ્યા; એક માગસરમાં અને બીજો મહામાં ! બન્નેને વસ્તાર For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66