Book Title: Chellu Panu Author(s): Pradyumnasuri Publisher: Pathshala PrakashanPage 63
________________ હોતું પાનું-- ૬૨ મેઘકૂમાર રાજગૃહી નગરી, શ્રેણિકરાજા, ઘારિણીદેવી, પુત્ર મેઘકુમાર. મેઘકુમારની અપ્સરાને શરમાવે એવી આઠ પત્ની. શ્રમણ મહાવીરની વાણી સાંભળી; વચનો ગમ્યા. સંસાર ન ગમ્યો! દીક્ષા લીધી. મેઘકુમાર મુનિ થયા. પહેલો દિવસ: પ્રથમ રાત્રિએ ક્રમથી છેવટના સંથારા પર સૂતા રાત્રિએ બહાર જતા આવતા મુનિઓના ચરણ વારંવાર શરીર સાથે અથડાતા. સંથારો ધૂળથી ભરાયો. નિમિત્ત મળતા ગઈકાલની રાત સાથે સરખામણી થઈ. બેચેન મન નિર્ણય પર આવ્યું આ ન પરવડે. આ કરતા ઘર સારું. મહેલ સારો. શરીરની સુખાકારીનો વિચાર મુખ્ય બન્યો. જીવદળ ઉત્તમ તેથી નિર્ણયમાં વચ્ચે પ્રભુને રાખ્યા. પ્રભુને પૂછીને સવારે ઘેર જઈશું. સવાર પડી. પ્રભુ પાસે ગયા. પ્રભુએ જ પહેલો પ્રશ્ન કર્યો રાત્રે તમે જે વિચાર્યું તે બરાબર નથી. ગયા ભવમાં હાથીના અવતારમાં તમે ઘણું સહન કર્યું, આર્તભાવ વિના સહન કર્યું. એ બધા તો જાનવર હતા. આ તો બધા જગત પૂજ્ય. સંસારના ત્યાગને વરેલા સાધુઓની પવિત્ર ચરણરજથી સંથારો ભરાયો. એવા કારણથી મનને વ્યગ્ર ન કરવું. આકુળ વ્યાકુળ ન થવું. પ્રભુના વચનની અસર થઈ. લજ્જાથી શેરડા પડ્યા. વ્રતમાં સ્થિર થયા. માઠા વિચારનું મિથ્યાદુષ્કત કર્યું. મનમાં સંકલ્પ થયો. અભિગ્રહ લીધો. બે આંખ સિવાય કોઈ પણ અંગને ભલે ઈજા પહોંચે, મનમાં કોઈ અશુભ વિચાર નહીં કરું. (આધાર ઉપદેશમાળા ગાથા ૧૫૪ - વૃત્તિ હેયોપાદેયા) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 61 62 63 64 65 66