Book Title: Chellu Panu
Author(s): Pradyumnasuri
Publisher: Pathshala Prakashan

View full book text
Previous | Next

Page 64
________________ ૩-- છેલ્લું પાનું સંઘરેલું પણ જશે ઉદાર દિલ રાજાની આ વાત છે. દાન દેવાની એક પણ તક ન છોડે. પણ મંત્રી વિચક્ષણ અને વ્યવહારુ. એને રોજ એમ થાય કે આમ જો ચાલુ રહેશે તો રાજ્યની તિજોરી ખાલી થઈ જશે અને તળિયું દેખાશે. રાજાની ઉદારતા જોઈ કહેવાની હિંમત ન થાય, રાજાને કેમ કહેવાય? અણગમતું બોલીને અવિનય પણ કેમ કરાય? છતાં મનમાં હામ ભીડી અને રાજનની નજર પડે તેવી રીતે મહાલયની દિવાલ પર મોટા અક્ષરે લખ્યું आपदर्थे धनं रक्षेत्। (આપત્તિ વેળાએ કામ આવે માટે ધન દોલત બચાવવા.) રાજાની આ અક્ષરો પર નજર પડી. મંત્રીની ચિંતા પણ સમજાઈ. રાજાએ એ લીટીની નીચે જ બીજી લીટી લખી : महतां आपदः कुतः॥ (મહાન વ્યક્તિને આપત્તિ ક્યાંથી આવે?) મંત્રીને જવાબની આશા હતી, પણ આવા જવાબની નહીં. એટલે મંત્રીએ ત્રીજી લીટી લખી: __कदाचित् कुप्यते दैवः। (કદાચ દેવ રુઠે પણ ખરો) રાજા આ વાંચી રાજી થયા. ચોથું ચરણ હુર્યું. સ્વભાવ અને રુચિ તો દાન આપ્યા કરવાના હતા જ, એને જ સર્વોપરિ માનતા. એમણે ચોથી લીટી લખીઃ . सञ्चितोऽपि विनश्यति॥ (ત્યારે સંઘર્યું પણ નાશ પામે છે.) સુજ્ઞ મંત્રીશ્વરે આ વાંચ્યા પછી મીનનો જ સહારો લીધો. જેનામાં દાનની સહજ ભાવના હોય તેને આપવાનો જ પક્ષ હોય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66