Book Title: Chellu Panu
Author(s): Pradyumnasuri
Publisher: Pathshala Prakashan

View full book text
Previous | Next

Page 45
________________ दिल्लू पालु -- ४४ ઉથિત બોલવું કેવું જે ઔચિત્યે હાર્યું..ાર્યું मागा इत्यपमङगलं व्रजइति स्नेहेनहीनं वचः, तिष्ठेति प्रभुता यथारुचि कुरु सैषाप्युदासीनता । इत्यलोच्य मृगिदशा जलधर प्रारम्भ संसूचके प्रादुर्भूत कदम्ब कोरकचये दृष्टिः समारोपिता || ( साहित्यदर्पण) ના જાઓ કહું તો અમંગળ અને જાઓ નર્યું નિર્મમ રહો આજ્ઞા સરખું યથા રુચિ કરો, તે તો ઉદાસીનતા એવું જાણી મૃગાક્ષી કાજળ સમાં આવંત એ મેઘને સૂચવતી નમણી કદંબકળીને જોતી રહી ધારીને ! (અનુવાદ : કુલીનચન્દ્ર યાજ્ઞિક) વાત ઉચિત ઉત્તર આપવાની મૂંઝવણની છે. વર્ષાઋતુનું આગમન થઈ ચૂક્યું છે. ઝરમરિયા મીઠાં મેઘ લઈ આવતા, અષાઢના દિવસો શરૂ થયા છે અને નાયક પરગામ જવા તૈયાર થયો છે ! એના પ્રયાણ સમયે શું બોલવું ? -- એ નાયિકાની મૂંઝવણ છે ! શું બોલવું ઉચિત છે ? તે માટેના ઉચિત શબ્દોભર્યા વિકલ્પો શોધે છે. ‘ના જાવ’ એવું કહું ! એ તો અપશુકન કહેવાય, અમંગળ થાય. ‘જાવ’ એમ કહું તો તો, એ તોછડું લાગે ! ‘રહી જાવ’ કહું તો વડીલશાહી લાગે ! આદેશ દીધો હોય એમ લાગે. ‘ઠીક લાગે તેમ કરો’ એમ કહું તો ઉદાસીનતા લાગશે ! જાણે કે મને પડી નથી. તો આવા પ્રસંગે શું બોલવું ઉચિત છે ? શું બોલવું શોભે ? - આવી મૂંઝવણમાં કાંઈ પણ બોલવું ન સૂઝ્યું ! છેવટે, ઘરના આંગણામાં જે કદમ્બ વૃક્ષ હતું, અને તેના પર વરસાદના આગમનની છડી પોકારતી, દડુલીયા જેવી કદમ્બ-કળીઓ ખીલી હતી, તેના તરફ ટગર ટગર જોવાનું ઉચિત લાગ્યું ! બસ ! નાયિકાના કાવ્યમય વિચાર પર આ કાવ્ય-પંક્તિ રચાઈ છે. એ રસિકાનો નાયક પણ રસિક જ હશે ! અક્ષર કરતાં ઇશારા બળુકા હોય, એ અનુભવ પણ હશે ! મુગ્ધ નાયિકા જાણે કહી રહી છે કે વરસાદના આ માદક દિવસો આવ્યા અને તમે જવાનું કરો છો ? શબ્દ જ્યારે વામણા પુરવાર થાય ત્યારે, દષ્ટિ જ મદદે આવે ને ! ચતુર નાયિકાને શબ્દ વાપરવા ઉચિત ન જ લાગ્યા અને એણે નજરથી કામ સાધી લીધું ! આવી ઔચિત્યપૂર્ણ અભિવ્યક્તિ થાય તો કાર્ય સિદ્ધ થાય છે ! Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66