Book Title: Chellu Panu
Author(s): Pradyumnasuri
Publisher: Pathshala Prakashan
Catalog link: https://jainqq.org/explore/005636/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ છે પાછું 0.02 પાઠશાળા પ્રકાશના ૭૦૩, નૂતન નિવાસ : ભટાર માર્ગ : સુરત - ૩૯૫ ૦૦૧ Page #2 -------------------------------------------------------------------------- ________________ (૯) પાનું પારે પાઠશાળા પ્રકાશનો બાપાલાલ મનસુખલાલ શાહ ટ્રસ્ટ ૭૦૩, નૂતન નિવાસ ભટાર માર્ગ: સુરત - ૩૯૫ ૦૦૧ SVATE Salહેરી થNI-1- #જ છે Page #3 -------------------------------------------------------------------------- ________________ gિ પાનું-૨ છેલ્લું પાનું: ‘પાઠશાળા’ દ્વિમાસિકના ૧ થી ૩ સુધીના અંકોના છેલ્લે પાને છપાયેલા લઘુ લેખોનો સંચય લેખકઃ આચાર્યશ્રી પ્રદ્યુમ્નસૂરિ મહારાજ પ્રથમ આવૃત્તિ: શ્રાવણી પૂર્ણિમા : વીર સંવત ૨૫૩૪ : વિક્રમ સંવત ૨૦૬૪ ઈ.સ.જાન્યુઆરી ૨૦૦૮ મૂલ્ય: સદ્વાંચન સંપાદનઃ સંયોજન રમેશ શાહ (૦ ૯૪૨૭૧ ૫૨૨૦૩) પ્રકાશક : પાઠશાળા પ્રકાશન : બાપાલાલ મનસુખલાલ શાહ ટ્રસ્ટ, ૭૦૩, નૂતન નિવાસ, ભટાર માર્ગ, સુરત – ૩૯૫૦૦૧ અન્ય પ્રાપ્તિસ્થાનઃ સંદીપભાઈ શાહ, ૪૦ર-જય એપાર્ટમેન્ટ;૨૯-વસંતકુંજ સોસાયટી,શારદા મંદિર રોડ, પાલડી અમદાવાદ-૩૮૦૦૦૭ ફોનઃ ૨૬૬૩૪૦૩૭ જિતુભાઈ કાપડિયા, અજંતા પ્રિન્ટર્સ, સત્તર તાલુકા સો., ૧૨, લાભ કૉપ્લેક્ષ, પોસ્ટ : નવજીવન, અમદાવાદ - ૩૮૦૦૧૪ ચિમનભાઈ દોશી, કાનપુર હાઉસ, ૨૮૧૮૭,નરશી નાથા સ્ટ્રીટ, ભાત બજાર - મુંબઈ ફોનઃ ૨૫૦૬ ૫૯૯૮ વિજય દોશી, સી-૬૦૨, દત્તાણી નગર, બિલ્ડીંગ નં.૩, વિવેકાનંદ માર્ગ, બોરીવલી(પશ્ચિમ),મુંબઈ-૯૨ - ફોનઃ ૯૩૨૦૪૭૫૨૨૨ શરદભાઈ શાહ, વી.ટી. એપાર્ટમેન્ટ, કાળા નાળા, ભાવનગર - ૩૬૪ ૦૦૧ ફોનઃ ૨૪૨૬૭૯૭ પ્રદીપભાઈ શાહ ૧૪, સરોજ એપાર્ટમેન્ટ, ૭૯, દહાણુકરવાડી, કાંદીવલી(પશ્ચિમ), મુંબઈ-૪૭ - ફોનઃ૨૯૬૭૨૫૨૦ મુકુન્દભાઈ શાહ ૫૦૫/૫૦૬, બી' વીંગ, કૈલાસ એસ્કેનેડ, શ્રેયસ સિનેમા સામે, એલ બી એસ માર્ગ, ઘાટકોપર (પશ્ચિમ) મુંબઈ ૪૦૦૦૮૬ ફોનઃ ૨૫૦૦૮૦૯૬, ૨૫૦૦૫૯૪૯, ૯૩૨૪૦૬૫૪૨૧ For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ છેલ્લું પાનું -જે છેલ્લું નથી || ૪ શાહન કે શાહ શહેનશાહ || ૫ નૂતન પ્રભાતે પ્રાર્થના | $ ઋણમુક્તિ || ૭ મને સન્મિત્રનો સમાગમ હો ! // ૮ કઠોર કૃપાનો સ્વીકાર // ૧૦ આવો કુદરત પાસેથી શીખીએઃ -આપવાનું || ૧૧ મંત્રીશ્વર વસ્તુપાલની ઉત્તમ માંગણી //૧૨ ઇચ્છવા જોગ અભિલાષા // ૧૩ ભીતરી ખજાનાનું ગીત // ૧૪ દિલમાં દયાનું ઝરણું વહાવીએ // ૧૫ જાકો રાખે સાંઈયા... // ૧૬ આજ રોટી રામ નહીં બોલતી હૈ ! || ૧૮ સલામ કરસન ભગતને ! // ૧૯ અનુક્રમણિકા ‘ પશ્ચપ્પિણહ ’ // ૨૦ શેઢાનો આંબો / ૨૧ ભ્રાતૃદેવો ભવઃ॥ ભાઈ હો તો આવા હજો // ૨૩ ભરોસો -દવાનો કે દુવાનો ? // ૨૫ કાવ્યશાસ્ત્રવિનોદન.. || ૨૬ ધર્મની દૃઢતાને ધન્યવાદ || ૨૭ કો' મીઠા હૈયાની ‘ના' || ૨૮ વાત્સલ્ય : વૃદ્ધત્વની શ્રેષ્ઠ શોભા // ૨૯ મહાજનો પંગતે હોય -છેલ્લાં || ૩૦ બે ‘-નારા' માં કયો ચડે ? // ૩૧ બહિર્યાપિકા કાવ્ય સ્વરૂપની સજ્ઝાય //૩૨ હવે મારે જવાનું પ્રયોજન શું ? // ૩૩ ગ્રીષ્મની એક બપોરે... // ૩૪ કાવ્યશાસ્ત્રવિનોદેન... // ૩૫ અધિકાર વિનાનાં કામથી ડફણાં મળે ઘણાં... // ૩૬ ૩ -- છેલ્લું પાનું ૩૭ // જુઓ દૂત આવ્યો! ૩૮ // પ્રભુ દરિશન સુખ સંપદા ૩૯ || કાવ્યશાસ્ત્રવિનોદેન.. ૪૦ // સોનું ઊંચામાં ઊંચું -રણકાર સાદો ૪૧ // મનનીય સુભાષિત ૪૨ // પ્રભાવના ૪૩ // . આવી ‘ના’ આપણને પણ મળે ! ૪૪ ઉચિત બોલવું કેવું જે ઔચિત્યે ભર્યું ..ભર્યું.. ૪૫ || ‘દિવસ’-આ શબ્દનો અર્થ કેટલો વિસ્તરી શકે ? ૪૬ | આંબાના વન જેવા થજો ૪૭ // બંધ સમય ચિત્ત ચેતીયે રે, ઉદયે શો સંતાપ સલૂણા ૪૮ ।। બન્ને સ્થિતિમાં મઝા જ મઝા ૪૯ // હઠીભાઈનો રોટલો ૫૦ || સંવેદનહીનતાની સજા ૫૧ // કરુણા જનનીના જાયાને સલામ ૫૨ // સુભાષિતમ્ ૫૩ // જેના સ્પર્શ થાય આ સર્વ હેમ તે શ્રી હેમાચાર્યને હો પ્રણામ ૫૪ // જાસ હિત શીખથી... ૫૫ // એક અદ્ભુત વાત ૫૬ // સંસ્કારનું સિંચન ૫૭ // જુઓ ! જુઓ ! જૈનો કેવા નીતિધારી ! ૫૯ // ...અને જમણો હાથ લંબાયો ૬૦ // હંસની ધૂળ ૬૧ // સૂતાં પહેલાં સાત લીટી ૬૨ // મેઘકુમાર ૬૩ // સંઘરેલું પણ જશે ૬૪ ।। શાખા પર ફળ ને ફૂલ For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ દિવેલનું પાનું-- ૪ પાછું -જે છેલ્લું નથી ? પહેલું પાનું, પછી બીજું પાનું અને હવે છેલ્લું પાનું, એક પછી એક ક્રમશઃ પ્રકાશિત થઈ રહ્યા છે. ' આમ તો “પાઠશાળા” દ્વિ-માસિકની ઉપનિપજ છે. નાના નાના કથા પ્રસંગો વાંચવા ગમે. બોધ પણ તુર્ત તારવી શકાય, ઝીલી શકાય. એક પાનાંમાં એક પ્રસંગ વાંચતાં વાર ન લાગે. એક ભાઈને છેલ્લાં પાનાંના આ ટચૂકડા લેખો-પ્રસંગો ગમ્યાં. તેમણે આગ્રહ રાખ્યો કે હવે છેલ્લું પાનું પ્રકાશિત કરો. સમગ્ર કથા-પ્રસંગો સાલવાર ગોઠવવાનું કામ કપરું છે. આની ભાષા તથા શૈલી સુગમ છે, માટે વાચનમાં અનુકૂળતા રહેશે. પાઠશાળા પ્રકાશનમાં જેમ માળામાં દોરો હોય તેમ રમેશભાઈ તો પરોવાયેલા છે જ. ધન્યવાદ. – અક્રમ વર For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ ૫ -- છેલ્લું પાનું રોજ છાપાંઓ અને ટીવીની જાહેરાતો આપણને શીખવે છે કે સગવડતાભર્યા સાધનો વસાવો, સમૃદ્ધ બનો. સુખી થાશો. આ સાધનોથી ખૂબ સુખ મળશે. જૂનું આપી જાઓ અને નવું આધુનિક લઈ જાઓ. આ માન્યતાને આધારે નિત નવા સાધનો, આવિષ્કારો આપણી આગળ ઠલવાતાં જ જાય છે. સરવાળે માણસ પાંગળો, પરાધીન - પરાશ્રિત ને પામર બનતો જાય છે. સાધનોનો આવો આધાર છોડો તો જ પામરતાનું દુઃખ છૂટે. એ દુઃખ ગયું તો પછી સુખ જ સુખ છે. ચિત્તને આ વિચારથી કેળવવાનું છેઃ જિસકો કછુ ન ચાહીયે વૉ શાહન કે શાહ. For Personal & Private Use Only શાળ કેશા શહેનશાહ Page #7 -------------------------------------------------------------------------- ________________ છેલ્લું પાનું-- ૬ Galudiાતે પ્રાર્થoli આશા ને ધેર્યનો તંતુ તૂટ તૂટું થઈ રહ્યો એવે ટાણે, નવા વ્હાણે, ચિંતવું માત્ર આટલું જીંદગી જેલ જેવી કે વેઠ જેવી નથી નથી, શાળા છે એ પ્રયોગોની, માનવીના વિકાસની; તપશ્ચર્યા વિના સિદ્ધિ કદી સાંપડતી નથી, જીંદગી છે તપશ્ચર્યા, આકરી આત્મસાધના; પહેલી પીડા પ્રસુતિની, પછી પુત્ર વધામણી, આપત્તિ આજની એ તો આગાહી ભવ્ય ભાવિની. આયુ, આરોગ્ય, ઐશ્વર્ય, આનન્દોલ્લાસ એ સહુ, માંગુ ના કાંઈએ, આજે માંગુ માત્ર આટલું; આશા, ધૈર્ય અને ધૈર્ય ધેમે ટકી રહે, ઝાંખી તોયે ઝીણી જ્યોતિ, આત્મશ્રદ્ધા તણી ઝગે; જીંદગી આખી છો જતી જંગમાં આમ ઝૂઝતા, જીવતા જીવતા જોઉં, ઝીક તો હું ઝીલી શકું! પ્રાર્થ પામરતા ના'વે દુઃખમાંયે હસી શકું, ભૂલું હું ના નિયત્તાને, એની હૂંફે સહુ સહું. કોઈ કવિએ નૂતન વર્ષારંભે નિયત્તાના ચરણોમાં પ્રાર્થના કરવાના અવસરે હૃદયની વાણીમાં ચિંતન, માંગણી અને પ્રાર્થના કેવા કેવા અસરદાર શબ્દોમાં ગૂંથી છે ! રચના ૨૫-૩૦ વર્ષ પહેલાની છે. માનવીના અતલ ઊંડાણમાંથી, તેના પાતાળકૂવામાંથી ફૂટેલી શબ્દ સરવાણી ક્યારે ય જૂની, પુરાણી કે વાસી થતી નથી. તે નિત્યનૂતન જ રહે. એમાં સત્ય સનાતનની સુવાસ હોય છે. શરૂઆતની પંક્તિઓમાં વર્તમાન પરિસ્થિતિનું વર્ણન છે. પછી નિર્બળ અને હતોત્સાહને ચીમકી છે. પછી, વર્તમાન સ્થિતિમાં ઉલ્લાસનો સંચાર થાય, ચિત્તમાં સકળ સફળતાનો પાયો, જે આત્મશ્રદ્ધા, આશા, ધીરજ અને સ્થિરતા ટકાવવાની માંગણી છે, જે વાસ્તવિક છે. શબ્દો ઊધાર કે ઉછીના નથી, એમાં આત્માના અવાજની મહેક છે. આ શબ્દોને આપણે આપણા બનાવીએ. એમાંથી નવું જોમ, નવી તાજગીથી દિલ ઉભરાઈ જશે અને નવી કૂચ માટેનું ભાતુ મળી જશે. For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ ૭ -- છેલ્લું પાનું ઋણસૂક્તિ મ * * * પિતૃઋણ, ગુરુઋણ અને વિશ્વાસણ એ ત્રણ ઋણનો ભાર આપણા ઉપર છે તેનું ભાન રહેવું જોઈએ અને ક્રમશઃ તેમાંથી મુક્ત થવાનો ભાવ રહેવો જોઈએ. તેનો પ્રમાણિક પ્રયત્ન પણ થવો જોઈએ, કોઈ ને કોઈ રીતે. દા. ત. પિતાના સંસ્કાર વારસો શોભાવવો અને સંભાળવો તે પિતૃઋણમુક્તિ છે. ગુરુના ઉપકારનો સ્વીકાર કરવો તે ગુરુઋણમુક્તિ છે. અને રોજ કોઈ ને કોઈને યોગ્ય મદદ કરવી તે વિશ્વઋણમુક્તિનો પ્રયાસ છે. આવું રોજ તમારા જીવનમાં બનતું રહો. * પ્રભાવ m•કુરબર અર્થ વિસ્તારઃ ઋણ એટલે કરજ, દેશું. આપણા માથે પહેલો ઉપકાર માતા-પિતાનો છે. તેઓ તરફથી થયેલા આ ઉપકારનો બદલો તો શી રીતે વળે? પણ, તેઓના નામને શોભાવે તેવું, આપણું જીવન સંસ્કારસંપન્ન બનાવીએ તો તેઓનું ઋણ યત્કિંચિત અદા કર્યું કહેવાય. બીજો ઉપકાર આપણા ગુરુનો છે. શાળાના શિક્ષક, ધાર્મિક પાઠશાળાના પંડિત, કૉલેજના પ્રાધ્યાપક અને આપણને ધર્મબોધ આપનાર ધર્મગુરુ. આ બધાનો, આપણા પરના ઉપકારનો સ્વીકાર કરવો. હું તેમની પાસે ભણ્યો છું. તેમની પાસેથી શીખવા-સમજવા મળ્યું છે. મારા જીવનમાં તેમના સમાગમથી ઘણો આત્મિક લાભ થયો છે. આમ, વારંવાર કૃતજ્ઞતા પ્રગટ કરતાં રહેવું, એનો ઋણસ્વીકાર કરવો જરૂરી છે. આપણી આસપાસના જગત પાસેથી આપણે કેટલું બધું મેળવીએ છીએ ! એ બધાથી આપણું જીવન ટકેલું છે, આપણી જીવનનૈયા સરળ વહે છે. આપણે પણ કોઈને ટેકારૂપ બનીએ તો, શુભના એક વર્તુળમાંથી બીજું વર્તુળ રચાશે, વિસ્તરતું રહેશે. શાક માર્કેટમાંથી શાક ખરીદી લીધા પછી કાછીયાને પૈસા ચૂકવતી વખતે એક ભાઈને વીસ રૂપિયા ધટ્યા. કાછીયો અને ખરીદનાર ભાઈ, એકબીજાથી અજાણ્યા હતા. પૈસા બાકી કેમ રખાય? ભાઈ મૂંઝાતા હતાં ત્યાં બાજુમાં ઉભેલા ભાઈએ સૌજન્ય બતાવ્યું, પોતાની પાસેથી વીસ રૂપિયા આપ્યા. હિસાબ પૂરો થયો. એ ભાઈ પાસે એમનું સરનામું માંગ્યું. જ્વાબ મળ્યોઃ કાંઈ જરૂર નથી. આ જ રીતે, બીજા કોઈ મુશ્કેલીમાં હોય ત્યારે તમે ય આમ મદદ કરજો. આમ પણ ઋણમુક્તિ થતી હોય છે. એ ઉત્તમ પ્રકાર છે. આમ, ત્રણ ઋણના ભારથી અને તેને ફેડવવાના ભાવથી આપણે આપણી કૃતજ્ઞતા પ્રગટ કરી શકીએ. કૃતજ્ઞતા તો ગુણનું ભાજન છે. ગુણ તેમાં રહે છે, ટકે છે અને શોભે છે. For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ છેલ્લું પાનું-- ૮ મને સત્રનો સમાન હો! સાવ સાદા સૂતરના દોરામાં ખાસ કશું નથી. એમ ને એમ ગળામાં કે માથા પર મૂક્યો હોય તો તે, પોતે નહીં તો બીજા, એ દેખતાં વેત, હાથથી લઈને દૂર કરી દે. એ જ દોરો જ્યારે સુગંધથી ઊભરાતાં સુંદર પુષ્પોની સોબતમાં હોય ત્યારે હજારો માણસોની હાજરીમાં લોકો હોંશે હોંશે તેને ગળામાં ફૂલહાર તરીકે પહેરાવે છે, કે માથામાં વેણી-ગજરા તરીકે ગૂંથે છે. આ પ્રભાવ ફૂલો સાથેની દોસ્તીનો છે. આ જ દોરો જ્યારે ટીમરું (તમાકુ)ના પાન ની સોબત કરે ત્યારે, પહેલાં તે બળે છે અને તે પછી પાન સાથે ટૂંકી, તેને ફેંકી દેવામાં આવે છે. સોબત તેવી અસર એ કહેતી અહીં સિદ્ધ થાય છે. કોઈ શેતાન જેવા લાગતા માણસની હેવાનિયત માટે જવાબદાર કોણ હોય છે? અલબત્ત, કોઈ કુમિત્રની સોબત જ જીવનને અવનતિની ગર્તા તરફ ધકેલવામાં નિમિત્ત બની હોય છે. કોઈ સંતના પૂર્વ જીવનમાં ડોકિયું કરીએ તો તેમની પાવન જીવનગંગાના મૂળને શોધતાં માલુમ પડશે કે ઉત્તમની સોબતના પ્રભાવથી પોતે ઉચ્ચ જીવનના શિખર સર કરી શક્યા છે. આમ, જીવનની ઉન્નતિ કે અવનતિના મૂળ, સત્સંગ કે કુસંગમાં રહેલા છે. સન્મિત્રો તો જીવનની મોંઘેરી મૂડી છે. આજના વિષમ અને વિષમય કાળમાં સૌથી વધુ કાળજી મિત્ર બનાવવામાં રાખવા જેવી છે. મિત્ર તમારા જીવનનો નકશો બદલી શકે છે. અરે! મિત્ર તો તમારા સફળ જીવનનો નકશો દોરી પણ શકે છે. - કુમિત્રો તો ડગલે ને પગલે મળશે! સન્મિત્ર ઓછા જ હોવાના. એને તો શોધવા પડે છે. એક સન્મિત્ર મળી જાય તો દુઃખી જીવન પણ સુખમય બની શકે છે. જ્યારે કોઈ કુમિત્ર ભટકાઈ જાય તો જીવનનો ખીલેલો બાગ પણ ઉકરડામાં ફેરવાઈ જાય છે. એટલે, સન્મિત્ર કરવામાં જેમ કાળજી લેવાની છે તેમ કુમિત્રથી અળગા રહેવામાં એથીયે વિશેષ સાવચેતી રાખવી જરૂરી છે. પ્રસિદ્ધ કેળવણીકાર નાનાભાઈ ભટ્ટના જીવનનો એક મહત્ત્વનો પ્રસંગ આ બાબતમાં મનનીય છે. તેર-ચૌદ વર્ષની વયે તેમના લગ્ન થયેલા. લગ્ન પછી પત્ની શિવકોર સાથેની પ્રથમ મુલાકાતમાં થયેલી વાતચીત એમની આત્મકથા “ઘડતર અને ચણતરમાં આમ લખાઈ છે : જીવનમાં હું પહેલોવહેલો જ એને મળ્યો. મારાથી પૂછાઈ ગયું: “આ વખતે તો તું રોકાઈશ ના?’ શિવની આંખોમાં આંસુ આવ્યા : “હું શું રોકાઉં? તમે રોજ ઊઠીને તમારા For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ ૯ -- વેલનું પાનું ભાઈબંધોને લાવ્યા કરો છો ને હું બળી જાઉં છું...” આ શબ્દોથી મને ભારે આઘાત થયોઃ “ભાઈબંધો તો આવે જ ના! તું એમને ક્યાં ઓળખે છે?' “એ બધાયને હું પગમાંથી ઓળખું છું. એ બધાય સારા નથી. એ હશે ત્યાં સુધી હું આવવાની નથી.” શિવકોર આમ એક જ દિવસમાં એ કહેવાતા મિત્રોના દેદાર જોઈ, ચાળા જોઈ તુર્ત કળી ગયા હતા, “આ માણસોનો પગ આપણાં ઘેર ન જોઈએ.” ધનતેરશનો દિવસ હતો. વળી નાનાભાઈનો જન્મદિવસ! એક પછી એક મિત્રો સવારથી આવા લાગ્યા. પરંતુ શિવકોરના શબ્દોએ નાનાભાઈને બાંધી દીધા હતા. આજથી આપણી ભાઈબંધી બંધ છે.” ત્યારથી એ મિત્રો ગયા તે ગયા.. એ બધા મિત્રોનું ઉત્તર જીવન જોઉં છું ત્યારે થાય છે કે શિવલક્ષ્મીનો મારા પરનો મોટો ઉપકાર છે. એના નિર્મળ આગ્રહથી હું બચી ગયો. આજે પણ ઘણીવાર મારા જીવનદેવીનો પ્રસંગ હું ઘણા ગર્વથી ગાઉં છું. પત્ની સન્મિત્ર બની અને કુમિત્રના કળણમાંથી ઉગારી લીધા. ત્યાર પછી તો એમનું જીવન સડસડાટ ઊંચે ને વધુ ઊંચે ચઢતું રહ્યું. અમરવેલ ને વળી આંબે ચડી ! પછી બાકી શું રહે? સારા મિત્રો જ શોધવા. ન મળે તો પ્રભુ પ્રાર્થના કરવી પરંતુ નથી મળતા એટલે જે તેની સાથે હાથ ન મિલાવવા. ફૂલની છાબમાં મૂકવા જેવા ફૂલ ન મળે તો કાંઈ તેમાં કોલસા ન ભરાય! ખાલી રહેલી છાબનું પણ એક મૂલ્ય છે. ભતૃહરિએ લખ્યું છે એક મિત્ર ભૂપતિર્વા યતિર્વા એક મિત્ર હોય પછી તે રાજા હો અથવા સાધુ હો. આવા એક મિત્ર પણ બસ છે. સાચા મિત્રો કેટલા હોય એ ગણવા માટે, વેઢા તો ઠીક, આંગળીઓ પણ વધારે છે. શેરી મિત્રો સો મળે, તાળી મિત્ર અનેક, જેમાં સુખ-દુઃખ બાટીયે, તે લાખોમાં એક. --આપણને આવા સન્મિત્રનો દુકાળ ન હો. For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ બેલ્લું પાનું -- ૧૦ કઠોર કૃપાનો સ્વીકાર આપણે ઘણી ઘણી ઈચ્છાઓ કરીએ છીએ અને તે બધી પૂરી કરવા મથીએ છીએ. આ બધી ઈચ્છાઓ ફળતી નથી ત્યારે આપણે દુઃખી થઈએ છીએ. ઈચ્છાઓ ફળે ત્યારે તેનો યશ પોતાના કિસ્મતને અને ક્યારેક શ્રદ્ધાવશ, ભગવાનને અપાતો હોય છે. પણ જ્યારે ઈચ્છા ન ફળે ત્યારે તે હતાશ થતો હોય છે, અને છેવટે ભગવાનને ઉદ્દેશીને તેને દોષ દેતો હોય છે. ‘તું દયાળુ છે કે નહીં ! આવા દુ:ખ દેવાના હોય ?' એમ બોલતો હોય છે. પણ ખરેખર તો એ આવી પડેલા દુઃખમાં પ્રભુની કૃપાના જ દર્શન કરવાના છે. આ બાબતમાં કવિ રવીન્દ્રનાથ ટાગોરની કાવ્યકંડિકા હૃદયસ્પર્શી છે ઃ આમિ બહુ વાસના ય પ્રાણપણે ચાઈ વંચિત કરે બાંચાલે મોરે એ કૃપા કઠોર સંચિત મોર જીવન ભરે. અનેક વાસનાનો માર્યો જીવ પર આવીને માંગું છું પણ તેં મને વંચિત રાખીને બચાવી લીધો છે એ કઠોરકૃપા મારા આખા જીવનમાં સંઘરાયેલી રહેશે. આ જે ‘કઠોરકૃપા’ છે તેને સમજવાનો પ્રયત્ન કરવા જેવો છે. મારા વારંવારના અનુભવ આ વાતમાં સાક્ષી પૂરે છે. જ્યારે જ્યારે ઈચ્છા ફળી નથી ત્યારે ત્યારે ક્ષણિક દુઃખ થયું છે; પણ થોડા સમયના અંતરે એ વિતેલી ઘટના તરફ દૃષ્ટિપાત કરું છું, તે પ્રસંગનું વિશ્લેષણ કરું છું ત્યારે પણ તેમાં પ્રભુની કૃપાના કોમળ કિરણોનો જ સ્પર્શ જણાય છે. અને સાચોસાચ પેલું પ્રસિદ્ધ વાક્ય યાદ આવે છે કે ઃ ‘જે થાય તે સારા માટે.' આ આશ્વાસન નથી, પ્રેરણા છે. આ જ સંદર્ભમાં કવિવર ટાગોરનું એક બીજું મહત્ત્વનું વાક્ય યાદ રાખવા જેવું છે : ‘વગર માંગ્યે જે મળ્યું છે તેની જે જવાબદારી છે તે તું પૂરી પાડી શકતો નથી તો તું જે કાંઈ માંગે છે તેની જવાબદારી તું શી રીતે ઉપાડશે ?' એટલે જે કાંઈ બન્યું તે બધામાં તેની કોમળ-કઠોર કૃપાના દર્શન કરવા; તેથી દુઃખ, દર્દ કે ફરિયાદ જેવા વિષાદપ્રેરક વિચાર જ નહીં આવે. For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૧ -- C) પાનું આવો કૂદરત પાસેથી શીખીએઃ આપવા આપણું વિશ્વ કેવું કુદરતમય છે! કુદરત-પ્રકૃતિ-નિર્સગ આપણને કેટકેટલું આપે છે! સતત આપે છે. સર્વને આપે છે. સર્વત્ર આપે છે, આપે જ છે. સૂર્ય ઉષ્મા-હૂંફઅજવાળું અને ચૈતન્ય આપે છે. ચંદ્ર શીતળતા-શાંતિ અને આહ્વાદ આપે છે. આકાશ નિરાંત આપે છે. પવન પૃથ્વીને પાવન કરવાનું કામ કરે છે. સૂર્ય અને પવન વિનાની સૃષ્ટિની કલ્પના કેવી ધ્રુજાવી દે છે. માણસ બગાડે; સૂર્ય-પવન તેને પુનઃ પુનઃ ઠીક કરે છે, સુધારે છે. વૃક્ષોઃ ફળથી લચી પડેલા વૃક્ષો કેવાં મધુર, મીઠાં, જુદા જુદા સ્વાદના, જુદા જુદા આકારનાં ફળોના ઢગલાં આપે છે; તો છોડ ઋતુ ઋતુનાં કેવાં રંગબેરંગી ખીલેલાં, ચોમેર સુગંધ વેરતાં નાના-મોટાં ઘાટીલાં રૂપાળાં, ફૂલો વરસાવે છે. અને વર્ષો તેની તો વાત જ નિરાળી. ઝરમર ઝરમર વરસતો વરસાદ, એ તો પ્રકૃતિ દેવીની મહાપ્રસાદી છે. આ બધાં બધું બસ આપેજ રાખે છે. કશાંય વળતરની અપેક્ષા વિના આપવું એ જ તેમના અસ્તિત્વનો જીવનમંત્ર આપવામાં જ તેમના અસ્તિત્વની સાર્થકતા. માણસે આ બધું લઈને શું શીખવાનું? બસ લેવાનું જ? ના. ના. કુદરતની આ દેણગી આપણને કરજદાર બનાવે છે. એ કરજ આપણે આપણી આસપાસ આપણી પાસેનું વહેંચીને. છૂટે હાથે આપીને ફેડવાનો પ્રયત્ન કરવાનો છે. બસ, આપો આપો. આપવા માટે જ આ અવતાર મળ્યો છે. આપીને ખાલી થવાનું નથી પણ અંતરથી સમૃદ્ધ થવાનું છે. આ આપવાનું જાદુ એવું વાવેતર સમાન છે; જેટલું આપીશું એથી અનેકગણું થઈને ફરીથી આપણાં જ હાથમાં આવે છે. બસ, હવેથી કાંઇ ને કાંઈ આપવું જ છે. છેવટે બધાને સ્મિત તો જરૂર આપવું છે. ખીલેલાં પુષ્પો પાસેથી સ્મિતની દીક્ષા લેવાની છે. અપેક્ષા વિનાના દાનની શીખ કુદરત સિવાય કોણ આપશે? આપણે આપવાનું શરૂ કરીએ." આપણો જીવન મંત્ર તેને ત્યવનમુક્કીથા " હો. RAM For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ દોલનું પાનું-- ૧૨ ત્રીશ્વરવાપાલની ઉતાળ માંગણી પ્રાર્થના એ મનોગત આંતર-ઉક્તિ છે, સ્વગતોક્તિ છે. પ્રાર્થના સૌ સૌની આગવી હોય. પોતાની ભૂમિકા પ્રમાણેની માગણી હોય. જેની સમક્ષ રજુ થાય તેના પ્રત્યેની લાગણી પણ હોય. પોતાના પોતનું પ્રતિબિંબ હોય. અંતરની ઉર્વરામનોભૂમિમાંથી ઉગેલા ભાવપુષ્પ એટલે પ્રાર્થના. સચ્ચાઈથી ભરેલી પ્રાર્થના અવશ્ય ફળવતી બને છે. એ પ્રાર્થના શરણાગતિ માંગે છે. મંત્રીશ્વર વસ્તુપાલે પ્રાર્થના કરી અને તે ફળી છે. તેના શબ્દો આ પ્રમાણે છે : शास्त्राभ्यासो' जिनपदनतिः संगतिः सर्वदायें: सद्वृत्तानां गुणगणकथा दोषवादे च मौनम् सर्वस्यापि प्रियहितवचो भावना चात्मतत्त्वे संपद्यन्तां मम भवभवे यावदाप्तो प वर्गः હે પ્રભુ! હે કરૂણાસિંધુ! આપે અમારા હિત માટે કહેલાં વચનોનો અભ્યાસ કરવાનું બળ આપો. રાગદ્વેષના વિજેતાના ચરણોમાં જ નમસ્કાર કરવાનો ભાવ આપો. જે પુરુષોના મન-વચન-કાયામાં શુભ વિચાર, મંગળ શબ્દો અને પવિત્ર વર્તન હોય તેવા પુરુષોની સોબત મને આપો. એવા શુભ આચાર વિચારવાળા આત્માના ગુણોનું ગાન કરવાનો રસ મારામાં પ્રગટો. કોઈના પણ દોષ દેખાઈ આવે તો તેને જતાં કરું, ભૂલી જાઉં, પણ કોઈની પાસે તેની વાતો ન કરું, કોઈ એ વાત કાઢે તો પણ મૌન રહું એવી ઉત્તમતા મારામાં સહજ બનો. પ્રસંગ આવે ને બોલવું પડે તો એ વચન પ્રિય લાગે તેવા તથા અન્યને હિતકારક બની રહે તેવાં જ સૂઝે એવું કરો. મનમાં જે કાંઈ વિચારો રમતાં હોય તેનું કેન્દ્ર આત્મતત્ત્વ રહે. તે તત્ત્વ અંગેની જિજ્ઞાસા તેના દર્શનની અભિલાષા અને તે સંબંધી વાતની પ્રીતિ જે આગળ જતાં પ્રતીતિમાં પરિણમે એવી વિચારણા મનમાં ચાલતી રહે એવું ઈચ્છું છું. આ સાત માંગણી આ ભવ પુરતી નહીં કિંતુ અહીંથી પછીના પ્રત્યેક ભવે મળતી રહે તેવી પ્રાર્થના પરમના ચરણે મંત્રીશ્વર વસ્તુપાલે કરી છે. આ પ્રાર્થના આપણી પણ બની રહે છે. એનો ક્રમ પણ અગત્યનો છે. શાસ્ત્રાભ્યાસથી જ પ્રજ્ઞાની નિર્મળતા, સૂક્ષ્મતા અને શુભમયતા પ્રગટે છે. પછી ક્રમશઃ આત્માની ભાવનામાં જ મન રમણ રહે. આપણે આપણો સૂર પણ આમાં ભેળવીએ. રોજ થોડો સમય શાસ્ત્ર સંપર્ક દ્વારા એ ઉત્તરોત્તર ગુણોને જીવનમાં અવતરીત કરીએ. For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ ઈચ્છવા જોગ અભિલાષા (વૈતાનીય છંદ્ર) नयनं गलदश्रुधारया, वदनं गद्गद् रुध्धया गिरा । पुलकैर्निचितं कदा वपुः तव नाम ग्रहणे भविष्यति ॥ નાના ક્યારે પ્રભુ તુજ સ્મરણથી, આંખો થકી આંસુ ઝરે, ક્યારે પ્રભુ તુજ નામ વદતાં, વાણી મુજ ગદ્ ગદ્ બને; ક્યારે પ્રભુ તુજ નામ શ્રવણે, દેહ રોમાંચિત બને, ક્યારે પ્રભુ મુજ શ્વાસે શ્વાસે, નામ તારું સાંભરે. ૧૩- સમગ્ર હૃદયના તમામ તાર જેના નામ શ્રવણે કે નામ સ્મરણથી ઝંકૃત થઇ ઊઠે તે આપણી પ્રિયતમ વ્યક્તિ. આનો અનુભવ ભૌતિક સ્તરે, દૃશ્ય વ્યક્તિના વિષયે બન્યો છે; બની શકે છે. આ અનુભવ જો અદશ્ય પરમતત્વ વિષયે અનુભવવો હોય તો તેની પ્રાર્થના પણ તેને જ કરવી રહી. विस्तु पार्नु એ રીતે આ પ્રાર્થના ચૈતન્ય મહાપ્રભુની છે તે આપણી પણ બને. આ પદ્યાનુવાદમાં આ વિચાર સ્પષ્ટ છે. For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ છેલ્લું પાનું-- ૧૪ | Gીતરી ખજાના¢ ગીત દષ્ટિ એવી સૃષ્ટિ એવી સાદી કહેવતમાં સદીઓના અનુભવનો જે નીચોડ ભર્યો છે તે તો જ્યારે આપણે તેની નજીકની ભૂમિકામાંથી પસાર થઇએ ત્યારે જ સમજાય છે. માણસ ગમે ત્યાંથી પસાર થાય, ગમે તે જુએ; પરિસ્થિતિ કે દશ્ય ગમે તે હોય, પણ દર્શન તો જોનારની દષ્ટિ અનુસાર જ થવાનું. કઈ નજરે જોવાય છે એના ઉપર જ તેના દર્શનનો આધાર છે. જે કાંઈ જાદુ છે તે જોનારની નજરમાં જ છે. ' આપણે તો બહારની સપાટીના માણસો. ચર્મચક્ષુના માણસો. આપણને જે દેખાય તે બહારનું, ઉપર ઉપરનું. જ્યારે અંદરનું વિશ્વ સાવ નિરાળુ છે. અંદરના ચક્ષુ - દિવ્યચક્ષુ -ઊઘડી જાય પછી જે જોવાય છે તે તો કાંઇ ઓર જ છે. અંદરનો એ ખજાનો ખુલી જાય તો તેની ભવ્યતા અસીમ હોય છે. કવિ ધ્રુવ ભટ્ટનું આવા ભાવાર્થનું ગીત છે. ગીતકારને અંદરના આ ખજાના ચાવી હાથ લાગી છે. ખજાનો ખૂલી ગયો છે એટલે એમણે અંદર નજર ઠેરવી છે. રસ્તે ચાલતા એમ જ ટેવવશ કોઈ પુછે છે કેમ છે? ઓચિંતુ કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે? આપણે તો કહીએ કે દરિયા શી મોજમાં ને ઉપરથી કુદરતની રહેમ છે... ઉપરથી પુછાયેલ પ્રશ્નનો ઉત્તર અંદરથી અપાય છે. ખુમારીથી છલકાતું હૃદય બોલે છેઃ મોજમાં છું. દરિયાની લહેરને મોજાં કહેવાય છે. “મોજે દરિયા કહેવાય છે. For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૫-- છેલ્લું પાનું એ મોજ શબ્દ અહીં વપરાયો છે. મોજ છે અને ઉપરથી કુદરતની રહેમ છે. કવિ આટલું કહી અટકતા નથી, આગળ ગાય છેઃ ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે છલકાતી મલકાતી મોજ એકલો ઊભું ને તોય મેળામાં હોઉં એવું લાગ્યા કરે છે મને રોજ તાળું વસાય નહીં એવડી પટારીમાં આપણો ખજાનો હેમખેમ છે ... સામાન્ય રીતે લોકો મોજ-મજાનો સંબંધ પૈસા જોડે જોડતા હોય છે, એટલે અહીં મોજને ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે, અને એ મોજ પણ છલકાતી અને મલકાતી છે. અંદરથી ભરાયેલા અને ધરાયેલા હોય ત્યારે એકલવાયાપણું નથી લાગતું. મેળા જેવી જ સભરતાનો અનુભવ થાય છે. ખજાનો રાખવાનો પટારો નથી પણ પટારી છે. નાની છે અને તેમાં મૂકેલો ખજાનો ખુલ્લો છે, કોઇ લૂંટી ન જાય તેવો છે; તેથી તે હેમખેમ છે, કોઇ ચિંતા નથી. આંખોમાં પાણી તો આવે ને જાય નથી ભીતર ભીનાશ થતી ઓછી વધ-ઘટનો કાંઠાઓ રાખે હિસાબ નથી પરવા સમંદરને હોતી સૂરજ તો ઊગે ને આથમી યે જાય મારી ઉપર આકાશ એમનેમ છે આપણે તો કહીએ કે ... સંસારના સંબંધોના સુખ-દુઃખ અડતાં નથી એવું નથી. સંવેદનશીલતા છે તેથી તો તેની અસર થાય છે પણ તેની દરકાર નથી- નોંધ નથી. એટલે તે અસર બહાર જ રહે છે. અંદરની ભીનાશ તો અકબંધ જ છે, તે ઓછી થતી નથી. જે કોઇ વધ-ઘટ થાય, ભરતી-ઓટ આવે તેનો હિસાબ તો કાંઠા પાસે; સમદરને તો તેનો અણસાર પણ નથી હોતો. સૂરજ ઊગે અને આથમે તેની નોંધ ભલે પૂરવ અને પશ્ચિમ દિશા રાખે. ઉપરનું આકાશ તો એમનું એમ છે. તેને હર્ષ-શોકની છાયા નથી અડતી. આવી અંદરની સભર અને અકબંધ ખુમારીનું ગીત કોઇક જ વાર કોઇ મોજીલા અલગારીના મુખમાંથી નીકળી આવે આપણને ભીંજવી જાય. આવી ખુમારી આપણી પણ હોય તો કેવું સારું ! For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ છેલ્લું પાનું-- ૧૬ દિલમાં દયાWઝરણું વાવીએ (શર્વિત્નવિક્રિડિત) आयुर्दीघतरं व पुर्वरतरं गोत्रं गरीयस्तरं , वित्तंभूरितरं बलंबहुतरं स्वानित्वमु:च्चैस्तरं । आरोग्यं विगतनंतरं त्रिजगतिश्लाघ्यत्वमस्वेतरं संसाराम्बुनिधिंकरोति सुतरंचेत:कृपार्टान्तरम् ।। (સિદ્નર પ્રશ:) ઉચ્ચ કુળ ને, શરીર સારું, આયુ પણ લાંબુ તેનું, બળમાં વૃદ્ધિ, પુષ્કળ પૈસો, માન વધે જગમાં તેનું; થાય પ્રશંસા સઘળે તેની, દેહે જેને રોગ ન થાય, જેના દિલમાં દયા ભરી છે, તે મુક્તિમાં વહેલો જાય, (શ્યામજી માસ્તર) For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ જાકો શખે સાંઈયા... વાત નાની છે. પણ ક્યારેક જ બનતી જોવા મળે તેવી છે. કુદરત સ્વયં જેનું રખોપું કરે તેવું વ્યક્તિત્વ પૂજ્ય આચાર્યશ્રી નેમિસૂરિ મહારાજનું હતું. કુદરત તેમને સાનુકૂળ થઈને રહેતી હતી તે દર્શાવતા અનેક પ્રસંગોમાંથી એક પ્રસંગ જોઈએ. તેઓ પોતાનું જીવન અન્યને માટે જીવતા હતા એ આ પ્રસંગો પરથી જણાઈ આવે છે. આ ભાવ કવિ બોટાદકરની આ પંક્તિમાં સુપેરે રજુ થયો છે ઃ અર્પી જીવન વિશ્વને, કૃતગતિ જે એતદર્થે કરે, ઇચ્છા માત્રથી અત્તરાય સઘળાં તે વીર કાં ન તરે ! ૧૭ -- છેલ્લું પાનું પૂજ્યશ્રી અમદાવાદ હતા ત્યારે આર્દ્રા નક્ષત્ર ચાલી રહ્યું હતું. આર્દ્રના છેલ્લા તેર દિવસ બાકી હતા. ચોમાસું બોટાદમાં નક્કી થયું હતું. બોટાદ જવા વિહારને રસ્તે, કોઠ-ગુંદી થઈને પૂજ્યશ્રી ફેદરા પધાર્યા. ફેદરાથી ખડોળ લાંબું થાય. ભાલનો પ્રદેશ સાવ વેરાન. સાંજે થોડો વિહાર કરી વચ્ચે સંથારો કરી, વળતે બીજે દિવસે ખડોળ પહોંચવું એમ નક્કી ઠરાવ્યું. જ્યાં રાત્રી મુકામ કર્યો ત્યાં કોઈ ગામ-સીમ ન હતા એટલે પાંચ પીપળા કહેવાય એવી જગ્યાએ તંબૂ-રાવટી નાખીને સ્થાન ઊભું કરાવ્યું. સાથે સાત ઠાણા હતા. આજુબાજુના ખેડૂતોએ આવીને કહ્યું કે ઉનાળાની ગરમીના દિવસો છે એટલે વીંછીનો ઉપદ્રવ રહે છે. સંભાળજો. મહારાજ સાહેબે તંબૂ ફરતી પાળ કરાવી. સાધુઓને સૂચના કરી કે રાત્રે માત્રુ કરવા પણ આ પાળ ઓળંગવી નહીં. તે રાત્રે એક સાધુ મહારાજ પ્રમાદવશ બહાર ગયા, પાળ ઓળંગી ત્યાં જ વીંછીએ ડંખ દીધો. મહારાજ સાહેબે સહજ ઠપકો આપી, હળવેથી પ્રેમાળ હાથ ફેરવી વીંછીનો ડંખ ઉતાર્યો. વહેલી સવારે હજુ તો ઘેરો અંધકાર હતો. થોડી વારે, હાથની રેખાઓ માંડ દેખાય એટલું અજવાળું થતાં વિહારની તૈયારી કરવા કહ્યું. સાથેના માણસો કહે, રાત્રે વરસાદનું મોટું ઝાપટું આવ્યું જણાય છે. હજુ પણ ફર ફર ચાલુ છે. તંબૂ ફરતે પચાસ પચાસ ડગલાં દૂર વરસાદ અને તંબૂમાં પાણીનું એક પણ ટીપું નહીં ! તંબૂની અંદરનો ભાગ એકદમ કોરો કટ ! જોનારને આશ્ચર્ય થયું. કુદરત આ રીતે તેમનું રખોપું કરતી હતી. આ એમની સત્ત્વશીલ સાધુતાનો પ્રભાવ છે. આવું કેટલાંયે પ્રસંગોમાં બન્યું છે છતાં પોતે તો સાવ નિર્લેપ જ રહેતા ! આવા પુરુષના સ્મરણથી પણ આપણાં મનના મેલ, વિકાર અને વિભાવ ચાલ્યા જાય તેમાં આશ્ચર્ય નથી. જય હો, જય હો, જય હો આવી સાધુતાનો ! For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ છેલ્લું પાનું -- ૧૮ આજ રોટી શા નહીં બોલતી હૈ ! ભારતીય આર્ય પરંપરાને શોભાવનાર અનેક સંતો થયા તેમાં નજીકના સમયમાં એક સંત થયા - રણછોડદાસજી મહારાજ. એક જ ટંક ભોજન લે; અને તે પણ એક જ દ્રવ્ય ખીચડી. તેઓ જાતે જ રાંધે. એમાં પણ ચોખા અને દાળ, ત્રીજું પાણી બસ ! આજ બપોરે તે આવતી કાલ બપોરે ! એ ખીચડી જેમાં રાંધી હોય તે તપેલીમાં ચોંટેલા અનાજના કણ ખાનારા કહેતા કે અમૃત કેવું હોય તે ચાખ્યું નથી પણ અમૃત હોય તો તે આવું જ હોય એમ લાગે છે ! વર્ષો વીતતાં એમની વય વધી ત્યારે ભક્તોનો આગ્રહ થયો એટલે રોટી અને શાક લેતાં. છેલ્લા વર્ષોમાં તો માત્ર રોટી જ લેતાં અને તે પણ રોજ રોજ એક જ વ્યક્તિએ તૈયાર કરી હોય તે જ ! એકવાર બીજા એક બહેન આવ્યા. રોજ સત્સંગમાં આવતાં. ભાવિક હતા. તેમને મન થયું. જે બહેન હંમેશા રોટી કરતાં હતા તેમને કાલાવાલા કરીને તે દિવસ પૂરતી માંગણી કરી અને તેમણે રોટી બનાવી દીધી. પીરસવાનું કામ તો પેલા રોજ તૈયાર કરનાર બહેને જ કર્યું. રોટી પીરસાઈ. સાથે પાણી પણ મૂકાયું. રણછોડદાસજી મહારાજે જમવાનું શરું કર્યું. એક કોળીયો ખાધો. બીજે કોળીયે મહારાજ બોલી ઉઠ્યાઃ આજ રોટી રામ નહીં બોલતી હૈ ! પીરસનાર બહેન બાજુમાં જ હતા. શરમાઈ ગયા. મોં પડી ગયું. ક્ષમા માંગી. અંતરંગની નિર્મળતા શી હશે ! એ બહેન રોજ રોટી કરતાં એમનાં ચિત્તમાં માત્ર રામ નું જ રટણ સ્મરણ કરતાં ! રોજ પોતાને હાથે લોટ દળવાનું શરું કરે ત્યારથી લઈને કણક બાંધતા, રોટલી વણતાં, એને ચોડવતાં; રણછોડદાસજીને પીરસતાં... તે છેક મહારાજ જમીને ઊભા થાય ત્યાં સુધી એ બહેનના હૃદયમાં સતત રામ રામ ના જાપ ચાલે ! એ મંત્ર એવો જપે કે, જમતાં જમતાં જમનારને પણ એ જ મંત્રનો હૃદયમાં પડઘો પડે ! જ્યારથી મેં આ પ્રસંગ સાંભળ્યો ત્યારથી મારું મન, આજ રોટી રામ નહીં બોલતી ! તે વાક્ય બોલ્યા જ કરે છે. For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૯-- eતું પાનું સલામ કરસી મતો વર્ષો પહેલાંની એટલે કે લગભગ નેવું વર્ષ પહેલાંની આ વાત છે. સૌરાષ્ટ્રનું પીઠવા જાળ નામે એક નાનું ગામ. ગામમાં એક ભલો માણસ રહે. કરસન એનું નામ. ધંધો લુહારનો. કામ લોઢા સાથે પણ હૈયું તો જાણે મીણનું બનેલું! દયા તો રૂવેરૂંવે ભરેલી. ભૂખ્યાને ભોજન કરાવે અને તરસ્યાને જળ આપે, થાકયાને વિસામો દે. આવાં બધાં કામો જોઈ લોકો એને ભગત કહેતા. એ નામે જ ઓળખાય. અને વાત પણ સાચી. કોઢમાં થોડું ઘણું કામ કરીને ભગત નીકળ્યા જ હોય. ગાયોને ઘાસ નીરે, પંખીઓને ચણ નાંખે, કૂતરાને રોટલા દે. આ જ તેમનું કામ! બેઠી દડીનું શરીર, ભીનો વાન, પણ આંખો પાણીદાર. કોઈનું યે દુઃખ ભાળ્યું ન જાય. સ્વભાવે ભારે ટેકીલા. ગામ આખામાં એમની શાખ સાચા અને ધર્મી તરીકેની. પણ એકવાર ગામમાં એવું થયું કે સાંભળનાર વિચારમાં પડી જાય. દિવસ હતો હુતાશનીનો, હોળીનો. નાનું એવું ગામ. એ પંથકના ગામમાં એવો રિવાજ કે એ દિવસે બધા કાંઈ ને કાંઈ ભૂંડું બોલે. દરેકે દરેકને અપશબ્દ બોલવાના! ભલે એકવાર તો એકવાર, પણ ગાળ બોલવાની.ગામચોરા પાસે આખું ગામ ભેગું થયું હતું. વારો આવે તેમ એક-એક જણ મોંમાંથી અપશબ્દ ઓકતો જાય! એવામાં કરસન ભગત ત્યાંથી પસાર થતા બધાએ જોયા અને આડા ઊભા રહી તેમને આંતર્યાઃ ભગત, ભૂંડું બોલો. ભગત કહેઃ જિંદગીમાં નથી બોલ્યો તો આજે કાં બોલું? ટોળું જીદે ચડ્યું. ગામના મુખી પણ એમાં ભળ્યા! ગામમુખી કહે: ભગત ગાળ બોલે તો ગામને જે લાગો ભરવાનો છે તે માફ કરી દઈશ. આવી લાલચે પણ ભગત એકના બે ન થયા. ટોળું જીદ કરતું રહ્યું. મુખીનો મુક્કો મજબુત થયો. એનું મન વળે ચડ્યું. કહેઃ ભગત, તમે એક પણ અપશબ્દ નહીં બોલશો તો આવતીકાલ સવાર સુધીમાં ઊચાળા ભરી આ ગામ છોડી દેવું પડશે. - હવે તો ગામના મોટેરાઓ ભગતને સમજાવવા લાગ્યા. ભગત, એકવાર બોલી દો ને! પણ ભગત કોનું નામ. મૌન જ રહ્યા. મોંમાંથી અપશબ્દ કેમ નીકળે? વળતે દિવસે વહેલી સવારે, પેઢી દર પેઢીનું વતન, જામેલો ધંધો, કાયમી ઘરાકી, જૂના ગાઢ સંબંધોને પીઠ કરીને, ઘરવખરી ભરેલા એક ગાડા સાથે ચાલી નીકળીને નજીકના તરક તળાવ ગામે જઈને રહ્યા! કેવું ધીંગું ખમીર! સ્વીકારેલા ધર્મમાં કેવી અડગતા! ॥ अकर्तव्यं नैव कर्तव्यं प्राणै कण्ठगतैरपि ॥ ન કરવું તે ન જ કરવું, ભલે ગળે આવે પ્રાણ' For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ છેલ્લું પાનું-- ૨૦ “પ્રઐત્તિળ ઉત્તર વિધિનું મહત્ત્વ પૂર્વ વિધિ જેટલું જ છે અને તે આપણે ઘણી બાબતમાં સાચવીએ પણ છીએ. કોઈને ભોજન કરાવીએ તો તે પછી મુખવાસ,પહેરામણી, દાન-દક્ષિણા વગેરેની કાળજી લઈએ છીએ. અતિથિ આવ્યા હોય, પછી જ્યારે તે વિદાય લેતા હોય તો તેમને વળાવવા સાત-આઠ ડગલાં જઈએ છીએ, જવું જોઈએ એમ માનીએ છીએ. --આ ઉત્તરવિધિ થઈ. એ કરવાથી કાર્ય પૂર્ણ થયું ગણાય. જેમ ભોજનમાં ભાત પીરસાય એટલે તે પૂર્ણ ભોજન કહેવાય તેમ. આ ઉત્તરવિધિને આપણા રોજિંદા જીવનમાં વણી લેવાની જરૂર છે. કોઈએ આપણને કંઈ કામ ભળાવ્યું. જ્યારે એ કામ કરવાનું આપણે સ્વીકાર્યું તો તે કરી લીધા પછી, તે આ રીતે પૂર્ણ કર્યું છે તેમ તેમની પાસે જઈ નિવેદન કરવું જરૂરી છે. તેમ કરવાથી જ તે કાર્ય પૂર્ણ થયું ગણાય. આ ઉત્તરવિધિ થઈ. શ્રી કલ્પસૂત્રમાં આ વિધિનો | ઉલ્લેખ વારંવાર આવે છે. સિદ્ધાર્થ મહારાજા પોતાના કર્મચારીને કહે છે કે : આ, આટલું, આમ કરો, કરાવો. કરી કરાવીને આ આજ્ઞા મને પરત કરો, કે આ, આટલું આ રીતે થઈ શકર્યું. આ આટલું આ રીતે, આ કારણે નથી થઈ શકયું. આમ એ વિધિ પૂર્ણ થાય છે. એક ઉત્તમ રીતભાતરૂપે આપણા રોજિંદા વ્યવહારમાં આ દાખલ કરવા જેવું છે. તે પ્રમાણે કોઈ યાત્રા-પ્રવાસ, ઓપરેશન, પરીક્ષા કે એવા કોઈ પ્રસંગે ગુરુમહારાજના આશીર્વાદ લેવા ગયા, લીધા. કાર્ય સાનંદ અને સાંગોપાંગ સંપન્ન થયું. તો તે પછી એ જ ગુરુમહારાજ પાસે જઈ કહેવું જોઈએ કે આપશ્રીએ કૃપાપૂર્ણ એવા સુંદર આશીર્વાદ આપ્યા | કે આપશ્રીની કૃપાથી અમારો યાત્રા-પ્રવાસ, ઓપરેશન, પરીક્ષા નિર્વિદને પાર પડ્યાં. આમ કરવાથી તે ઉત્તરવિધિ પૂર્ણ થઈ ગણાય. કાર્ય-સેવા કરવાનું જ સ્વીકાર્યું આવેલું કાર્ય નિર્વિદને પૂર્ણ થાય તે માટે આશીર્વાદ લેવા ગયા, તો તે પછી તે જાણ કરવી તેટલી જ જરૂરી છે. આમ કરવાથી તે વિધિ પૂર્ણ થઈ કહેવાય. હવેથી એ રીતે કરવાની રસમ ટેવ રૂપે શરૂ કરીએ. For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ શેઢાનો આંબો ૨૧ -- છેલ્લુ પાનું સૌરાષ્ટ્રના એક નાના ગામડામાં બનેલી ઘટના છે. ગામના પાદરના રસ્તેથી, ખેતર ખેડીને, બે દીકરા સાથે બાપા, ઘર ભણી ચાલ્યા આવે છે. બાપાની વાત્સલ્યભરી નજરથી ઊછરેલા બન્ને દીકરા પણ પ્રેમ-સભર રહેતાં. અને આમ, પ્રેમભર્યા અમીથી સીંચાયેલાં એમનાં કસદાર ખેતર પણ મધમીઠા પાકથી છલકાતાં ! આ પથકમાં આ કુટુંબ, ખારા દરિયામાં મીઠી વીરડી જેવું, પંકાયેલું હતું. કાળને કરવું ને બાપા દેવલોકે પહોંચ્યા. કારજ-વિધિ કરીને, બાપાની આંખડીના અમીથી સીંચાયેલું કુટુંબ એવું જ રહે માટે, બન્ને ભાઈઓએ ખેતરના બે ભાગ કર્યા. મોટાએ કહ્યું, તું નાનો છે એટલે તારો હક્ક પહેલો, તને ગમે તે ખેતર તારું. નાનો કહે, મારી ફરજ છે, તમને ગમે તે તમે રાખી લો. બાકીનું મારું. આમ મીઠી રકઝક થઈ ! પૂરવનું મોટાએ રાખ્યું અને પશ્ચિમનું નાનાના ભાગે આવ્યું. પછીના ઉનાળે, કેરી આવવાનું ટાણું આવ્યું. બન્ને ભાઈઓ ભેગા થયા. ખેતર તો બે હતાં અને બન્નેને મળ્યાં; પરંતુ આ આંબો તો એક જ છે, બે ખેતરના શેઢા વચ્ચે છે. મોટો કહે, એમાં શું ? જેટલી કેરી ઊતરશે એના બે ભાગ કરીએ. એમ જ થયું. કોઈ કંકાશ નહીં, કચવાટ નહીં. બન્નેના હૃદયમાં બાપાએ સીંચેલા અમી એવાં જ ભરપૂર સચવાયેલાં એટલે કીચૂડ-કીચૂડ એવો અવાજ જ નહીં ! કાળનો ક્રમ ચાલતો રહ્યો. બન્ને ભાઈઓ, એક પછી એક એમ, બાપાને મળવા ચાલી નીકળ્યા; એક માગસરમાં અને બીજો મહામાં ! બન્નેને વસ્તાર For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ છેલ્લું પાનું-- ૨૨ હતો. મોટાને ત્રણ દીકરા અને નાનાને એક. પરસ્પર પ્રેમ આ સંતાનોમાં પણ ઊતરી આવેલો. સંપ તો દૂધ-પાણી જેવો ! દૂધ ઉપર તાપ આવે એટલે પાણી કહે : હું છું ત્યાં સુધી તને બળવા નહીં દઉં. એક બીજા માટે પાણી-પાણી થઈ જાય એવા. વળી વસંતે વિદાય લીધી ને ઉનાળો આવ્યો. આંબે મોર આવ્યા; મરવા - આવ્યા. શાખ બેઠી ને કેરીના ભારથી આંબો લચી પડ્યો. બે ખેતરને જોડતો આંબો શોભી રહ્યો હતો. વડીલોના આશિષની સરવાણી પવનની લહેરખી બનીને હેત વરસાવતી હતી. આંબો વેડાયો ત્યારે ચારેય ભાઈઓ ટોપલે ટોપલા ભરીને ઠલવાતી કેરીઓ નિહાળી રહ્યા ! મોટા ભાઈના દીકરાઓએ દર વર્ષની જેમ બધી કેરીઓના બે ભાગ પાડ્યા. ત્યાં નાના ભાઈનો દીકરો બોલી ઊઠ્યો : આ શું કરો છો? મોટા ભાઈનો દીકરો કહે : હંમેશની જેમ ભાગ પાડ્યા. નાના ભાઈનો દીકરો કહે : એમ નહીં. ચાર ભાગ પાડો. આપણે ચાર ભાઈઓ છીએ. આટલું બોલતાં એ રડી પડ્યો. વળી કહે : બે ભાગ કરી મને પાપમાં ન પાડો. હું તો એક છું અને તમે ત્રણ છો. મારાથી તમારા ભાગનું ન લેવાય. અણહક્કનું મારે ન ખપે. ખૂબ રકઝકને અંતે ચાર ભાગ પડ્યા! બધાની નેહ-ભીની આંખ છલકાતી હતી. નાનાના દીકરાએ કહ્યું : હવેથી કાયમ માટે આમ જ કરવાનું. ઝોળીને કાયમ સાચવવી હોય તો એમાં માપનું જ ભરાય. વધારે ભરાય તો ફસકી જાય અને બધું ધૂળમાં જાય. ન્યાયનું લઈએ અને ન્યાયનું દઈએ. તમે બધા મોટા છો. હું ભૂલતો હોઉં તો મને વારજો. આ તો આપણા શેઢાનો આંબો! એનો છાયો આપણને બધાને મળે. એનાં ફળ પણ બધાને મળે, એવી કુદરતની મરજી છે; એને આપણે વધાવીએ અને સુખી રહીએ. For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ ૨૩-- દોલતું પાનું भ्रातृदेवो भवः॥ Gળાઈ હો તો આવા જો વિક્રમની વીસમી સદીના રાજનગરના નરરત્નોની યાદી બનાવીએ તો શ્રી મનસુખભાઈ ભગુભાઈનું નામ લેવું જ પડે. એવું તેમનું કામ અને નામ હતું. શ્રી દેવ અને ગુરુની અથાગ ભક્તિ, ઉદારતા, બાહોશી, દીર્ધદષ્ટિપણું, આ બધું તો હતું જ પણ તેમના દરિયાવ દિલના દર્શન કરાવતો એક પ્રસંગ આજે અહીં વર્ણવવો છે. શ્રી મનસુખભાઈ ભગુભાઈ અને જમનાભાઈ ભગુભાઈ બે ભાઈઓ મૂળ પેથાપુરના પણ વર્ષોથી અમદાવાદ આવી વસેલા. શહેરમાં કાલુપુર ટંકશાળ પાસે ટેમલાની પોળમાં રહેતા. પુણ્ય જાગતું હતું. ભાગ્ય ઝગારા મારતું હતું. દેશ-પરદેશમાં એમના વ્યાપાર-વણજ ચાલે. વછિયાત-વેપારી રોજ રોજ સંખ્યાબંધ આવતા. બધાની ખૂબ મહેમાનગતિ થતી રહેતી. ઘર મોટું અને વિશાળ હતું, તો પણ નાનું લાગતું. શહેરની બહારના વિસ્તારમાં ખાનપુરમાં એક નવો બંગલો બનાવીને રહેવા લાગ્યા. પણ આ બંગલો પણ સાંકડો પડવા લાગ્યો તેથી મનસુખભાઈ માટે એક વિશાળ બંગલો બનાવવાનો વિચાર કર્યો અને શાહીબાગ-ગિરધરનગર પાસે એક મોટો બંગલો બનાવવો એમ વિચાર્યું ભાઈઓ બેહતા પણ જીવ એક હતો.મનસુખભાઈને એક સંતાન-માણેકભાઈ. જમનાભાઈને સંતાન ન હતું. પણ માણેકબેન શેઠાણી જાજરમાન નારી-રત્ન હતાં. જાણે હરકોર શેઠાણીનું જ બીજું રૂપ જોઈ લો. જમનાભાઈ ભલા અને ભદ્રિક હતા. મનસુખભાઈ કાબેલ, વિચક્ષણ અને નેકદિલ હતા. વ્યાપાર-વણજ બધું તેઓ જ સંભાળતા એટલે તેમને ત્યાં અવર-જવર વધારે રહે તેથી તેમને માટે મોટો બંગલોબાગ-બગીચા, મોટર ગેરેજ, માળી - ધોબી વગરેની વસાહતવાળો બંગલો અને ત્યાં મનસુખભાઈને રહેવા જવાનું. અને જે ખાનપુરનો બંગલો હતો ત્યાં જમનાભાઈએ રહેવાનું આમ નક્કી થયું. વિ. સં. ૧૯૭૪ની આ વાત છે. બંગલો તૈયાર થઈ ગયો. વાસ્તુનું મુહૂર્ત પણ નક્કી થયું. સગાં-વહાલાં અને મહેમાનો બધાને નિમંત્રણ પાઠવવામાં આવ્યાં હતાં. વાસ્તુના આગલે દિવસે બન્ને ભાઈઓ, પરિવાર, મહેતા-મુનિમને લઈને બને For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ છેલ્લું પાનું-- ૨૪ બંગલે નજર કરવા ગયા. બધું કામ લગભગ પૂરું થયું હતું. થોડું થોડું બાકી હતું. ઠીક-ઠાક કરવાની સૂચનાઓ અપાતી હતી. બંગલાના રંગ-રોગાન, બારી-બારણાં, ભીંત-ફરસ-છત -- બધું જ મજબૂત, ટકાઉ અને સુંદર બન્યું હતું મનસુખભાઈ આમ તેમ ફરતા હતા ત્યાં એકાએક, જમનાભાઈ બારણા વચ્ચે ઊભા રહી ટગરટગર જોતા હતા એના પર એમની નજર પડી. મનસુખભાઈ પાસે જઈને નાનાભાઈને ખભે હાથ મૂકી પૂછે છે : જમના! શું જુએ છે? જમનાભાઈ કહે ભાઈ! બંગલો તો સુંદર બન્યો છે. તરત મનસુખભાઈ બોલ્યા જમના! તને આ બંગલો ગમતો હોય તો તું રાખ. હું ત્યાં જ રહીશ. જમનાભાઈ કહેઃ ના..ના...ભાઈ, આ બંગલો આપના માટે બરાબર છે. મોટાભાઈએ ફરી કહ્યુંઃ તને ગમે છે તો તું રાખ. એક સાદી બોલ-પેન કોઈકને આપતા હોઈએ તેમ આખો વિશાળ બંગલો આપી દીધો. બીજે દિવસે બંગલાનું વાસ્તુ થયું. જમનાભાઈની ઘર-સામગ્રી ગીરધરનગરના બંગલે આવી. ત્યારથી આ બંગલો શેઠ જમનાભાઈનો બંગલો બની રહ્યો. આજે પણ ઊભો છે. ભાઈ-ભાઈ વચ્ચેનો આવો પ્રેમ જોઈ આપણા મુખમાંથી પણ સહજ ઉદ્ગાર નિકળે કે, “ભાઈ હો તો આવા હોજો.” આવા હૃદયનો નિર્મળ સ્નેહ આપણને મળે તો કેવું સારું! “આવા હૃદયનો નિર્મળ સ્નેહ આપણને મળે તો કેવું સારું!” For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૫ -- છેલ્લું પાનું. GIોસો – દવાનો કે આનો ? વિકાસના માર્ગે આપણે હરણફાળ ભરી રહ્યા છીએ, એવું આજે ગાઈ વગાડીને કહેવામાં આવે છે. પરિણામ તપાસતાં તેનાથી વિપરીત પરિસ્થિતિ માલુમ પડે છે. સંવેદનશીલતા એ હૃદયનો ધર્મ છે. તેને આડે બુદ્ધિનો પથ્થર એવો નડે છે કે તેના સંસર્ગથી સંવેદનશીલતા બુટ્ટી થતી જાય અને ક્રમશઃ હણાતી જાય તેવું પણ બને. સંવેદનશીલતા સતેજ હોય તો સૂક્ષ્મની સક્રિયતાનો અનુભવ થયા વિના ન રહે. કેટલાક મહાનુભવોમાં સૂક્ષ્મની અમર્યાદિત શક્તિનો પૂરો ભરોસો જોવા મળે છે. આપણે પણ એને સરવા કાને સાંભળવાનો પ્રયત્ન કરીએ, તો આપણને ય સંભળાય! દવા-ઔષધ એ સ્થૂળ છે. આદશ્ય આંખથી દેખાય છે અને તેની અસરકારકતા પણ છે; જ્યારે દુઆ એ સૂક્ષ્મ છે. એ એકમનોભાવ છે. એ અનુભવસ્વરૂપ છે. દુઆની અસરકારકતા ઘણી વધારે છે, ઘણી ઝડપી છે. દુઆના પ્રસંગો તમારા જાણવામાં, સાંભળવામાં આવ્યા હશે. તેના પર મનન કરશો તો, ચૈતન્યનો એક અંશ સક્રિય બને છે, તેનું આશ્ચર્યકારક એવું ફળ મળે છે, તે તમને સમજાયા વિના નહીં રહે. દુનિયાદારીના કારોબારમાં જેને અશક્ય એવું લેબલ લગાડવામાં આવ્યું છે તેવાં કામ કુદરતના કારોબારમાં શક્ય બની ગયાં છે. તેથી આપણે સ્થૂળથી પણ વધુ ભરોસો સૂમનો કેળવીએ અને તેનાં મીઠાં ફળ પામીએ? હવે એક પ્રસંગ જોઈએઃ વાત છે ભાવનગરના મહારાજા ભાવસિંહજીની. તેઓ કોઈ કામ પ્રસંગે ધરમપુર સ્ટેટના મહેમાન થયેલા. ત્યાં, ઘોડા પર બેસીને બહાર પધાર્યા હતા અને ઘોડા પરથી પડી ગયા બેભાન થઈ ગયા. આ સમાચાર ભાવનગર પહોંચ્યા કે તરત જ દિવાન શ્રી પ્રભાશંકર પટ્ટણી તાબડતોબ ધરમપુર જવા રવાના થયા. સાથે રૂપિયા ત્રણ હજાર રોકડા પણ લીધા. ધરમપુર પહોંચી પટ્ટણીજીએ પહેલું કામ કર્યું, બે હજાર રૂપીયા દાન માટે જુદા રાખ્યા અને રસ્તે જે કોઈ સંન્યાસી-બાવા-ફકીર-ગરીબ-ગુરબાં મળે તેને છૂટે હાથે દાન દેવા માંડ્યું અને મહારાજ માટે દુઆ માંગી. એમ કરતાં તેઓ દરબારગઢની નજીક પહોંચ્યા. ત્યાં એક ઓટલા પર એક ફકીર બેઠા હતા. આંખે અખમ લાગ્યા. તેમની પાસે જઈ તેમના હાથમાં રૂપિયા મૂકવા માંડ્યાં. ફકીર કહે: ‘મારે ન જોઈએ.” દિવાન પટ્ટણીજીએ કહ્યું કે, “ભલે, આપના હાથે બીજાને આપજો, પણ લ્યો.' આજુબાજુ ભેગાં થયેલાને રૂપિયાની ખેરાત કરી અને છેલ્લે એક રૂપિયો પોતે રાખ્યો. પટ્ટણીજીએ દુઆ માંગી. સર પ્રભાશંકર પટ્ટણી દરબારગઢમાં ગયા. ત્યાં વાતાવરણ ગંભીર હતું. મહારાજા સાહેબ - સૂનમૂન બેભાન પડ્યા હતા. ચિંતિત વૈદ્યો ઉપચાર કરી રહ્યા હતા. પટ્ટણીજી મહારાજ નજીક જઈ, શાંત ચિત્તે આંખ મીંચી, જરા વાર બેઠા. મનોમન પેલા ફકીરને યાદ કરીને મહારાજને માથે હાથ ફેરવ્યો.મહારાજ હળવે-હળવે ભાનમાં આવ્યા. સૌ અવાક થઈ આ ચમત્કાર જોઈ આશ્ચર્ય પામ્યા! આ ચમત્કાર દુઆનો હતો. For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ cોલુ પાનું-- ૨૬ કાવ્યશાસ્ત્રવિણોદેol. લેખન અને કથન વિષે રમુજભરી રજુઆત चतुरः सखि ! मे भर्ता में लिखितं परो न वाचयति। तस्मदपि मे चतुरः स्वयमपि लिखितं स्वयं न वाचयति॥ પાણી ભરવા ગયેલી કેટલીક સખીઓ પરસ્પર વાર્તા વિનોદ કરતી હતી. હે સખી! મારો સ્વામી એટલો તો હોંશિયાર છે કે તેમણે લખેલું હોય તે બીજા ન વાંચી શકે. તે સાંભળી બીજી સખી બોલી, અરે ! તું શું વાત કરે છે, તારા કરતા તો મારો ધણી ચડે એવો છે. એમણે લખ્યું હોય તે બીજા તો શું પોતે પણ વાંચી શકતાં નથી ! સંસ્કૃતમાં આ વાત લેખનની છે તો હિંદી ભાષામાં પણ એક સરસ રજુઆત છે; ત્યાં વાત કથનની છે. તે બે દુહા આ પ્રમાણે છે: अगर अपना कहा तुम आप ही समझे तो क्या समझे ? मझा कहने का है जब इक कहे और दूसरा समझे। कलामे 'मीर' समझे और जबाने 'मीरझा' समझे। मगर इनका कहा या आप समझे या खुदा समझे। આવું આપણને ઘણા માણસોમાં જોવા મળે છે. તેઓ બોલે છે શું તેની ઘણી વાર બોલનારને પોતાને ખબર હોતી નથી. આ વાત અહીં દુહામાં સુંદર રીતે કહેવાઈ છે. For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૭ -- છેલ્લું પાનું ઘણી હૃઢતાઠોઘન્યવાદ સર હુકમીચંદ એ ગાંધીજીના જમાનાનું બહુ જાણીતું નામ. તેઓના જીવનની ઘણી વાતો લોક-બત્રીસીએ ઝીલાઈ છે. એક કાનથી બીજે કાન સરળતાથી વહી આ પ્રસંગ તેઓના ચિરંજીવીનો છે. વાત છે તેઓને ત્યાં થયેલા મહેમાનની. ઈદોરમાં જે કોઈ રાજપુરુષ આવે તે બધાનું રોકાવાનું સરનામું સર હુકમીચંદ. એમને ત્યાં જે કોઈ મહેમાન બને તેમની ખાતર બરદાસ્ત રાજા-રજવાડામાં થાય તેવી જ થાય; તેમાં મીન-મેખનો ફેર નહીં. શ્રી જવાહરલાલ નહેરુ વડાપ્રધાનપદને શોભાવી રહ્યા હતા ત્યારે તેઓને એકવાર ઈદોર આવવાનું બન્યું. તેઓ સર હુકમીચંદ શેઠને ત્યાં મહેમાન બન્યા. દિવસ આખો અનેક નામવીર વ્યક્તિઓની મુલાકાતનો દોર ચાલુ રહ્યો. ઉપરાંત બે-એક સંસ્થાઓના ઉદ્ઘાટનનો કાર્યક્રમ સંપન્ન થયો. સાંજની જાહેરસભા પણ નોંધપાત્ર રહી. રાત્રે સામાન્ય વાતચીતનો દોર પૂરો થયે શ્રી નહેરુના અંગત સચિવે રસોડામાં જઈ ગરમ દૂધનો પ્રબંધ કરવા કહ્યું. રસોઈઆએ કહ્યું: શેઠ સીદવ કી અનુમતિ ની માથે | પેલા સચિવને સમજાયું નહીં એટલે એણે સર હુકમીચંદના દીકરાને કહ્યું. દીકરાએ વાત સાંભળી શ્રી નહેરુ પાસે આવીને સવિનય કહ્યું : .... बंगले के पास ही गाडी खडी है। ड्राइवर भी है ही। आपको चाहे वहां ले जायेगा। आप दूध ले कर वापस लौट आईए यहां रात को कुछ नहीं मिलता -सिवाय पानी ! गुस्ताखी माफ करें। - વાતાવરણમાં સન્નાટો છવાઈ ગયો ! શ્રી નહેરુ કશું બોલ્યા ચાલ્યા વિના સૂવાના રૂમ તરફ ચાલવા લાગ્યા. જતાં-જતાં બોલ્યાઃ आज मुझे बहुत खुशी हुई है। आप सब तो रात में कुछ लिये बिना चलाते है तो मैंने भी आज की रात कुछ भी नहीं लेना औसा तय किया है। સ્વતંત્ર ભારતના પ્રથમ વડા પ્રધાન શ્રી નહેરુ, રાતભર સુખનિદ્રા માણીને સવારે શેઠ હુકમીચંદની વિદાય લઈ આગળના પ્રવાસ માટે વિદાય થયા. For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ ધોળું પાનું-- ૨૮ ફો' મીઠાઈયાની ‘' વાત આમ બની છે. મુંબઈ શહેરની વાત છે. કોલસાના એક વેપારીને ત્યાં પોતાની દીકરીના લગ્ન પ્રસંગ છે. મહેમાન-પરોણા આવવાના છે. મહેમાનોની સરભરા સાચવવા માટે ઊતરવા-રહેવાની જગ્યાની સગવડ કરવાની છે. નજર દોડાવતાં, પોતાની દુકાન સામે જ એક મોટા મકાનમાં પહેલા માળે એક ફ્લેટ ખાલી છે અને આવી રીતે, આવા પ્રસંગે તેઓ વાપરવા પણ આપે છે; એમ જાણવા મળ્યું. માલિક તો હૈદ્રાબાદ રહેતા હતા. સ્થાનિકદેખભાળ બાજુના ફ્લેટવાળા રાખતા હતા. સામાન્ય પરિચય હતો. એમની સાથે વાત કરી લઈએ એમ વિચાર્યું. ફોન કરી પૃચ્છા કરી. સમય માંગીને મળવા ગયા. બેલ સાંભળી બારણું ય ખુલ્યું. આવકાર મળ્યો. બેસાડ્યા. ચા-નાસ્તો ધરી ઉચિત સ્વાગત થયું. પછી, આવવાનું પ્રયોજન પુછાયું. કહ્યું: ઘરે લગ્ન પ્રસંગ આવે છે. મહેમાનોને ઉતારા માટે બે દિવસ વાપરવા આ બાજુનો ફ્લેટ જોઈએ છે. જવાબ મળ્યો : તેઓ હૈદ્રાબાદ રહે છે. ચાવી અમને સોંપી છે; પણ છેલ્લા બે-ત્રણ પ્રસંગોએ એવો અનુભવ થયો છે કે, હવેથી તેઓએ આપવાનું બંધ કર્યું છે. માટે અમે આપને એ ફ્લેટ વાપરવા આપી શકતા નથી. રજૂઆત બહુ જ વ્યવસ્થિત અને સરળતાભરી હતી તેથી માત્ર, “ભલે. અમને એમ કે આ જગ્યા મળે તો પ્રસંગે અનુકુળતા રહે માટે આપની પાસે આવ્યા હતા.' એમ કહીને ઊભા થયા. તે જ વખતે ઘરની પુત્રવધુ હાથમાં શ્રીફળ લઈને આગળ આવ્યા અને મહેમાન વેપારીને અર્પણ કરવા લાગ્યા. આવનાર ભાઈએ એ ન લેવાનો ભાવ પ્રદર્શિત કર્યો આ શા માટે? એમ પ્રશ્ન પણ કર્યો. ભાઈ બોલ્યા : તમે અમારે ત્યાંથી કંઈક લેવા આવ્યા હતા. તમને જોઈતું તો અમે આપી ન શક્યા, તો આટલું તો અમારું સ્વીકારો. અમારે આપને કંઈક તો આપવું જોઈએ. ભાવથી ભીંજાયેલા આ અલ્પ શબ્દોએ અસર કરી. શ્રીફળ સ્વીકાર્યું. દાદરાના પગથિયા ઊતરતાં ઊતરતાં કોલસાના વેપારી ભાઈના મનમાં ફ્લેટમળવાની જે ચચરાટી થઈ હતી, તેના ઉપર જાણે શીતળ લેપ કરવામાં આવ્યો હોય તેવું લાગ્યું. શું ‘ના’ પણ આટલી મીઠી હોઈ શકે છે? આપણે તો પ્રસંગે ‘ના’ કહીએ છીએ તો મોટેભાગે તે કેટલી લુખી-સૂક્કી હોય છે ! વળી ક્યારેક તો દંભના રેશમી કપડાંમાં લપેટેલી હોય છે! પણ આવી મીઠી “ના” તો પહેલી વાર સાંભળી ! મનને વાગે એવી ઠેસ પહોંચાડે તેવી ‘ના’ તો ઘણી મળી છે, પણ આવી ‘ના’ સાંભળ્યા પછી તો શીખવા મળ્યું કે ના પાડવાનો પ્રસંગ આવે તો આવી “ના” પાડવી જોઈએ. ના” પણ કોઈને સાંભળવી ગમે એવી હોઈ શકે ? હા, હોઈ શકે. આવી “ના' પણ સાંભળવી જરૂર ગમે, પણ એવી “ના” કહેવા માટે હૈયું મીઠું હોવું જોઈએ. એ મેળવીએ. For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ વાત્સલ્ય ઃ વૃદ્ધત્વની શ્રેષ્ઠ શોભા ૨૯ -- છેલ્લું પાનું વિસર્ગ કાળ અને આદાન કાળ - આવા બે શબ્દ ઋતુઓ માટે આયુર્વેદમાં વપરાયા છે. શિયાળો આદાન કાળ. આદાન એટલે ગ્રહણ કરવું. બાકી વિસર્ગ કાળ. વિસર્ગ એટલે વિસર્જન - વહેંચવું. આ બન્ને શબ્દો જીવનના સંદર્ભમાં આજે જોવા છે. શૈશવ અવસ્થા એ જીવન-તત્ત્વનો આદાન કાળ છે. બાળક જન્મે ત્યારથી માતાથી શરૂ કરીને કેટકેટલાના વાત્સલ્યના અમીનું આકંઠ પાન તે કરે છે, કરતો રહે છે અને તેનાથી તે પુષ્ટ થાય છે. “નેહ નજર નિહાળતાં વાધે બમણો વાન” એ ઉક્તિ મુજબ સ્નેહભીની નજર વાનને-શરીરને વધારે છે અને બાળક વૃદ્ધિ પામે છે. આ કાળ આદાનનો એટલે કે ગ્રહણ કરવાનો કાળ છે. એની વય વધતાં એ વૃદ્ધ થતાં તેનો વિસર્ગ કાળ, એટલે દાન કરવાનો - વિસર્જન કરવાનો કાળ શરૂ થાય છે. જે વાત્સલ્યના અમૃત એણે ખોબે ખોબે પીધાં હતાં; જે રીતે વાત્સલ્યના અમૃતનો ભંડાર ભર્યો હતો, તે હવે લૂંટાવાનો અવસર છે. વૃદ્ધાવસ્થા એ વહાલ વરસાવવાનું નક્ષત્ર છે. જે જે મળે તેને પ્રેમપૂર્વક હેતપૂર્વક વહાલપૂર્વક બોલાવવા. પૂછવું - કેમ છો ! સારું છે ! અમી નીતરતી આંખે જોઈ, પ્રેમભીની જીભથી વહાલનું દાન કરવાનું. એમ વૃદ્ધત્વને શોભાવવાનું છે. વાત્સલ્યના દાનથી વૃદ્ધત્વ શોભે છે - શાલીન બને છે. આવા વૃદ્ધ-જનને સહુ આવકારે છે. અને આ રીતે તે કરજમુક્તિ - ઋણમુક્તિ અનુભવે છે. ઋણ મુક્તિનો આથી વધુ સારો બીજો મારગ કયો મળે ! જે લીધું તે વ્યાજ સાથે નિર્વ્યાજપણે દીધું. વૃદ્ધત્વ પણ આમ ઊજળું બને છે. બોખું અને કરચલીવાળું મોં સ્મિતથી મઢ્યું-મટ્યું કેવું નરવું સુંદર અને સોહામણું લાગે ! દાદા દેવસૂરિ મહારાજ છેલ્લા વરસોમાં એ રીતે વાત્સલ્યનો ધોધ વરસાવતા જ રહ્યા. પાત્ર-અપાત્રના ભેદ વિના તેઓએ વાત્સલ્યની ગંગા વહાવી બધાને સ્નેહથી ભીંજવ્યા - નવરાવ્યા. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં એટલી પોચી જમીન જોવા મળે છે કે એમાં નાની કાંકરી પણ ગોતી ન મળે, તેમ દાદાના હૃદયમાં કોઈના ય પ્રત્યે કડવાશનું નામનિશાન ન મળે, નબળો ભાવ ન મળે. વૃદ્ધત્વ એમનો શણગાર બની રહ્યું. વાત્સલ્યના પ્રભાવે તેઓ અનેકના હૃદય સિંહાસન ઉપર સ્વયં વિરાજીને ચિરકાળ જયવંતા રહેશે. For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ ૮.૯ળું પાનું-- ૩૦ સાજો પંગતે હોય - છેલ્લાં વિવેક શીખવા માટે પંડિત વીર વિજયજીએ પાર્શ્વજિન પંચકલ્યાણક પૂજામાં આપેલું એક શબ્દ-ચિત્ર પર્યાપ્ત છે. વાત છે સૌજન્યભર્યા વ્યવહારની. દીક્ષાના દિવસે સવારે સ્નાન-મંડપમાં અભિષેક વેદિકા ઉપર પાર્શ્વકુમારને બિરાજમાન કરે છે ત્યાં સુધીની ક્રિયા-પ્રક્રિયા-ઓષધિઓ લાવવી; શીતલ-જલ, ઉષ્ણ-જલ, સુગંધી-જલ આ બધું જ ઈન્દ્ર મહારાજા અને દેવો તૈયાર કરે છે. બધી તૈયારી થઈ ગયા પછી પાર્શ્વકુમારના પિતાજી અશ્વસેન મહારાજાને અભિવાદન-સહ બોલાવે છે અને હાથ જોડી કહે છે: “પહેલાં આપ પાર્થકુમારને અભિષેક કરો.” મહારાજા અભિષેક કરી રહ્યા પછી જ બધા - ઇન્દ્ર મહારાજા અને દેવો અભિષેક કરે છે. કવિવર વીરવિજયજીએ આ સૌજન્યભરી વાતને કાવ્યમાં આમ ઉતારી છે : અશ્વસેન રાજા પૂરે રે, પાછળ સુર અભિષેક સુરતરુ પેરે અલંકર્યા રે, દેવ ન ભૂલે વિવેક. આ કડીમાં વર્ણવેલી રીત ઉત્તમ રીતભાતનો આદર્શ છે. આપણે ધર્મના ક્ષેત્રમાં તો આવી ઉત્તમ રીતભાતથી જ વર્તવું જોઈએ. કેવી રીતે? આ પ્રસંગ એનો ઉત્તર છે. પ્રભાવના લેવાની હોય, જમણવારમાં ભીડ હોય ત્યારે અને એવા પ્રસંગોએ પહિલે આપ એ મંત્રનું જ રટણ રાખવાનું હોય ! એ જ શોભે. આજકાલ આવા આવા પ્રસંગોએ શ્રાવક/શ્રાવિકા વર્ગને શિસ્તહીન વર્તતાં જોવાનું થાય છે, ત્યારે થાય છે કે આ પ્રભુની પૂજા કરનારા, પ્રભુની પૂજા ભણાવનારામાં - જિન-ભક્તમાં આવી પાયાની ખામી કેમ રહી ગઈ છે? તત્ત્વજ્ઞાનની ઊંચી વાતો અને ધર્મની પ્રશંસાને સામે છેડે આવાં કારણોથી હાંસીપાત્ર બનીએ, એના કરતાં હવે સંકલ્પ કરીએ કે “જ્યાં સમૂહમાં જઈશું અને પ્રભુ-પૂજા કે પ્રભાવના કે જમણવાર એવા કોઈ પણ પ્રસંગે આપણી સાથે જે હશે તેને જ આગળ જવા દઈશું. તેમને જ પહેલાં પૂજા કરવા દઈશું, તેમને જ પહેલાં પીરસીશું; પ્રભાવના તેમને જ પહેલાં લેવા દઈશું.” એમ કરવામાં જ શોભા - આનંદ અને ગૌરવની લાગણીનો અનુભવ કરીશું. For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ ૩૧ -- છેલ્લું પાનું બે‘-siાશ' માં કયો છે? લેનારા ઘણા છે તો દેનારાનોયે તોટો નથી; પણ ક્યારેકદેનારા કરતાંયે લેનારાની ઊંચાઈ જોવા મળે છે. - ત્યારે ભલે હાથ તેનો નીચો રહેતો હશે, પણ દિલ ઊંચું છે એમ કહેવું પડે. એક એવી ઘટના હમણાં જાણવા મળી. જ્યારથી એ ઘટના જાણી ત્યારથી અભાવ દારિદ્રશ્ય અને સ્વભાવ દારિત્ર્યની ભેદરેખા સ્પષ્ટ થઈ ગઈ, દેનારામાં અભાવ-દારિદ્રય અને સ્વભાવ દારિદ્રય નથી હોતું તે તો અનેકવાર જોવા મળે છે પણ, લેનારમાં પણ સ્વભાવ-દારિક્ય ન હોય એ તો ઘણું પ્રશંસનીય ગણાય. પ્રસંગ આ રીતનો છે. સાંજનો સમય છે. ડૉ. સ્મોલેટ લટારે નીકળ્યા છે. કુદરતના વૈભવનો કારોબાર પૂરબહારમાં છે પણ આજે ડૉકટર ઉતાવળમાં છે. એક “એપોઈન્ટમેન્ટ આપી છે તેનો સમય થઈ ગયો છે. ચાલ ઉતાવળી છે. એવામાં પાછળથી એક યાચકનો અવાજ કાને પડ્યો. સ્વરમાં યાચના હતી. ઊભા રહી પાછળ વળી જોયું. લંગડાતા પગે અને લથડાતી ચાલે એ ડૉકટર તરફ આવી રહ્યો હતો. એની ધીમી ગતિ જોઈને ડૉકટરને જ થયું કે આ બિચારો ક્યારે નજીક આવશે ! તેથી ઉતાવળ હોવા છતાં તેઓ જ સામે ગયા. એનું દયામણું મોં જોયું. લંબાયેલો કૃશ હાથ જોયો. ગજવામાં હાથ નાખ્યો અને જે સિક્કો હાથમાં આવ્યો તે યાચકના હાથમાં મૂકીને એવી જ તેજ ગતિથી આગળ ચાલવા લાગ્યા. વળી યાચકનો અવાજ સંભળાયો. પગ થંભ્યા. યાચક હવે ઉતાવળો થઈ નજીક આવી રહ્યો હતો. એના લંબાયેલા હાથમાં પેલો ચળકતો સિક્કો હતો. સાહેબ! આ લ્યો. આપે ઘણી મોટી રકમનો સિક્કો આપી દીધો છે; આવો સિક્કો ન હોય. સામાન્ય સિક્કો આપો. ' ડૉકટરે ગજવામાંથી એવો જ બીજો સોનાનો સિક્કો કાઢી ફરી યાચકને આપ્યો. કહ્યુંઃ પહેલો સિક્કો તારી યાચનાનો અને આ બીજો સિક્કો તારી પ્રામાણિકતાનો! આટલું કહી, યાચક પાસેથી વળતા કોઈ પણ ઉત્તરની અપેક્ષા વિના ડૉકટરે આગળ ચાલવા માંડ્યું. યાચક બે હાથમાં બે સિક્કા લઈ ડૉકટરના રૂપમાં આવેલા કોઈ ફિરશ્તાને જોઈ ' રહ્યો! હાથમાં આવેલા સિક્કાને --આ વધારે પડતું છે માટે લઈ લ્યો. એવું દાતાને સામેથી કહેનાર યાચક પણ મહાન છે. દેનારા અને લેનારા એ બન્ને શબ્દોમાં “નારા” શબ્દ તો આવે છે. તો આ બન્નેમાં કોણ ચડે? -- વિચારતાં થઈ જઈએ, એવું છે. For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ છેલ્લું પાનું-- ૩૨ બહિર્લીપિકાકાવ્ય સ્વરૂપની સઝાયા કહેજો ચતુરનર એ કોણ નારી, ધરમી જનને પ્યારી રે; જેણે જાયા બેટા સુખકારી, પણ છે બાળકુમારી રે. કહેજો -૧ કોઈ ઘેર રાતી ને કોઈ ઘેર લીલી, કોઈ ઘેર દીસે પીળી રે; પંચ રૂપી છે બાળકુમારી, મનરંજન મતવાળી રે. કહેજોd -૨ હૈડા આગળ ઊભી રાખી, નયણા શું બંધાણી રે; નારી નહીં પણ મોહનગારી, જોગીશ્વરને પ્યારી રે. કહેજો -૩ એક પુરુષ તસ ઉપર ઠાઈ, ચાર સખી શું ખેલે રે, એક બેર છે તેહને માથે, તે તસ કેડન મેલે રે. કહેજો૮-૪ નવ-નવ નામે સહુ કોઈ માને, કહેજો અર્થ વિચારી રે; વિનયવિજય ઉવજઝાયનો સેવક રૂપવિજયે કહે બુદ્ધિ સારી રે. કહેજો) -૫ સ્તુતિ, સ્તવન, પદના રચયિતા રૂપવિજયજી મહારાજની આ રચના કાવ્ય-સજઝાયરૂપે સાધુ-સાધ્વીજી મહારાજ કંઠસ્થ કરે છે. પાંચ કડીના આ કાવ્યનો રસાળ ઉપાડ ઉખાણા શૈલીથી થાય છે. શબ્દો ચમત્કાર કરે છે અને પ્રહેલિકામાં પ્રાણ પુરાય છે. સ્વયં બાળકમારી છે, છતાં જે બેટાને જન્મ આપે તે સુખકારી નીવડે છે. ધરમી જનોને એ વ્હાલી છે. કોઈને ઘેર લાલ વર્ણની, તો કોઈને ઘેર લીલા વર્ણની, તો કોઈને ઘેર પીળા રંગની એમ પાંચ વર્ણની જોવા મળે છે. જોનારનું તે મન-રંજન કરે છે. જોગીશ્વર જેવા જોગીશ્વર પણ તેને હૃદય પાસે રાખે છે અને આંખને તો તેના પર જ ઠેરવે છે. આ નારી નથી, તો પણ મોહનગારી છે. જુઓ તો ખરા! તેના ઉપર એક પુરુષ ઊભો છે. તે પુરુષ ચાર સખીઓને સાથે રાખે છે. તેના માથા પર એક બેર છે જે કદી છૂટું પડતું નથી. નવા-નવા નામે બધા એને મળે છે. આ પ્રહેલિકાનો અર્થ વિચારીએ. આનો જવાબ બહારથી આણવાનો છે, એટલે કે જવાબ છે “નવકારવાળી”! આ જાણ્યા પછી બધું સમજાશે. નવકારવાળી ધર્મી આત્માને પ્રિય હોય છે. એ ગણવાથી થતા લાભ તે તેના પુત્રો છે! નવકારવાળી રંગ-રંગની હોય છે, લાલ, લીલી, પીળી એમ પંચરંગી મળે છે. એને જોતાં જ મન ખુશ થાય છે. ગણતી વખતે તેને હૃદય પાસે રાખવામાં આવે છે, વારે વારે નજર કરવામાં આવે છે. તે જોગીઓને પણ પ્યારી છે. ગણતી વખતે અંગૂઠો ઉપર રહે છે અને ચાર આંગળીઓ તે અંગૂઠાની સખીઓ છે; તેની સાથે નવકારવાળી આવ-જા કરે છે. એની ઉપર એક ફૂમતું છે, જે કદી છૂટું પડતું નથી. આ નવકારવાળીને જુદા-જુદા નામથી ઓળખવામાં આવે છે. કોઈ તસબી કહે છે, કોઈ માળા કહે છે. પાંચ કડી બોલ્યા પછી આ કોયડાનો ઉત્તર કહેવામાં આવે છે - નવકારવાળી. આવી પ્રહેલિકા રમૂજ સાથે જ્ઞાનનું પણ દાન કરનારી બની રહે છે. For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ હવે મારે જવાનું પ્રયોજન શું ? એક જમાનો હતો, સંસ્કારનું પચાસ ટકા શિક્ષણ તો ઘરમાંથી જ મળતું. બાળક છ-સાત વર્ષનું થાય પછી જ એને નિશાળે મૂકાતા. આજે બધું બદલાઈ ગયું છે. બે ત્રણ વર્ષની નાની વયે તો નિશાળે મૂકી બાળકને બંધનમાં બાંધી દેવામાં આવે છે. એથી બાળક ઘરથી અને મા-બાપથી વિખૂટું થાય છે. અમેરિકાના પ્રવાસે નીકળેલા એક સમીક્ષકે ત્યાંની પરિસ્થિતિનું બારીકાઈથી નિરિક્ષણ કર્યા પછી એના અનુસંધાને એક ચોટદાર બનાવ ટાંક્યો છે ઃ દીકરો ઑફિસમાં હતો. ફોન આવ્યો કે : પિતા બિમાર છે, સિરિયસ છે, તમે આવો. રીસિવર મૂકાઈ ગયું. દીકરાએ ઑફિસમાંથી જ ડૉકટરને ફૉન કર્યો : તમારી તાકીદે જરૂર છે; મારા પિતા માંદા છે. એમને તરત જ હૉસ્પિટલમાં દાખલ કરો. ...અને હૉસ્પિટલના ત્રીજા માળે, આઠમા વૉર્ડમાં, ૨૩ નંબરની રૂમમાં એમને દાખલ કરવામાં આવ્યા. ટ્રીટમેન્ટ શરૂ થઈ. પુત્ર તો પોતાના કામમાં પરોવાઈ ગયો. હૉસ્પિટલ જવાનો એનો વિચાર હતો પણ, આટલું કામ પતાવીને જઈશ, એમ ધારી એ ઑફિસમાં જ કામ કરતો રહ્યો. એટલામાં હૉસ્પિટલમાંથી ફૉન આવ્યો; પિતા અવસાન પામ્યાના ખબર હતા ! પુત્ર વિચારમાં ડૂબી ગયો ઃ પિતા હવે રહ્યા નથી, મારે ત્યાં જવાનું પ્રયોજન શું ? : શબ-વાહિનીની વ્યવસ્થા માટે વળતો ફૉન કર્યો, સાથે જણાવ્યું : એમના અંતિમ સંસ્કાર પણ પતાવી દેજો અને જે બીલ થાય તે મને મોકલી આપજો. ૩૩ -- છેલ્લું પાનું આ કોઈ કાલ્પનિક કથા નથી, વાસ્તવિક ઘટના છે. તેઓને આ બાબતનો કોઈ રંજ પણ હોતો નથી. લાગણીના કોઈ તંતુ ત્યાં રહ્યાં નથી. સંશોધન કરતાં એ ભાઈને જણાયું કે, ત્યાં નાનપણથી જ બાળકને વાત્સલ્ય મળતું હોતું નથી. સીધોસાદો નિયમ છે : જેને જે મળ્યું હોય તે પાછું વાળે ! બાળક એકાદ વર્ષનું થાય એ પહેલાથી જ એને સૂવા માટે જુદો બેડરૂમ મળે. બાળકને પ્રેમ-હૂંફ મળ્યાં નથી એ બીજાને શી રીતે આપી શકે ? ઘર-નિશાળ-ધર્મ આ ત્રણે જગ્યાએથી સંસ્કાર-સિંચન થતું અને એમ જીવનનો પાયો નક્કર બનતો એ હવે બનતું નથી. For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ દિવેલનું પાનું-- ૩૪ ચીઝાની એક બપોરે.... કુંડગ્રામ નગર, ક્ષત્રિય પરિવારનો મહોલ્લો. સિદ્ધાર્થ મહારાજાનો મહેલ. મહેલના પહેલા માળના એક કક્ષમાં શ્રી વર્ધમાનકુમાર યશોદા વગેરે બેઠાં છે. જેઠ મહિનાના દિવસો છે. વાતાવરણનો બફારો અકળાવે તેવો છે. સત્યાવીસ વર્ષની વયના વર્ધમાનકુમાર પૂર્ણ ગંભીર અને સ્વસ્થ છે. યશોદા કહે છે : ગામ બહારના રાજ ઉદ્યાનમાં જઈએ. વર્ધમાનકુમાર મૌન રહ્યા. એટલામાં ત્રણ યુવક મળવા પધાર્યા. વિનમ્ર સ્વરે બોલ્યા: નગરના વયોવૃદ્ધ વીણાવાદકપોતાની કળા-સાધના દર્શાવવા આવ્યા છે. આવે? શ્રી વર્ધમાનકુમારની મૂક સંમતિ જાણીને પાકટ વયના વીણાવાદક પધાર્યા. વિશાળ જાજમ પર આસન જમાવ્યું. વિણાને આદરપૂર્વક પ્રણામ કરીને તાર મેળવ્યા પછી ધીરે ધીરે ઉઘાડ થાય તેમ રાગ ભૂપાલીના સ્વર વાતાવરણમાં રેલાવા લાગ્યા... હજુ તો સૂરની જમાવટ થઈ રહી હતી ત્યાં તો વંટોળીયા સાથે વાદળોમાંથી વરસાદની ઝડી શરુ થઈ. નીચે ભોંયતળીયાના ઓરડાની ખુલ્લી બારીઓ બંધ થવા લાગી. માતા ત્રિશલા ત્રણેક સખીઓ સાથે વાતે વળગ્યા હતા ને ત્યાં બારીમાંથી વરસાદની વાછટ અને ફોરા અંદર આવવા લાગ્યા. સખીઓ ઊભી થઈ બારી બારણા આડા કરવા લાગી. કમાડ પણ આડા કર્યા. માતાને અચાનક યાદ આવ્યું. સખીઓ સાથે ઉપરના માળે તેઓ પધાર્યા. વર્ધમાનકુમાર યશોદા સાથે જે ઓરડામાં હતા તેની બારીઓ ખુલ્લી હોય તો તે વાસવાના વિચાર સાથે એ ઓરડામાં પગ મૂક્યો. પણ આ શું? અહીં તો વીણાના મધુર સૂરો રેલાતાં હતા. બહારના વાવાઝોડા સાથેના વરસાદના કારણે સહેજ કાન સરવા કરવા પડે, પણ બારીઓ તો ખુલ્લી જ હતી. બારી પાસે ગયા તો ત્યાં જોયું કે વરસાદની વાછટનું એક ટીપું પણ આ ઓરડામાં આવ્યું ન હતું! ત્યાં પણ વરસાદ તો ત્રાંસી ધારે જ વરસી રહ્યો હતો. પરંતુ એ મહેલની બહારની ભીંતોને જ પલાળતો હતો. બારીમાંથી અંદર આવ્યા વિના જ ભીંતને અડીને નીચે વરસી જતો ! માતા ત્રિશલા તો આ જોઈને અવાક બની રહ્યા. પુત્ર વર્ધમાનના મોંના ભાવ જલદી ન વાંચી શકાય તેવા જણાયા. બહારની કુદરતનો સંયમ ચડે કે વર્ધમાનકુમારનો સંયમ ચડે એ અવઢવમાં માતા બહાર આવી ગયા. વીણાવાદન ચાલતું રહ્યું. કયું સંગીત ચડે? અંદરનું કે બહારનું? પ્રકૃતિ પણ પૂરેપૂરી રીતે શ્રી વર્ધમાનકુમારની સુરક્ષા માટે સંલગ્ન રહેતી હતી. જય હો ! જય હો! વર્ધમાનકુમારનો જય હો! For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ ૩૫ -- છેલ્લું પાનું કાવ્યશાસ્ત્રવિનોદેલ.. સંસ્કૃત કાવ્યમાં એક પ્રકાર છે --પાદપૂર્તિનો. તેમાં છેલ્લું એક ચરણ સ્થાયી (બદલાયા વિનાનું) રહે. ઉપરની ત્રણ લીટી નવી નવી બનાવવાની. આવું ગુજરાતીમાં પણ ઘણાએ કર્યું છે. લોકભારતી - સણોસરાના નટુભાઈ બૂચ હાસ્ય-લેખક હતા. કટાક્ષ-કાવ્યો પણ તેમણે ઘણા રચ્યા છે. તેમણે કરેલી પાદપૂર્તિની યંગભરી રચનાઓમાંની એક મજાની રચના માણીએ: હજામ કાપે કદી ના સ્વ-બાલને, મેતો ભણાવે ન કદી સ્વ-બાલને; ન વૈદ્ય કેરાં સ્વજનો નિરામય, પરોપકારાય સતાં વિભૂતયા આમાં સ્વ-બાલનો શ્લેષ કર્યો છે અને સંસ્કૃત શ્લોકના ચોથા ચરણને કટાક્ષ કરીને હાસ્યનું રૂપ પણ આપ્યું છે. આમાં અનુભવનું તારણ તો છે જ. For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ બેલનું પાનું-- ૩૬ અઘિકાર વિનાનાં કાળથી ઠફણાં મળે ઘણાં... કોઈ વાત સમજાવવા માટે આચાર્ય શ્રી ધુરન્ધર સૂરિ મહારાજ પ્રાસંગિક દષ્ટાંતો આપતાં. પંચતંત્રની વાતો જેવું આ એક દષ્ટાંત --એનો મર્મ ગળે ઉતરી જાય એવો છે. એક ધોબીનો ગધેડો કપડાં નદીએ લઈ જવા-લાવવાનું કામ કરતો. વળી કપડાં સાચવવા એક કૂતરો પણ પાળેલો હતો. ધોબી કપડાં ધોઈને જમવા બેસે ત્યારે કૂતરો એની સામે જ પૂંછડી પટપટાવતો બેસી રહે. માલિક એને પોતામાંથી થોડુંક ખાવાનું પણ આપે! આમ રોજનો ક્રમ ચાલતો હતો. શિયાળાના દિવસો હતા. એક દિવસ માલિકને ખૂબ ભૂખ લાગી હતી. જેટલું હતું તે બધું જ પોતે ખાઈ ગયો. કૂતરાને આપવાનું રહી ગયું. કૂતરું ભૂખ્યું રહ્યું અને એણે આ વાત મનમાં સાચવી રાખી ! રાત પડી. માલિક અને તેનો પરિવાર ગોદડાં ઓઢી સૂઈ ગયા હતા. એવામાં ચોર આવ્યા. દોરડાં પર સૂકાતાં કપડાં ચોરવા લાગ્યા. કૂતરું જોયા કરતું હતું. મિત્ર ગધેડાએ કહ્યું માલિકનો માલ ચોરાય છે. તું ભસ તો ચોર ભાગી જાય! કૂતરો કહે: ‘આજે નહીં ભલું! માલિકે મને ખાવાનું નથી આપ્યું. ગધેડો કહે “મારાથી તો રહેવાતું નથી. આપણી હાજરીમાં માલિકની ચીજ ચોરાઈ જાય તે જોતાં કેમ રહેવાય? હું તો ભૂંકું છું.” –અને ગધેડો ભૂંક્યો! માલિકની ઊંઘ તૂટી. તેને થયું: “આ માળો રાત્રે પણ જંપવા દેતો નથી.' ઊઠી ગધેડાને બે-ચાર ડફણાં ઝીંકી દઈ, પાછો માથે ઓઢીને સૂઈ ગયો! કૂતરાએ કહ્યું: “જોયું! મેં તને ના કહી તો પણ તારાથી રહેવાયું નહીં. તને એનું ફળ મળ્યું ને?' આમ જેનું કામ જે કરે તો માલિકની મહેર ઊતરે. અન્યથા બીજાં આવું કામ કરે તો તેને ડફણાંનું ફળ મળે. આવી વાતો કરી આચાર્યશ્રી બે શબ્દ ઉમેરતા આપણો અધિકાર હોય તેટલું જ આપણે કરવું. બાકી સાક્ષીભાવે જોયા કરવું. For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ ૩૭ -- .નું પાનું જૂઓ દૂત આવ્યો! સવારનો શાન્ત સમય હતો. રાજા હમણાં જ સ્નાનાદિ પતાવીને આવ્યા હતા. રસ્તા પર પડતો મહેલનો ઝરૂખો હતો. માત્ર બે જ જણાં હતા. રાજા હતા અને રાણી હતા. રાજા બાજોઠ પર બેઠાં હતા અને રાણી બાજુમાં બેસી રાજાના વાળ સવારતાં હતા. ભારતમાં પુરુષો પણ લાંબા વાળ રાખતા એવો વર્ષો પહેલાંનો એ સમય હતો. એવા ગુચ્છાદાર વાળમાં ધૂપેલ સીંચતાં રાણી એકાએક બોલી ઊઠ્યા તૂત સમા તિ: રાજા સહસા ઊંચા થઈ ઝરૂખા બહાર રસ્તા પર જોવા લાગ્યા. કોઈ માણસ ન દેખાતાં રાણીને પૂછવા લાગ્યા ક્યાં છે દૂત? ક્યાં છે દૂત? જવાબમાં રાણી મીઠું-મીઠું હસવા લાગ્યાં! રાજાને ચટપટી થઈ ! જરા રહીને રાણીએ સ્મિત સાથે કહ્યું કે, આ યમરાજાનો દૂત - શ્વેત વાળ - આવી ગયો! સાંભળતાં જ રાજાના મોંઢાની રોનક બદલાઈ ગઈ. માં પડી ગયું. હવે દુઃખી થવાનો વારો રાણીનો હતો! એવું તે શું થયું? રાજા ગંભીર સ્વરે બોલ્યા: અમારી સમગ્ર પિતૃપરંપરામાં આવું બન્યું નથી. મારા પિતા, એમના પિતા અને એમના પણ પિતા-પ્રપિતા એમ વંશ પરંપરાથી, માથામાં સફેદ વાળ આવે તે પહેલાં જ રાજ્ય ત્યજીને યોગનો માર્ગ સ્વીકારતાં! આ પરંપરા હતી અને છે. પ્રિયે ! હં પતિતવાન્ પિ હું પળીયા આવ્યા છતાં ઘરમાં બેઠો છું. બસ, હવે એ જ યોગી જનોને રસ્તે હું પણ પ્રયાણ કરીશ. મંત્રી, પુરોહિત, સેનાપતિ અને અન્ય જવાબદાર દરબારીઓને બોલાવ્યા. કહ્યું યુવરાજને રાજ્ય સિંહાસન ઉપર સ્થાપન કરવાનું મુહૂર્ત જોઈ ઘો. મંત્રીને પણ ઉત્સવની તૈયારી કરવાના સૂચનો આપ્યા... ...અને ગણત્રીના સમયમાં તો યુવરાજનો રાજ્યાભિષેક કરાવી, વનની વાટે સંચરી ગયા. દીક્ષા લઈને તપોમય આરાધનામાં ડૂબી ગયા. આત્માને ખોળવામાં અને ઓળખવામાં લીન બની ગયા. એ રાજા હતા સોમચન્દ્ર, જેઓ પ્રસન્નચન્દ્ર રાજર્ષિના પિતા થાય છે. આવા રાજવી હતા આપણે ત્યાં. For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ છેલ્લું પાનું -- ૩૮ પ્રભુ દરિશન સુખ સંપદા વિશાળ અને ગાઢ જંગલ હતું. ઘટાવાળા વૃક્ષોનો તો પાર નથી. એવા એક વૃક્ષની ડાળે માળો બાંધીને પોપટ અને પોપટી રહે છે. નાના-નાના ગરી ગયેલા ફળ આરોગે છે. જાંબુડાનાં ઊંચા ઊંચા વૃક્ષોના વચ્ચે આવેલા તળાવનું પાણી પીએ છે. આ પોપટ યુગલ તો ફરતારામ છે. એકબીજા સાથે પકડદાવ રમતાં હોય તેમ ઊડાઊડ કરતાં, એકવાર પાસેના જંગલમાં પહોંચ્યાં. ત્યાં મનોહર સરોવર હતું. એની પાળ પરની ઓટલી પર એક નાનકડી દેરી જોઈ. દેરીના બે કમાડ ખૂલ્લાં હતાં. થાકેલી પોપટી એ કમાડ પર જઈ બેઠી. દેરીના ગર્ભગૃહમાં આછું અજવાળું હતું. વચ્ચે પીઠિકા પર ભગવાન ઋષભદેવની સૌમ્ય મૂર્તિ હતી. પ્રતિમાના ચહેરા પરના મલકાટ પર પોપટીની નજર પડી. આમ અચાનક નજર પડી અને મન મોહી ઊઠ્યું ! અહો ! આ ભાઈ કેવા રૂપાળાં બેઠાં છે ! સહેજે હલતાં પણ નથી ! અને મોં તો કેવું મલકે છે ! સુંદર દશ્ય જોયા પછી એ બીજાને કહેવાય ત્યારે જ ચેન પડે ! હજી આમતેમ ઊડતાં પોપટને અહીં આવવા, અવાજ દીધો ઃ જો ને ! કેવું સરસ છે ! પોપટ આવી સામેના બીજા કમાડ પર બેઠો ઃ સુંદર છે, પણ આ કમાડ પરથી દેખાય છે તેવું નહીં હોય ! પોપટી : આ કમાડ પરથી જોવામાં જ ખૂબી છે. કેવા સુંદર અને રળિયામણાં લાગે છે ! ઘણી વેળા થઈ. દર્શનની તૃપ્તિ માણી બન્ને પોતાના માળામાં જઈ પોઢી ગયા, જાણે સ્વપ્નમાં પણ એ મૂર્તિ નિહાળી રહ્યાં ! વળી બીજે દિવસે એ દેરીના કમાડ પર જઈ બેઠાં. આજે તો ચાંચમાં આંબાની મંજરી લઈ આવ્યા હતાં ! પ્રભુ ખૂબ પ્યારાં લાગ્યાં હતાં ! નિયમ એવો છે કે જે ખૂબ પ્યારું લાગે તેને કશુંક આપવાનું મન થઈ આવે; ને આપે. સામો પક્ષ તે ગ્રહણ કરે ત્યારે તો મન રાજી-રાજી થઈ જાય ! પછી તો આમ, રોજ-રોજ તળાવને કાંઠે આવવાનું. પાણી પીને આ મંદિરના કમાડની ટોચે ગોઠવાઈ જવાનું. ટિકી-ટિકીને પ્રભુને નિરખવાનું જાણે વ્યસન થઈ ગયું ! માત્ર પ્રભુ ગમી ગયા. પછી પ્રભુ જ ગમી ગયા ! અને છેલ્લે પ્રભુ સિવાય કશું જ ન ગમવા લાગ્યું. પ્રભુની પ્રસન્ન મુખ-મુદ્રા, શાંત-સ્વસ્થ ટટ્ટાર બેઠક, મરક-મરક હસતી મોંફાડ. વેરીનું વેર પણ શાંત થઈ જાય તેવું ચો-તરફ ફેલાયેલું પવિત્ર આવરણ --આ બધા સમેત, મનમોહક વાતાવરણે મનમાં માળો બાંધી દીધો. મન તેના પર ઓવારી ગયું. મનનાં ખૂણે ખૂણામાં પ્રભુ જ વસી ગયા. આ પોપટ-પોપટીના સાત ભવ થયા. બધે વખતે ઉન્નત સ્થિતિને પામ્યાં. પછી તો જનમના ફેરામાંથી જ છૂટકારો થઈ ગયો. ગમી ગયેલા પ્રભુએ કેવી કમાલ કરી ! આ પ્રભુ દરિશનનો પ્રભાવ છે ! For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ કાવ્યશાસ્ત્રવિનોદેા.. કઠિન ગ્રંથ વાંચવાની રીત (અનુષ્ટુપ) वाच्यतां समयोऽतीतः स्पष्टमग्रे भविष्यति । ग्रंथं वाचयतामेव काठिन्यंकुत्रवर्तते ॥ (મંદાક્રાન્તા) ચાલો, વાંચો, સમય વિતશે, ખૂબ મોડું થયું છે, આગે આગે બધું સમજીશું, વાંચતાં વાંચતાં ભૈ; ઝાઝાં વેશો હજી ભજવવાં, થોડી છે રાત જો ને ! જો, આ રીતે પઠન કરતાં, ગ્રંથ અઘરો જ ક્યાં છે ? રમૂજભરી રીતે કાવ્યમાં, ગ્રંથ વાંચવાની એક રીત બતાવી છે. ગુરુ શિષ્યને, અથવા અધ્યાપક વિદ્યાર્થીને ગ્રંથ ભણાવતા હોય ત્યારે જલદી ન સમજાય તેવાં સ્થાન આવે તેને સમજવા માટે શબ્દકોશ જોવામાં તથા અન્ય સંદર્ભ તપાસવામાં સમય તો વિતે જ. કોઈક વાર અધ્યાપક અથવા કોઈક વાર વિદ્યાર્થી આમાંથી રસ્તો કાઢે. અરે ! આગળ વાંચોને ! મોડું થાય છે. એ તો આગળ આગળ વાંચીશું તેમ બધું સમજાતું જશે. જો આમ આ રીતે વાંચીએ તો કોઈ ગ્રંથ અઘરો લાગે જ નહીં. અને આમ તો ગ્રંથોના ગ્રંથો વાંચી લીધા કહેવાય. બરાબર ને ? ૩૯ -- છેલ્લું પાનું For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ રોલનું પાનું -- ૪૦ સોળું ઊંચામાં ઊંડ્યું - રણકાર સાદો ખેમો દેદરાણી વર્ષો પહેલાંની વાત છે. હડાળા ગામની ભાગોળે થઈ મહાજનના ગાડાં જતાં હતા. સવારનો સમય હતો. મોં સૂઝણું થયું હતું. ખેમો લોટે જઈને પાછો વળી રહ્યો હતો. દૂરથી ગાડા ભાવ્યા. બેઠેલા માણસોને જોયાં તો ઉજળાં વરણના લાગ્યા. પાસે જઈને જોયું તો મહાજનના શેઠીયાવ હતા. “જય જિનેન્દ્ર’ -કરીને કહ્યું કે, “આમ કેણીમેરથી ગાડાં હાલ્યા આવે છે ! ગાડા ખેડૂએ કહ્યું કે, “આમ પાંચાળથી આવવાનું થયું છે, ને આમ આઘે દૂર જવાનું છે.” ખેમો કહે, “ગામમાં ઘર છે. એમ જ મહાજનનું ઘર ઓળંગીને મહાજનથી ન જવાય.” મહાજનમાંથી ઘરડા વડીલે પાઘડી ઊંચી કરીને કહ્યું કે, અમે તો મહાજનના કામે નીકળ્યા છીએ. અંતરીયાળ આમ રોકાવું ન પાલવે.” ખેમો કહે, “ઘરે તો હાલો સૌ સારાં વાનાં થશે.” બધાંએ ખેમાના દીદાર જોયાંને મન કચવાયું પણ ખેમાની વાણીમાં બળ હતું. અંતરની વાણી ઠેલવી મુશ્કેલ હોય છે. આગ્રહ હતો પણ દિલથી હતો. આખરે ગાડા ખેમાના આંગણે છૂટ્યા. શિરામણની તૈયારી થઈ ગઈ. મહાજનને શિરામણની ઉતાવળ નથી પણ, ઉતાવળ ખરડામાં રકમ નોંધાવાની હતી. એમાએ ઠંડકથી કહ્યું, આપ બધાં નિરાંતે શિરાવો, કારવો પછી તમ તમારે જે કહેશો તે કરીશું!' ખેમાના બાપાએ આગ્રહ કરી કરીને નવકારશી પરાવી પછી સાવ સાદાં લાગતા ઘરમાં નજર ફેરવતાં મહાજનને નીચે ભોંયરામાં લઈ ગયા. સોના-રૂપા ઝર ઝવેરાતના કોથળાં બતાવ્યા. “જે જોઇએ - જેટલું જોઇએ તેટલું લઈ લો આપનું જ છે' આ આપણી પરંપરા છે. મહાજન તો જોઇને આભે જ બની ગયું. બધાની જીભ બંધ, આંખો પહોળી, હૈયું હરખાવા લાગ્યું - મન ચકરાવે ચઢ્યું. એક એક જણ અંદર અંદર વાત કરવા માંડ્યું. સ્વગત બોલતાં હોય તેમ જ બોલ્યા, “એ તો કહે, પણ એમ થોડું જ લેવાય છે! ધણી આપે તે લેવાય!' ખેમાના બાપે ખોબે ખોબા ઠાલવવા માંડ્યા. ખેસની ચાળ ફસકી જાય તેટલું દીધું. “બસ.... બસ.... ખમૈયા કરો!” બધાંએ એકી અવાજે કહ્યું ત્યારે ખેમો અને તેના બાપા થોભ્યા. મહાજને ગાડાં હવે ગામ ભણી વાળ્યા. ખેમાએ બે મજબૂત વોળાવીયા આપ્યા. ચાંપાનેર પંથકનો દુકાળ સુખેથી ઓળંગી ગયા. જૈન શ્રાવકની દિલની દિલાવરી આવી હતી અને છે. માત્ર અવસરની રાહ હોય છે. For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ ૪૧ -- છેલ્લું પાનું જાનનીય સુભાષિત બોલી શકતા નથી બિચારાં, સંભળાવે શી રીતે? હાથ ધરી શકતા નથી, તે માંગે કઈ રીતે? અશ્રુ ટપકતી ભોળી આંખે ચારેકોર નિહાળે. કોઈ અમારા આંસુ લુછે, કષ્ટો કોઈ નિવારે સહીને તાપ આપે છાંય, એવું એક ઝાડ બનવા દે, દરેક નિષ્પ્રાણ તત્ત્વોની, ધબકતી નાડ બનવા દે; તમન્નાઓ નથી, મ્હેકી ઊઠું હું ફૂલની માફક, રક્ષા કાજે કોઈ જીવની, મને બસ વાડ બનવા દે. કોઈક દયાળુ કવિની, અપીલ કરે એવી આ વાણી છે. વાંચતાં જ સમજી શકાય એવા આ બે પદ્ય છે. આપણને એ મૂંગા, અબોલ જીવો પ્રત્યે હૃદયપૂર્વક દયાનો ભાવ પ્રગટે એ માટે પહેલું મુક્તક સહાયક બને છે. આજનો માણસ દુઃખની, અશાન્તિની, અજંપાની સતત ફરિયાદ કરતો રહે છે. એને બદલે, એમાંથી મુક્ત થવાનો સીધો સાદો ઉપાય એ છે કે, જાતના કોચલામાંથી બહાર નીકળીને બીજાઓને થોડું આશ્વાસન આપવાની,શાસ્ત્વન પમાડવાની, સહાય આપવાની શરૂઆત કરીએ. એમ કરવાથી આપણા અજંપાનું બાષ્પીભવન શરૂ થઈ જાય છે, આ મુક્તકમાં તો પ્રાર્થનાનો સૂર પણ સંભળાય છે. ગુજરાતી ભાષામાં આવા નાનાં નાનાં પઘો પણ હૃદયની શાહીથી લખાયેલાં મળે છે. આવા મુક્તકો આપણા હોઠ પર પોતાનું આસન જમાવી લે છે. For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Kોજું પાનું-- ૪૨ UM4611 વારંવાર બાજુવાળા ભાઈને પૂછું છું કેમ! પૂજારીભાઈ દેખાતા નથી? ક્યાં ગયા હતાં? સાસરે મજા કરી આવ્યા લાગો છો! જુઓને! મોં પણ લાલ-લાલ થયું દેખાય છે ! તમે ગમે તે કહો. હાયાના વાળ ને ખાધાના ગાલ છાનાં ન રહે! હવે તો બોલો? હું જ એકી શ્વાસે બોલ-બોલ કરું છું. મોંમાં મગ તો નથી ભર્યાને? અરે ભાઈ હુંબોલું છું. મનેબોલવાતો દો!જુઓ તમને ખબર તો હશે કે, કે.પી.સંઘવીના પાવાપુરીમાં પ્રભુજી ગાદીએ બેસવાના હતા એનો મોટો ઓચ્છવ હતો, બરાબર ! ત્યાં આપણાં સિરોહી પટ્ટાનાં બધાં મંદિરના પૂજારીઓને બોલાવ્યા હતા. જમાડ્યા. રાખ્યા. પછી બધાને મોટા-મોટા કવર આપ્યાં!” એમ ! ઘણું સારું કહેવાય! સૌથી વધુ સારું એ કહેવાય કે, અમારા એક સાળા પણ સાથે આવ્યા હતા. તેઓ ઠેઠ જાલોર તરફના ગામમાં પૂજા કરે છે. આમંત્રણ નહતું. જોવા આવ્યા હતા. તેમને પણ ખાલી હાથે જવા ન દીધા!' અરે ભાઈ ! બધી વાત તો સાંભળી. પણ તમે મગનું નામ મરી તો પડો? આપ્યું શું? આપ્યું શું એ પૂછો છો? અમને બધાને કવર આપ્યું.” અરે ભાઈ મારા! કવર તો બરાબર છે પણ એ કવરમાં શું ભર્યું હતું એ તો પ્રકાશો! કહું કહું !' કહેતાં તો પૂજારીનું મોં આખું ભરાઈ ગયું: ‘પૂરા અગીયાર હજાર !!” તમારા હાથમાં પહેલીવાર આટલા રૂપિયા આવ્યા હશે! હા! વાત સાચી છે, ભાઈ ! કુદરતે પણ મુઠ્ઠી વાળીને નહીં પણ ખોબા ભરી-ભરીને આપ્યું છે! અને આવા બધાને આપ્યું તે પ્રમાણ! આપણે તો ભાઈ! ન્યાલ થઈ ગયા! જેનો આટલા ઉદાર હોય છે તે પહેલીવાર જાણ્યું. મને પાંત્રીસ વર્ષ થયા. મારા બાપા પણ આ જ મંદિરમાં પૂજા કરતાં. હું વીસ વર્ષથી પૂજા કરું છું. ઘણાં શેઠીયા મળ્યાં પણ કે.પી. શેઠથી હેઠ. મારો ભાઈબંધ આ બાજુના ગામના મંદિરમાં પૂજા કરે છે તે કહે હું ભગવાનને નવરાવું, ઘણીવાર એમ ને એમ રાખ્યું પણ આજે મારા વિચાર બદલાયા છે. હવેથી સરસ રીતે પૂજા કરીશ, દેરું ચોખ્ખું રાખીશ. આપણા માટે આ બધા આટલું કરે તો આપણે પણ સમજવું જોઈએ ને !' સરસ! સરસ!પ્રભાવનાનું ફળ મળી ગયું! પણ એ તો કહો! તમારા સાળાને શું મળ્યું? તે બધાને પૂરા અગીયાર સો રૂપિયા મળ્યા!' એમ! બહુ સારું કહેવાય! છે હજી આ પૃથ્વી પર આવા રતન ! કહેનારાએ કહ્યું જ છે વહુરત્નાવસ્થા ચાલો મજા આવી! For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ આવી ‘તા’ આપણને પણ ઢાળે ! વસંત પંચમીનો દિવસ છે. નગર બહારના વિશાળ ઉદ્યાનમાં આજે મેળો છે. સર્વત્ર ઉલ્લાસનો દરિયો ઊછળી રહ્યો છે. ४३ -- विस्तु पालु તમામ નર-નારી, યુવક-યુવતી, બાલ-આબાલ, ટોળે-ટોળા મેળો મ્હાલવા એ દિશા તરફ જઈ રહ્યા છે. આજે તો દિવસભર અને મોડી સાંજ સુધી, ખાણી-પીણી, નાચગાન, ખેલ-કૂદ અને રંગ-રાગ ચાલશે. લોક હિલોળે ચડશે. સમય થતાં રાજા પણ આ મેળામાં સામેલ થવા જઈ રહ્યા છે. મહાલયમાંથી નીકળતાં કુમાર સમરાદિત્યને એમનાં કક્ષમાં બેઠેલા જોયા. કમાડ ખુલ્લાં હતાં. એક ગવાક્ષ પાસે કુમાર ચિંતન મુદ્રામાં સ્થિર બેઠેલા હતા. પ્રશાંત મુખમુદ્રા પર અપાર્થિવ તેજનું સરોવર લહેરાતું હતું. રાજા પળવાર એમને નિહાળી રહ્યા; પછી પૂછ્યું: કુમાર ! ચાલો, મેળામાં આવો છો ને ? ના ! પિતાના પ્રશ્નનો ઉત્તર વાળવો જોઈએ, એથી કુમારે વિનમ્રતાથી કહ્યું, પછી ઉમેરે છે : આવવું નથી એવું નથી. આ બધી મોજ-મજા કોને ન ગમે ? પણ એ તરફ જેવો હાથ લંબાવું છું કે તરત મને એ મોજ-મજાની વિશાળ શિલા નીચે અનેક નરનારીને રોતાં, કકળતાં, છૂંદાતા, ચગદાતાં જોઉં છું અને મારો હાથ પાછો વાળું છું. મને પરિણામ દેખાય છે તેથી મારે આવવું નથી. હું એટલે ‘ના' પાડું છું. આમ, ‘ના’ ગમે તેવો શબ્દ નથી ; પરંતુ પરિણામ-દર્શન થયા બાદ, આવતી ‘ના’ પ્રિય તો છે જ પણ સ્પૃહણીય પણ છે. આવી ‘ના’ માંગવાનું આપણને મન થાય છે. એ મળે તો કેવું સારું ! . For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ दिल्लू पालु -- ४४ ઉથિત બોલવું કેવું જે ઔચિત્યે હાર્યું..ાર્યું मागा इत्यपमङगलं व्रजइति स्नेहेनहीनं वचः, तिष्ठेति प्रभुता यथारुचि कुरु सैषाप्युदासीनता । इत्यलोच्य मृगिदशा जलधर प्रारम्भ संसूचके प्रादुर्भूत कदम्ब कोरकचये दृष्टिः समारोपिता || ( साहित्यदर्पण) ના જાઓ કહું તો અમંગળ અને જાઓ નર્યું નિર્મમ રહો આજ્ઞા સરખું યથા રુચિ કરો, તે તો ઉદાસીનતા એવું જાણી મૃગાક્ષી કાજળ સમાં આવંત એ મેઘને સૂચવતી નમણી કદંબકળીને જોતી રહી ધારીને ! (અનુવાદ : કુલીનચન્દ્ર યાજ્ઞિક) વાત ઉચિત ઉત્તર આપવાની મૂંઝવણની છે. વર્ષાઋતુનું આગમન થઈ ચૂક્યું છે. ઝરમરિયા મીઠાં મેઘ લઈ આવતા, અષાઢના દિવસો શરૂ થયા છે અને નાયક પરગામ જવા તૈયાર થયો છે ! એના પ્રયાણ સમયે શું બોલવું ? -- એ નાયિકાની મૂંઝવણ છે ! શું બોલવું ઉચિત છે ? તે માટેના ઉચિત શબ્દોભર્યા વિકલ્પો શોધે છે. ‘ના જાવ’ એવું કહું ! એ તો અપશુકન કહેવાય, અમંગળ થાય. ‘જાવ’ એમ કહું તો તો, એ તોછડું લાગે ! ‘રહી જાવ’ કહું તો વડીલશાહી લાગે ! આદેશ દીધો હોય એમ લાગે. ‘ઠીક લાગે તેમ કરો’ એમ કહું તો ઉદાસીનતા લાગશે ! જાણે કે મને પડી નથી. તો આવા પ્રસંગે શું બોલવું ઉચિત છે ? શું બોલવું શોભે ? - આવી મૂંઝવણમાં કાંઈ પણ બોલવું ન સૂઝ્યું ! છેવટે, ઘરના આંગણામાં જે કદમ્બ વૃક્ષ હતું, અને તેના પર વરસાદના આગમનની છડી પોકારતી, દડુલીયા જેવી કદમ્બ-કળીઓ ખીલી હતી, તેના તરફ ટગર ટગર જોવાનું ઉચિત લાગ્યું ! બસ ! નાયિકાના કાવ્યમય વિચાર પર આ કાવ્ય-પંક્તિ રચાઈ છે. એ રસિકાનો નાયક પણ રસિક જ હશે ! અક્ષર કરતાં ઇશારા બળુકા હોય, એ અનુભવ પણ હશે ! મુગ્ધ નાયિકા જાણે કહી રહી છે કે વરસાદના આ માદક દિવસો આવ્યા અને તમે જવાનું કરો છો ? શબ્દ જ્યારે વામણા પુરવાર થાય ત્યારે, દષ્ટિ જ મદદે આવે ને ! ચતુર નાયિકાને શબ્દ વાપરવા ઉચિત ન જ લાગ્યા અને એણે નજરથી કામ સાધી લીધું ! આવી ઔચિત્યપૂર્ણ અભિવ્યક્તિ થાય તો કાર્ય સિદ્ધ થાય છે ! For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ ૪પ -- છેલ્લું પાનું ‘દિવસ'–આશબ્દનો અર્થ દલો વિનાશ શકે? વાત જસદણના આલા ખાચરની છે. આલા ખાચરના હૃદયમાં દાનની પાતાળગંગા સમી સરવાણી સતત વહેતી રહેતી હતી. યાચક આવ્યો નથી અને દાન દીધું નથી! સહજ રુચિવાળા જીવ જ્યારે દાન આપે ત્યારે લેનારને એનો ભાર લાગતો નથી અને દેનારનો હળવો થાય છે. આલા ખાચરની દાન-સરવાણી નદીનું રૂપ ધારણ કરે, આગળ વધતાં એનો ધોધ રચાય ત્યારે રાજ્યના દીવાનને ચિંતા થાય જ થાય! આમ ને આમ સતત દાનપ્રવાહ ચાલુ રહેશે તો તિજોરીનું તળિયું આવી જશે. રાજ કેમ ચાલશે? એકવાર એકાંત જોઈને દીવાને ઈશારો કર્યોઃ બાપુ! હવે તો હાઉ કરો! આ તો વાચકો છે. રોજ-રોજ આવ્યા કરશે. આપ આપો છો એટલે આવે છે. બાપુ કહેઃ યાચક આવે છે એટલે હું આવું દીવાન કહેઃ એ તો ગોળ છે તો માખી આવે જ ને! બાપુના સ્વભાવમાં દાન આપવાનું વણાઈ ગયું હતું. સ્વભાવને કારણની શી જરૂર ? આપ્યા વિના ચેન ન પડે તેવો સ્વભાવ હતો. એક રાત્રેડાયરો બરાબર જામ્યો હતો. છેક મોડે સુધી ચાલતો રહ્યો. છેવટે બગાસાએ તેડું મોકલ્યું અને ડાયરો વિખરાયો. આછા અજવાળાં વેરતા દીવા ટમટમતા હતા. બાપુએ દીવાનને નજીક બોલાવ્યા. અહીં આવો તો! જુઓ, આ શું છે? સેવક પાસે કપડું આવું કરાવ્યું જોયું તો ગોળનો રવો!: બાપુ! ગોળ છે ! આલા ખાચર કહેઃ તો માખી કાં નથી? દીવાન કહે: એ તો દિવસ હોય ત્યારે આવે! બાપુએ આ સાંભળતાં જ કહ્યું હું પણ એ જ કહું છું. મારા પણ દિવસો છે, તો યાચકો આવે છે ! ચતુર દીવાન મર્મ સમજી મૂછમાં મરકી રહ્યા. બાપુને મનોમન પ્રણામ કર્યા. (‘આલા અરબી ભાષાનો શબ્દ છે. “અવ્વલ' શબ્દ પણ એમાંથી બન્યો. આલા એટલે મોટો. આલા ખાચરે આ નામને પણ શોભાવ્યું!) For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ Cોનું પાનું-- ૪૬ આંબાના વળ જેવા થો કી શ્વેતામ્બી નગરી. વન-વનોથી ઘેરાયેલી નગરી. નગરીનો રાજા પ્રદેશી. જીવદળ ઉત્તમ. પણ ગમે તે કારણે તે નાસ્તિક-શિરોમણિ બની ગયા હતા ! પરમ-આસ્તિક થવાના હતા તે માટે તો નહીં બન્યા હોય ને! શ્રીકેશી ગણધર મહારાજ સામે ચાલીને ગયા અને તેમને બૂઝવ્યા. પ્રતિબોધ પમાડ્યો. રાજાએ આત્મ-તત્ત્વનો હૃદયથી સ્વીકાર કર્યો. તે પછી પોતાના પાપથી મનમાં ફફડાટ વ્યાપ્યો! પાપથી બચવા “આલોચના' લીધી. છઠ્ઠને પારણે છઠ્ઠની તપસ્યા શરૂ કરી દીધી. રાજા પ્રદેશને ધર્મ સન્મુખ કરવાના હતા તે કાર્ય સારી રીતે સંપન થયું એટલે તેઓશ્રીએ વિહાર કર્યો. નિયતવી શ્રમUTE (સાધુઓ નિયતવાસી નથી હોતા) રાજા પ્રદેશી વળાવવા ગયા. નગરની હદ પૂરી થઈ એટલે પ્રદેશીએ હિતશિક્ષાના બે બોલની માગણી કરી. વગડામાં ઊભા-ઊભા જ શ્રીકેશી ગણધર મહારાજે ફરમાવ્યું: આ આંબાના વન જેવા થજો પણ આ સામે દેખાય છે તેવા કંથેરીનાં ઝાડ જેવા ન થતા. વળી એકવાર સારા બનીએ; પછી ખરાબ ન થતા.” पुव्वं रमणिज्ज भूआ, पच्छा अरमणिज्ज मा भूआ। જગ તો આલંબનથી ભરેલો છે. પડતાંના ય ઉદાહરણો છે ને ચડતાંના ય ઉદાહરણો છે. ઊચાં આલંબનો લેવાં. સુપથમાં સત્ સંચરવું” જે જોઈએ તે મળશે. જેવા થવું હોય તેવા દાખલા લેવા. સારા બની જવું સહેલું છે. સારા બની રહેવું અઘરું છે. આપણે સારા બનીને સારા રહેવા જમ્યા છીએ. શ્રીકેશી ગણધરની વાણી રાજા પ્રદેશના મનમાં છવાઈ ગઈ; દીવાદાંડી બની રહી. મનનું નાવ જેવું ખરાબે ચડવા જાય તેવું દીવાદાંડીના સહારે વળી માર્ગે આવી જાય. પ્રભુ-વાણી તો દ્વીપ સમાન છે. બરાબર પકડી, એના પર ચડી જઈએ તો બેડો પાર છે. For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ ૪૭ -- છેલ્લું પાનું બંઘ સાયશ્ચિત્ત ચેતીયે રે, ઉદયે શો સંતપ સલૂણા ઉનાળાના દિવસો હતા. સૂરજના કિરણો ન'તા દેખાતા પણ લાવારસ ફેંકાતો હોય તેવું લાગતું. બપોરનું ભોજન જેમતેમ પૂરું કરી નરનારી બધાં ઉદ્યાનનો આશરો લેવા દોડી જતાં. એમાં ધનકુમાર અને ધનવતી પણ હતા. તાજાં તાજાં પરણેલાં હતા. ઉછળતી યુવાની હતી. આકરાં તાપથી બચવા ધનકુમારે એકલતામંડપની શીતળ સુખદ છાયામાં શરીર લંબાવ્યું હતું. ધનવતી પણ પાસે જ બેઠાં હતા. બળબળતો ઉનાળો અને બપોરના એક વાગ્યાનો ધોમ ધખતો તાપ. બગીચા બહારના રસ્તા પર જતાં એક કુશકાય મુનિરાજને ચક્કર આવ્યાં અને પડી ગયા. ધનવતીએ આ જોયું અને ધનકુમારને ત્વરિત મોકલ્યાં. ધનકુમાર અને અન્ય એક યુવાને મળી બેશુદ્ધ મુનિરાજને સરખી રીતે બગીચામાં લાવી સુવરાવ્યા અને શીતોપચાર કરી શુદ્ધિમાં આપ્યાં. મુનિરાજના પગમાંથી કાંટા ખેંચી કાઢ્યા. લોહી વહેવા લાગ્યું. ઘનકુમારના મનમાં ભક્તિની સરવાણી ફુટી. હૃદય દ્રવી ગયું. લોહીલૂહાણ પગમાં ચીરા પડેલાં જોઈ ધનકુમારે વિનિત સ્વરે પૂછ્યું: “આ શું? પગ કેમ કરી ધરતી પર મૂકાય છે? મુનિરાજે સહજ સ્વરે કહ્યું: આ તો વિહારક્રમ સંભવઃ વિહાર કરીએ તો આ બધું થાય. ખેદ છે તે તો આ જન્મમરણનો છે. એ દૂર થાય તેની ચિંતા છે.' ધનકુમારના મનમાં તો મુનિરાજની નિર્વેદવાણી સાંભળીને અજવાળા પથરાયાં. રાગદ્વેષની નિબિડ ગ્રંથી ભેદાઈ, સમકિત મળ્યું. આપણે કર્મ ઉદયમાં આવે ત્યારે રડીએ છીએ અને મુનિવરો કર્મના બંધ સમયે જ રડે છે અને ચેતે છે. આ ધનકુમાર તે નેમિનાથ ભગવાનનો જીવ અને ધનવતી તે રાજીમતીનો જીવ. મુનિ મહારાજની સેવા સમકિત આપે છે. For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ છેલ્લું પાનું-- ૪૮ બો સ્થિતિમાં મઝા જ મઝા વિશાળ વનરાજિથી વિંટળાયેલી ટેકરી ઉપર એક બાવાજી રહેતા હતા. સાત આઠ વિદ્યાર્થીને ભણાવતા હતા. વિદ્યાર્થીઓ જ જંગલમાંથી સૂકા લાકડા વીણી લાવી રસોઈ કરીને બધાને જમાડતા હતા. એક દિવસ ભણનાર છોકરાઓએ આવીને સમાચાર આપ્યા કે, “ગુરુજી, ગુરુજી! સાત-આઠ ગાય ક્યાંકથી ફરતી ફરતી આવી ગઈ છે.” ગુરુજીએ કહ્યું, “ભલે! ત્યાં જ સ્ટેજ બાંધીને છાંયડો કરી ઘો. માતાજી સુખે સુખે ત્યાં રહી શકે.” તે પ્રમાણે છાંયો કર્યો. ગાયો નિરાંતે રહેવા લાગી. દૂધ મળવા લાગ્યું. દહીં, ઘી થવા લાગ્યા. બધો પરિવાર મઝામાં આવી ગયો. દિવસો સુખમાં વિતતા હતા. ત્યાં એ જ છોકરાઓ ભેળાં થઈને આવ્યા. ગુરુજીને કહેવા લાગ્યા, “ગુરુજી, ગુરુજી! એ બધી ગાયો ક્યાંક ચાલી ગઈ! ગુરુજી કહે, “ચાલો સારું થયું, ગોબર સાફ કરવું પડ્યું.' ભણતાં વિદ્યાર્થીઓએ કહ્યું, “ગાયો આવી ત્યારે આપે કહ્યું કે ગોરસ મળશે અને એનો માલિક એ બધી ગાયોને લઈ ગયો તો આપે કહ્યું કે ગોબર સાફ કરવું મઢ્યું. તો બને અવસ્થામાં આપને સારું જ દેખાય છે? ગુરુજી કહે, “હા, ભણતરનો સાર જ આ છે ને. નજર એવી ટેવાઈ જાય કે સારું હોય તે જ નજરે ચઢે. અને જે જુએ તેમાંથી સારું શોધી કાઢે.” આપણને સારું જોવા જ આંખ મળી છે. તેની સાર્થકતા તેમાં છે. જોવું છે તો સારું જ જોવું. For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ ૪૯ -- દોલતું પાનું હઠીલાઈનો રોટલો ઓલદોલ જીવની વાત જ નિરાળી છે. જેસર પરગણામાં હઠીભાઈ લાખેણો માણસ. વેપારી માણસ, પણ એના જેવો જીવ, આ મનખના મેળામાં મળવો દોહ્યલો ન હોય તેવું તો કેમ કહેવાય! ખવરાવવા - જમાડવાની બાબતમાં તો તેમને ક્યારેય ધરવ ન થાય! એક ઉર્દૂ શાયરની પંક્તિ છે ને! --વો ભી દ્દિન જૈસે થે, વોર્ડ આવે તવ વિમા એ એમનું મન અને એ એમનું જીવન! એમનો રોજનો નિયમ. બપોર થાયને જમવા ટાણે બજારેથી ઘરે જતાં, રસ્તામાં જે નજરે ચડે તેનો પ્રેમથી હાથ પકડીને ઘેર લઈ જ જાય ! ઘરવાળા પણ એવા જ પુણ્યશાળી. રસોડામાં ગરવું રોટલીથી ઉભરાતું હોય! એ ઉપરાંત થીજેલાં ઘી લગાડેલા રોટલાની થપ્પી તો જુદી જ ! હઠીભાઈને ખબર હતી કે શિરામણમાં કે વાળુ વખતે તો બહુ જ ઓછા હોય; પણ જમતી વેળાએ તો મલક આખાને નોંતરે. રોજ રોજ પચ્ચીસ-ત્રીસ મહેમાનની પંગત હોય જે: “ક્યાંથી આવો છો? કયે ગામ રહેવું? જેસરમાં શું આવ્યા છો?” --આવી કોઈ પડપૂછ નહીં. અઢારે આલમને આવકાર, હઠીભાઈ માટે તો અન્નદાન તે મોટું દાન ! કોણ આવ્યું; કોણ ગયું --એ જાણવાની તે શી જરૂર? જમવામાં પણ વેરો-આંતરો નહીં. એક જ પંગતે બેસાવાનું. બધાના ભાણાંમાં એક સરખું પીરસાય. પેટ ભરીને જમાડે. જમ્યા પછી રોટલાં ને છાસ તો આગ્રહ કરી કરીને જમાડે. તો જ હઠીભાઈને ચેન પડે! એકવાર બપોરાં કરીકરાવીને ગામતરે નીકળ્યા હતા. ઉઘરાણી કરી ગામ પાછા વળતાં સાંજ પડી ગઈ હતી; શિયાળાની સાંજ. રાત જેવું અંધારું થઈ ગયું હતું. ઘોડો હોંશિયાર અને રસ્તાનો જાણકાર મોડું તો ખાસ્સે થયું હતું. હઠીભાઈ બેફિકરાઈથી ઘરભણી આગળ ધપી રહ્યા હતા. સનાળાના પાદરે પહોંચે તે પહેલાં તો ચાર લૂંટારાએ આંતર્યા. ઘોડો અટક્યો નહીં, ધીરે ધીરે ચાલતો રહ્યો તેથી કરડાકીભર્યો અવાજ આવ્યો : અલ્યા કોણ છે? થોભી જાવ!” નજીક આવીને જુએ છે ત્યાં મો-કળા જોઈ એક બોલી ઉઠ્યો: ‘આ તો હઠીભાઈ કામદાર !” નામ સાંભળતાંવેત બાકીના ત્રણેય એકી સાથે બોલી ઉઠયા: “અલ્યા ભેરુ, એને નાં વતાવાય ! બે જણા સાથે રહીને એમને જેસર સુધી વળાવી આવો. જો, જો, કોઈ અડપલું ન કરે. હઠીભાઈનો રોટલો તો હજુ દાઢમાં છે.” For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ દિવેલનું પાનું -- ૫૦ સંવેદonહીનતાની સજા રાજકુમારી સુદર્શનાને મનમાં એવો મનોરથ થયો કે હું તીર્થની યાત્રા કરવા જાઉં. રાજપુત્રી હતાં. માત્ર ઇચ્છા પ્રગટ કરે એટલી જ વાર ! બધો રસાલો તૈયાર થઈ ગયો. નોકર, ચાકર, રસોઈયા અને એવા અનેક સેવકો તૈનાતમાં હાજર હતા જ. લાવલશ્કર સાથે એક પછી એક તીર્થ થવા લાગ્યાં.એક વાર એક ઘટના બની. સુદર્શન કુમારી રથમાં બેસતાં હતાં. દષ્ટિ માર્ગ પર રહે તે રીતે રથમાં બેઠક ગોઠવી . ' હતી. એક તીર્થ છોડી બીજે તીર્થ જવાની તૈયારી થઈ હતી. એક પછી એક એમ ગામો આવતાં ગયાં. એવા એક ગામની ભાગળ બહારથી જ જે તીર્થે જવાનું હતું તે રસ્તે રસાલો ચાલ્યો. રસ્તા વચ્ચેથી એક નાગરાજ પસાર થતા હતા. એમની ગતિ સ્થિર અને સીધી હતી. પણ માણસની જાત. પોતાના ભયનો પડઘો એને સાપમાં દેખાયો. રે! માણસ! રસાલાની આગળ ચાલતા માણસોએ ડાંગ ઉગામી. બે-ત્રણ ફટકે તો નાગરાજને યમસદને પહોંચાડી દીધા. સુદર્શના રાજકુમારીની નજરમાં આ ઘટના બની. તેઓ જોતાં હતાં અને તેમના કર્મચારીઓએ નાગરાજની હિંસા કરી. રથના આગળના ભાગે રાજકુમારી બેઠાં હતાં. તેમની નજર માર્ગ પર હતી ને આ ઘટના બની. જોયું છતાં તેઓ કાંઈ ન બોલ્યાં. માણસોએ ડાંગ વડે ઘા કર્યા ત્યારે પણ “આવું ન કરાય”એટલુંય ન બોલ્યાં. આ ઘટના બની ત્યારે સુદર્શના કુમારીના આત્માએ પછીના ભવની ગતિ કરી અને આયુષ્યનો બંધ પડ્યો! અને તે સમળીનો ભવ પામ્યાં. ભવિતવ્યતા સારી કે સમળીને પારધીએ તીર માર્યું અને તે તરફડતી દેરાસરના પગથીઆ પર પડી. એ સમળીને તરફડતી જોઈને કરુણાવશ મુનિ મહારાજે નવકાર મંત્ર સંભળાવ્યો. નવકાર મંત્ર સાંભળતાં સાંભળતાં નવા ભવના આયુષ્યનો બંધ પડ્યો તેમાં મંત્રના શબ્દના પ્રભાવે મનુષ્યનો ભવ પડ્યો. એટલે, વચ્ચે જે તિર્યંચ - સમળી - તરીકેના ભવનું કારણ, જ્યારે નાગની હત્યા થઈ રહી હતી ત્યારે તે મૌન રહ્યાં તે છે. યાદ રાખી લેવા જેવો પ્રસંગ છે અને ઉપદેશ છે. હિંસા કે આતંક નજરે દેખાય ત્યારે, “ભાઈઓ ! આ શું કરો છે? આવું ન કરાય !” એટલું તો અવશ્ય કહેવું જોઈએ. આવા સમયે મૌન રહેવું એ પણ સંમતિ સૂચક છે એમ ઉપરના પ્રસંગથી પ્રમાણ થાય છે. એવું ન થાય અને હિંસા અટકે એવી ભાવના હશે તો જ સંવેદના જીવતી રહેશે. For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ ૫૧ -- છેલ્લું પાનું કરુણા જાળીના જાયાને સલામ જેસિંગભાઈની વાત પેલી ઘી કાંટા પાસે વાડી છે એ જેસિંગભાઈની....હા... એ જેસિંગભાઇની વાત છે. બન્યું એવું કે ગાયકવાડ સરકારે વડોદરા જીલ્લાના તમામ ગામોની ગોચર ભૂમિમાં તે તે ગામના ઢોર-ઢાંખરને ચરવાનું બંધ કરાવ્યું. ત્યાં માત્ર ગાયકવાડ સરકારના પશુઓને ચરવાનું. આમ ચરિયાણ બંધ થતાં મહાજન જેસિંગભાઈ પાસે આવ્યું અને કહ્યું કે કાંઈક કરો. ગામના ઢોર જાય ક્યાં? ચરિયાણ તો ગામનું છે. ગાયકવાડ સરકારની માતા તીરથ કરે છે તે જાણી જેસિંગભાઈ સાથે થઈ ગયા. જે ગામ જાય ત્યાંનો જમણવાર જેસિંગભાઈ તરફથી થાય. માતા કહેઃ આ શું! જાત્રા હું કરું અને જમણવાર તમારા તરફથી ! જેસિંગભાઈ કહેઃ મા, આ બધું એક જ છે ને! મા પ્રસન્ન થયા, કહેઃ શું જોઇએ છે? જેસિંગભાઈ કહેઃ વડોદરા જીલ્લાના ગામોના - ચરિયાણ છૂટા કરાવી દ્યો...બસ, આટલું જોઈએ છે! રાજમાતા કહેઃ માંગી માંગીને આ શું માંગ્યું? - -... પછી કહે : ભલે ! હા, રાજાને કહેવડાવી તરત તમામ ગામોની ગોચર જમીન ગામ માટે છૂટી કરાવી. મહાજનો ભેગા થઈ આભાર માનવા આવ્યા તો કહે: આ તો મારો આભાર મારે માનવાનો થયો! દયાના કામ તો સામે ચાલીને કરવાં જોઈએ. પુણ્ય કમાવાની તક મળી ગણાય. મારે તો તમારો ઉપકાર માનવાનો થયો. આ લક્ષ્મી મંગા અબોલ જીવો માટે ખપમાં નહીં આવે તો ક્યારે આવશે? જેસિંગભાઇના હૃદયમાં દયાનો ઝરો ચાલુ જ રહ્યો. એ વહેણ સતત વહેતું રહે તે માટે આપણે પણ નાના-મોટા દયાનાં કામ કરતાં રહેવું જોઇએ. જેનોના વૈભવ, ઐશ્વર્ય અને અમીરીનું મૂળ આ લોકોપકારમૂલક જીવદયા છે. મૂંગા અબોલ પ્રાણીની આંતરડી ઠરે અને તેમાંથી જે શુભાશીર્વાદ આવે તે ઐશ્વર્યને સ્થિર કરે છે. For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ છેલ્લું પાનું -- પર સુdiાષિત गेण्हह पलोअह इमं पहसिय वयणा पइस्स अप्पेइ जाया सुअ पढमुभिण्णदंत जुअलंकियं बोरं ॥१॥ | (Tથાસહસ્ત્રી) લ્યો આ જુઓ ! રે ! વદતી (મંજુલ બોલ, એના વર્ષે વર્ષે હાસ્યના અંકોરે) પુલકિત પત્ની પતિ સંમુખ ધરતી એક પાકું બોર જેની પર ભદ્રા પ્રથમ શિશુની પહેલી બે દંતૂડી કેરી હળવી મુદ્રા (મુક્ત અનુવાદ : હરિવલ્લભ ભાયાણી) શિયાળાની નમેલી સાંજ છે. પતિ-પત્ની બેઠાં છે. હળવાશ ભર્યું વાતાવરણ છે. પત્નીએ પતિ પાસે જઈને, હાથમાં રહેલું એક પાકું લાલ ચટ્ટક બોર બતાવ્યું; પતિ નિરખી રહ્યા, મોંઢા પર કોઈ વિસ્મય ભાવ ન આવ્યો, પણ પ્રશ્નાર્થ આવ્યો! એ જોઈ પત્નીએ પૂછ્યું કે, તમને આમાં કશું દેખાય છે? પહેલી નજરે તો પતિને એમાં કશું જોવા જેવું ન દેખાયું તેથી મૂંઝવણ અનુભવી! ત્યારે પત્ની ખિલખિલાટ હસીને કહે છે : - આ તો તમારા લાડલાના નાજુક-નાના દૂધિયા દાંતની પહેલી છાપ છે ! જુઓ! એ જોઈને પતિના હૈયે હેત-પ્રીત ઊભરાયાં અને બંનેના માં કમળ સમા ખીલી ઊઠ્યાં ! સ્મિત પરાગથી ઘરનું વાતાવરણ મહેકી રહ્યું ! For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ ૫૩ -- વેલ્લું પાનું જેના સ્પ થાય આ સર્વ હેઠળ તે શી હેમાચાર્યો પ્રણામ કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય મહારાજના જીવનનો કથા-પ્રસંગ છે. તેમની દીક્ષા સાવ નાની વયમાં થઈ હતી. નામ અપાયું હતું સોમચન્દ્ર મુનિ. હજી તો બાળપણ છે. સવારનો સમય છે. ગોચરી વાપરવાની ઇચ્છા થઈ. એક વયોવૃદ્ધ મુનિ વીરચન્દ્રજી મહારાજ સાથે વ્હોરવા પધાર્યા. નજીકના જ એક ઘરે પધાર્યા. સાવ સામાન્ય સ્થિતિવાળું ધનદ શેઠનું ઘર. સવારેસવારે પાણીમાં ઘઉંનો લોટ ભેળવી અને તેમાં મીઠું(લવણ) ઉમેરી રાબ તૈયાર કરેલી હતી. ઘરમાં પ્રવેશતાં ત્યાં પડેલા કોલસાના ચોસલાને હાથ અડાડી નાના મહારાજ સોમચન્દ્ર મુનિએ વૃદ્ધ મુનિવરને કહ્યું: ‘આમની પાસે આટલું સોનું છે છતાં આવી લોટવાળી રાબ જ પીએ છે !' તેઓના હાથનો સ્પર્શ જેવો એ ચોસલાને થયો કે તરત જ તે સોનું બની ચળકવા લાગ્યું ! વણિક ગૃહસ્થની ચકોર નજર પામી ગઈ કે આ નાના મુનિવર ખૂબ જ પુણ્યવંત છે. તેઓના સ્પર્શમાત્રથી આ કોલસામાંથી સોનું બની ગયું. ગૃહસ્થ બોલ્યા: “નાના મહારાજ ! આપ આ બધાને આપનો હાથ અડાડોને! આ બધાં ધન વડે આપના સૂરિપદ પ્રદાન સમારોહમાં લાભ લઈશ. એ ઘટના પછી વીર સંવત ૧૧૬ની સાલમાં અક્ષયતૃતિયાના શુભ દિને સૂરિપદ પ્રદાન અવસરે તેઓનું નામ હેમચન્દ્રસૂરિ મહારાજ રાખવામાં આવ્યું. For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ છેલ્લું પાનું-- ૫૪ જાસ હિત શીખથી. આચાર્ય શ્રી સિંહસૂરિ મહારાજ. સંઘમાં અજાણ્યું નામ. જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિ મહારાજની પરંપરાના શ્રદ્ધેય આચાર્ય મહારાજ. સત્યવિજયજી પંન્યાસ આ આચાર્ય મહારાજને જ કહેવા ગયેલા કે સાહેબ! હવે ક્રિયોદ્ધાર કરવો જરૂરી છે. ત્યારે નિખાલસપણે આચાર્ય મહારાજે કહ્યું કે “અમે ઘરડાં થયા છીએ. તમે દીક્ષા લઈને કરો.” આ . વાક્યના જોરે સત્યવિજયજીએ દીક્ષા લીધી અને ક્રિયોદ્ધાર કર્યો. આ ઘટના બની તે પહેલા વિ.સં.૧૭૦૩માં શ્રી યશોવિજયજીનું હર પારખીને કહ્યું હતું કે તમારે સંવિજ્ઞપાક્ષિકના પક્ષમાં રહેવાનું અને સત્યવિજયજી જે સાહસ કરે તેને પ્રોત્સહિત કરવાના. આ શિખામણ તેમને ઘણી કામમાં લાગી. તેથી તેમણે ૩૫૦ ગાથાના સ્તવનની પ્રશસ્તિઢાળમાં આચાર્ય સિંહસૂરિ મહારાજને આ સંદર્ભમાં યાદ કર્યા અને તેઓશ્રીના જીવનને કવનમાં ગૂંથતું વિનયોજ્ઞા વ્ય ની રચના કરી. આખી કડી આ પ્રમાણે છે : તાસ માટે વિજયસેવસૂરિસરુ પાટે ગુરુ વિજયસિંહ ઘોરી જાસ હિત શીખથી માર્ગ એ અનુસર્યો જેહથી સવિટળીકુમતિ ચોરી. For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ ૫૫ -- હોળું પાનું એક અQqત વાત જ્યારથી વાત જાણી છે ત્યારથી મનમાં આનંદ આનંદ છવાયો છે. શું આવું બની શકે? આવું બન્યું તો વિરતિની સપ્રાણ સંયમની શક્તિ કેટલી બધી ! આપણા સંયમપાલન દ્વારા પણ આવું ક્યારે બની શકે! આવા વિચારો મનમાં આવ્યા. વાત એમ છે કે એક માતા-પિતાના સંતાનમાં બે દીકરીઓ. બન્ને દીકરીને જન્મતાવેત કોઈ વ્યંતરી વળગી હતી. બન્ને દીકરીઓ ખાય નહીં, પીએ નહીં, ઊંઘે નહીં ને રડી રડ કરે. માતા-પિતા કંટાળી ગયા. એ દીકરીઓના દાદાને મનમાં શું સૂછ્યું કે બપોરના સમયે એ બન્નેને લઈને બજારમાં જઈને એક ઓટલે બેઠાં. વચ્ચે રસ્તો અને સામે ઘરમાં સાધુ મહારાજની વસતિ. બપોર વેળા, ગોચરી વાપરીને મળી (ગાડાનાં પૈડાં પાસે જે કાળી મળી વળે એનાથી રંગેલા પાત્રા) વાળા પાત્રા. એ ગોચરી. વાપરીને એમાં જે પહેલું પાણી હોય તે પી લીધું હોય(પ્રથમં નિત્ન પિત્તિ નિયમેન) પછીનાબીજી ત્રીજી વખત પાત્રા વસતિની બહાર જઈ ધોવાના અને તેનું પાણી બહાર પડે. પાત્રા ધોવાનું શરુ કર્યું કે તરત જ દાદાએ પેલી બન્ને દીકરીઓને પાત્રા નીચે ધરી દીધી. જેવું એ વિરતિવંતના પાત્રાનું પાણી શરીરને અડ્યું કે તરત જ એ વ્યત્તરી ધ્રુજીને શરીર છોડીને ભાગી. દીકરીઓ સાવ નિરોગી ને નરવી બની ગઈ ! વિરતિવંતના સંપર્કમાં આવેલી વસ્તુમાં પણ ઉપદ્રવ શાંત કરવાની કેવી કુદરતી શક્તિ છે! સંયમનો આ પ્રભાવ છે. For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ દો પાનું-- ૫૬ સંસ્કાર સિંચન ઊંચું ખાનદાન બ્રાહ્મણ કુટુંબ. એક વખતનું દાનેશ્વરી કુટુંબ. દુકાળના ઓળા ઉતર્યા. આ કુટુંબને પણ દાંત અને અન્નને વેર થયું. એ પરિવારના બાપ-દીકરો હવે ગામ ગામ ફરે છે અને યાચક બની જીવન ગુજારો કરે છે. સારા ગણાતા એક ગામમાં જઈ એની સમૃદ્ધ ગણાતી શેરીમાં બને દાખલ થયા. એક મેડીબંધ ખડકીમાં પેઠાં. ઉપરના માળે રસોઈની હલચલ થતી સાંભળી, કાંઈક મળશે એવી આશા બંધાઈ. મીઠો અને હલકદાર અવાજ કાઢી બાપ-દીકરો સાથે બોલ્યા: “લક્ષ્મી પ્રસન્ન જવાબ ન આવ્યો એટલે ફરી, લક્ષ્મી પ્રસન્ન’ બોલવા છતાં કોઈએ ધ્યાન ન આપ્યું. ફળીયામાં એક ખાટલા પર ચોળાની તાજી વડી સૂકાતી હતી. દીકરો નાનો બાળહતો, ખૂબ ભૂખ લાગી હતી. ચોળાની સુગંધથી મન લલચાયું. બે-પાંચ વડી લઈ લેવા હાથ લંબાવ્યો પણ ખરો ! બાપાની નજર પડી કે તરત લાકડી વડે એને વાર્યો: “બેટા! પરાયું અણહક્કનું ન લેવાય. માલિક આપે તો જ લેવાય. દીકરાએ હાથ પાછો સંકેલી લીધો. એક પાઠ અંકે થયો પરાયું અણહક્કનું ન લેવાય. ...આમ કુમળી વયમાં સંસ્કાર ઝીલાતા હોય છે. નાની વયના દીકરા-દીકરીને આપણે પણ આવા સંસ્કાર જ આપીએ અને આપણું કૂળ અને આપણો ધર્મ સાચવીએ. For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ પ૭ -- દોલું પાનું જુઓ જુઓ. જૈનો કેવા નીતિઘારી નાનું એવું ખોબા જેવડું સાઠંબા ગામમાં જેવું ગામ તેવું બજાર! જેનોના ઘર ખરાં, પણ ઘણાં નહીં. જૈનોના ઘર વિનાના એટલે કે મહાજનવિનાના ગામને લોકો ગામ નહીં પણ ગામડું કહેતા. જોકે સાઠંબા ગામમાં મહાજનના વીસેક ઘર તો હતાં જ. મહાજન જે ધંધો કરે તે તેમના નામને શોભે તેવો જ હોય. કાપડ, કરિયાણું, સોના-ચાંદી, હીરા-મોતી જેવા વ્યાપાર મહાજનની શોભા છે. સાઠંબા ગામમાં એવી એક કાપડની દુકાનમાં આગળ દુકાન અને પાછળ ઘર. ઘરની પાછળ વાડો અને થોડી ખૂલ્લી જગ્યા. વાડામાં નહાવા બેસવા માટેની જગ્યાએ ઘંટીનું પડ ખૂલ્લી જગ્યામાં નાનો એવો બગીચો. જૂઈ, જાઈ, જાસુદ, ડમરો જેવા નાના છોડ અને આજુબાજુમાં પપૈયા અને કેળ શોભતાં. સવારના દશ વાગ્યાના સુમાર હતો. બાપા મગનભાઈએ નહાવા જવા માટે, નવ વર્ષના દીકરા જગજીવનને દુકાન સંભાળવા બેસાડ્યો. કહ્યું, “બેસજે. કોઈ ઘરાક આવે તો કાપડ બતાવજે. હું આ આવ્યો!” પુરુષને નહાતા શી વાર? મગનભાઈ વાડા તરફ વળ્યા ને એક ઘરાક આવ્યો. કાપડ માંગ્યું. જગજીવને બતાવ્યું. ઘરાકે પસંદ કર્યું એ માપી, કાતરથી વેતરીને આપી દીધું. દામ દઈને ઘરાક ચાલતા થયા એટલામાં મગનભાઈ આવી ગયા. પૂછ્યું, “કોઈ ઘરાક આવ્યું હતું?” “હા. એક ભાઈ આવ્યા હતા એમણે આ કાપડ લીધું.” શું ભાવ લીધો?” “બે આના.” “અરે! તારી ભલી થાય! દોઢ આનો લેવાનો હતો. અરધો આનો વધારે આવ્યો. કેવા હતા એ ભાઈ? જલદી ગોતી લાવ!” ક્ષણભર રહીને કહ્યું, “ઊભો રહે. મને જ જવા દે.” પંચીયાભેર અને ખુલ્લા શરીરે મગનભાઈ ઊભી બજારે દોડ્યા! ઘરાક ક્યાંક ગલીમાં વળી ગયા હશે. ન મળ્યા. પાછા દુકાને આવી મગનભાઈ કહે, “અડધો આનો ઘરમાં અનીતિનો આવી ગયો! આજે આયંબિલ!” દીકરા જગજીવનને કહે, “ધ્યાનમાં રાખજે અને એ ઘરાક મળે કે તરત જ એને અડધો આનો પાછો આપી દે છે.” બીજે દિવસે તપાસ કરી. એ ઘરાક મળ્યા નહીં. આજે પણ આયંબિલ! For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ છેલ્લું પાનું-- ૫૮ ત્રીજો દિવસ. ઘરાકનો પત્તો ન મળ્યો. ત્રીજું આયંબિલી સાંજ પડતાં એ ભાઈ બજારમાં થઈને જતા હતા તે દીકરાએ જોયા. “બાપા! આ એ ભાઈ જાય!” મગનભાઈએ સાદ પાડી એમને બોલાવ્યા. એમના હાથમાં અડધો આનો મૂક્યો. થયું, “હાશ! હવે બોજો ઉતર્યો.” અનીતિની એક પાઈ પણ ન આવી જાય એવી ખેવના! આવી કાળજી મહાજનો રાખતા! હૃદયમાં શાસનના ધર્મરાજાને બિરાજમાન કરવા માટે નીતિનું આવું સિંહાસન! આવા સિંહાસન પર બિરાજેલા ધર્મરાજા કેવા શોભાયમાન બની રહે! મગનભાઈની ધર્મપ્રીતિનો પ્રસંગ યાદગાર અને પ્રેરણાભર્યો છે. સાઠંબા ગામમાં જિનમંદિર નહીં. પ્રભુના દર્શન વિના ચેન ન પડે. મગનભાઈને થયું કે પુણ્ય વધારવા માટે કોઈ સંકલ્પ કરવો જોઈએ. નિયમ કર્યો: રોજ એકાસણું કરીશ અને ત્રણ દ્રવ્ય જ વાપરીશ.” સાચા દિલનો પોકાર તો પ્રભુના દરબારમાં સંભળાય જ! દેરાસરનું નિર્માણ થયું. શિખર પરની ધજા મગનભાઈએ ફરકાવી. આવા સાચા દિલના શ્રાવકો આ કાળના જ છે. આ કોઈ પુરાણ કથા નથી! મગનભાઈના દીકરા જગજીવનભાઈ. એમના દીકરા વાડીભાઈ. અને વાડીભાઈને દીકરા સુધીરભાઈ, જે અમદાવાદમાં નામાંકિત ન્યુરોલોજીસ્ટ ડૉકટર છે અને પૂજ્ય સાધુ-સાધ્વીજી મહારાજની સેવા તેઓ ખૂબ જ ભાવ ધરીને બહુમાનપૂર્વક કરે છે. શુભસંસ્કારના વારસાને તેઓ શોભાવી રહ્યા છે. For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ ૫૯ -- છેલ્લું પાનું ...અને જાણો હાથ લંબાયો વિ.સં.૧૩૪૦નો પ્રસંગ છે. સાબરમતીના તટે આશાવળ (આજનું અમદાવાદ) ગામ. ગામનો રાજા સારંગદેવ. રાજાને ભેટ ધરવા રોજ રોજ એની પ્રજામાંથી કોઈ ને કોઈ આવે. રાજાને વિચાર આવ્યો ઃ ભેટ-સોગાદ ડાબા હાથેથી લેવી. નિયમ કર્યો -ભેટ લેવી પણ દર વખતે ડાબો હાથ જ ધરવો. રાજા આ નિયમ અતૂટ પાળતા ! મંત્રીશ્વર ઝાંઝણે માંડવગઢથી બે લાખ યાત્રીઓ સાથે લઈને ગિરનાર થઈને ગિરિરાજની યાત્રા કરી, સંઘમાળ પહેરી સાથે આવેલા બધા યાત્રીઓને માંડવગઢ સ્વસ્થાને પહોંચાડવા સાથે લીધા હતા. લાંબા રસ્તે પડાવ કરતાં કરતાં આશાવળ આવ્યું. ત્યાં બધાનો ઉતારો હતો. સાથેના કલાકારોએ માંડવગઢની આબેહૂબ રચના કરી હતી. રાજા સારંગદેવને નિરખવા આમંત્રણ અપાયું. રાજા સાહેબ પધાર્યા. એક તંબૂમાં સિંહાસન પર વિરાજમાન કરાયા. આંગણે પધારેલા રાજાને કાંઈક વિશિષ્ટ ભેટ આપવી જોઈએ એમ ચતુર મંત્રીશ્વરે વિચાર્યું હતું. રાજા સાથે વાર્તાલાપ થયા. પછી મોટા રજતથાળમાં પૂર્વ યોજના પ્રમાણે ઊજળું બારીક મઘમઘતું કપૂર મંગાવ્યું. બે હાથનો ખોબો ભરી રાજાને ભેટ આપવા તૈયારી બતાવી. રાજા પણ વસ્તુનો મર્મજ્ઞ અને સૌંદર્યપ્રેમી હતો. હંમેશના શિરસ્તા મુજબ ડાબો હાથ ધર્યો. ઝાંઝણે ખોબાની વચલી ફાટમાંથી સુગંધ ફેલાવતું બારીક કપૂર ધીરે ધીરે ખેરવવા માંડ્યું. રાજા ઝીલતો ગયો. શુભ્ર કપૂરની ઝીણી ધાર પર બધાની જનર કેન્દ્રીત થઈ. ડાબી હથેળીમાં તો કપૂરની શગ ચડવા લાગી અને એ હથેળી ભરાઈ ગઈ. કપૂર તો હજુ ખરતું રહ્યું અને નીચે ધૂળમાં પડવા લાગ્યું. રાજા આવું ઉજ્જવળ કપૂર જોવામાં તલ્લીન બન્યા હતા. આવું સુગંધી કપૂર ધૂળમાં કેમ પડવા દેવાય ! તરત જ બીજો જમણો હાથ ડાબા હાથની જોડે જોડી દીધો ! ત્યાં ઊભેલા બધા મહેમાનો અને આમંત્રીતોએ હર્ષની તાળીઓ વરસાવી તંબૂ ગજાવી દીધો ત્યારે રાજાને ભાન થયું કે તાળીઓનો ગર્જારવ શાને થયો ! ક્યારે પણ નહીં ધરેલો જમણો હાથ ધરાઈ ગયો ! ઝાંઝણે ધારા અટકાવી દીધી અને મરક મરક હસતા હતા. આવા ચતુર મંત્રીશ્વરની આ વાત છે. For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ છેલ્લું પાનું-- ૦ હંસળી ધૂળ પ્રસંગ જેલમાં બનેલો છે. એમાં જે વિધેયાત્મક દષ્ટિ છે તેનો મહિમા છે. વાત એવી બની છે કે એક કેદીને દસ વર્ષની સજા થઈ હતી. આજે એ પૂરી થવામાં હતી. આવતી કાલે એ જેલમાંથી છૂટવાનો છે. જેલર સાહેબ ભલા હતા. અહીંયાથી સજા પૂરી કરીને જનાર કેદીને સારા બનવાની શીખામણ આપતાં. આ કેદીને પણ પોતાની ઑફિસમાં બોલાવી, બેસાડીને સમજાવતા હતા કે, “તું હવે પછી એક સજ્જન બની જીવન જીવજે. ફરીથી ગુના કરી ગુનેગાર બની અહીંયા આવવું ન પડે એવો થજે.' આવી વાતો એને ખૂબ પ્રેમથી કહી સંભળાવતા હતા. આવું સાંભળી બીજો એક નિરાશાવાદી જેલર કહે છેઃ “આ કાગડા પર ચૂનો ચોપડવાના બંધ કરો. આમાં કાંઈ જ ફાયદો નથી.' મીઠી વાણીમાં જેલર સાહેબ કહે છે: “આ કાંઈ ચૂનો ચોપડવાની વાત નથી. આ કાગડો નથી. આ તો હંસ છે હંસ! તેની પાંખ પર ખૂબ ધૂળ ચોંટી છે તે હું કપડાં વડે ઝાપટું છું. હંસ આખો ધૂળથી ઢંકાઈ ગયો છે. ધૂળ નીકળી જશે એટલે એ ઉજળો દેખાશે.” ચૂનો ચોપડ્યો એ એક નિમ્ન દષ્ટિ છે. અને ધૂળ ચડી છે તેને ઝાપટવાથી ઉજળામણ આવે તે એક ઉચ્ચ દષ્ટિ છે. આપણે એવા ઉચ્ચ દષ્ટિ સંપન્ન બનવાનું છે. For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ ૬૧ -- છેલ્લું પાનું સૂતાં પહેલાં સાત લીટી જેણે જેણે જીવનમાં સફળતા સાધી, નિરાંતનો શ્વાસ લીધો, ધન્યતાનો અનુભવ કર્યો તેણે તેણે પોતાના જીવનનું કડક નિરીક્ષણ વારંવાર કર્યું છે. અને એમ કરતાં જે જે દોષો જણાયા તે દૂર કરવા ભરચક પ્રયત્ન કર્યા છે. ઉત્તમ પુરુષોના જીવન, તેમની મનોવૃત્તિ અને વલણ સાથે પોતાના વૃત્તિ, વલણ અને વર્તન સરખાવતાં જે જે ઉણપ જણાય તે દૂર કરવા દિલથી કોશીશ કરી હોય છે. એમ કરતાં ક્રમે ક્રમે દોષો, દુષણો અને ઉણપો કાઢતાં જીવન વધુ ને વધુ ઉન્નત અને ઉત્તમ બનાવાય છે. આ બધું ત્યારે જ શક્ય બને જો વારંવાર અને સતત પોતાના જીવાતાં જીવન પર દષ્ટિપાત કરાતો હોય. એ કરવા માટે રોજિંદા જીવનની યાદી ‘ડાયરી’ રૂપે લખવી પડે. આવી રોજનિશી ત્રણ પ્રકારની હોય ઃ ૧. રોજ રોજની સ્થૂળ દિનચર્યા. ૨. વાંચતાં, સાંભળતાં જે જે શુભ વિચારો હૃદયમાં પ્રવેશતાં હોય તેની નોંધ. ૩. પોતાના જીવન પરનો કડક ચોકી પહેરો; સૂક્ષ્મ નિરીક્ષણની નોંધ. ત્રણેય પ્રકારમાં આપણે ત્રીજા પ્રકારની, નિરીક્ષણ નોંધની વાત જોઈએ. કોઈ ઘટના બની. તે આપણાં માનસમાં કેવી રીતે પ્રતિબિંબીત થઈ ? મનમાં સુખદ કે દુઃખદ પ્રતિભાવ જાગ્યા ? શું પ્રતિભાવો આવવા જોઈતા હતા ? આવા નિરીક્ષણ અને પરીક્ષણ પછી, એવા દોષો પુનઃ ન સેવાય તે માટેની જાગૃતિ થવી. આવા જાગૃત મનોમંથન કરતાં રહીએ તો દશ વખતના પ્રસંગોમાં ત્રણ વખત તો આપણી જ જીત થવાની ! અને આવા પ્રયત્નોના સાતત્યથી તો ત્રણના સ્થાને ચાર વખત, પાંચ વખત...એમ આપણી જીતના પોઈન્ટ વધતાં રહે. બિનજરૂરી ખરતું જાય. પછી શેષ રહે તેમાંથી મહાનતાનો પિંડ રચાય. આમ ઉત્તમતાના ઉઘાડ માટે, ઉત્તમતા વિકસાવવા માટે નિરીક્ષણ જરૂરી છે. ભાવનગરના શ્રેષ્ઠિવર્ય શ્રી ત્રિભોવન ભાણજી આવી ‘ડાયરી’ -રોજનિશી રાખતાં. વીતી ગયેલા વખતનું વળતર મેળવતાં. પોતાની નિર્બળતા તેમાં ઠલવતાં અને એ નિર્બળતાને જીતવાનો પૂરો પ્રયત્ન કરતાં. એને સહારે જીવનમાંથી નબળી વૃત્તિઓને નાથતાં. અશોભનીય વર્તણુંકમાં ફેરફાર કરતાં. એમ કરીને પોતાના જીવનને ઉમદાપણામાં લઈ ગયા. મોટો ફાયદો એ અનુભવ્યો કે જે કાંઈ બોલાતું હતું તેમાં બિનજરૂરી ઘણું છે એમ લાગ્યું એની જાણ થતાં વાણીનો દુર્વ્યય અટકી ગયો. વાણીમાં ઓજ અને તેજ પ્રગટ્યાં. રોજ ને રોજ, સૂતાં પહેલાં સાત લીટીનું આત્મનિરીક્ષણ કરવામાં આવે તો ઉન્નત જીવન હાથવેંતમાં મળી શકે. કરી જોવા જેવું છે ! For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ હોતું પાનું-- ૬૨ મેઘકૂમાર રાજગૃહી નગરી, શ્રેણિકરાજા, ઘારિણીદેવી, પુત્ર મેઘકુમાર. મેઘકુમારની અપ્સરાને શરમાવે એવી આઠ પત્ની. શ્રમણ મહાવીરની વાણી સાંભળી; વચનો ગમ્યા. સંસાર ન ગમ્યો! દીક્ષા લીધી. મેઘકુમાર મુનિ થયા. પહેલો દિવસ: પ્રથમ રાત્રિએ ક્રમથી છેવટના સંથારા પર સૂતા રાત્રિએ બહાર જતા આવતા મુનિઓના ચરણ વારંવાર શરીર સાથે અથડાતા. સંથારો ધૂળથી ભરાયો. નિમિત્ત મળતા ગઈકાલની રાત સાથે સરખામણી થઈ. બેચેન મન નિર્ણય પર આવ્યું આ ન પરવડે. આ કરતા ઘર સારું. મહેલ સારો. શરીરની સુખાકારીનો વિચાર મુખ્ય બન્યો. જીવદળ ઉત્તમ તેથી નિર્ણયમાં વચ્ચે પ્રભુને રાખ્યા. પ્રભુને પૂછીને સવારે ઘેર જઈશું. સવાર પડી. પ્રભુ પાસે ગયા. પ્રભુએ જ પહેલો પ્રશ્ન કર્યો રાત્રે તમે જે વિચાર્યું તે બરાબર નથી. ગયા ભવમાં હાથીના અવતારમાં તમે ઘણું સહન કર્યું, આર્તભાવ વિના સહન કર્યું. એ બધા તો જાનવર હતા. આ તો બધા જગત પૂજ્ય. સંસારના ત્યાગને વરેલા સાધુઓની પવિત્ર ચરણરજથી સંથારો ભરાયો. એવા કારણથી મનને વ્યગ્ર ન કરવું. આકુળ વ્યાકુળ ન થવું. પ્રભુના વચનની અસર થઈ. લજ્જાથી શેરડા પડ્યા. વ્રતમાં સ્થિર થયા. માઠા વિચારનું મિથ્યાદુષ્કત કર્યું. મનમાં સંકલ્પ થયો. અભિગ્રહ લીધો. બે આંખ સિવાય કોઈ પણ અંગને ભલે ઈજા પહોંચે, મનમાં કોઈ અશુભ વિચાર નહીં કરું. (આધાર ઉપદેશમાળા ગાથા ૧૫૪ - વૃત્તિ હેયોપાદેયા) For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ ૩-- છેલ્લું પાનું સંઘરેલું પણ જશે ઉદાર દિલ રાજાની આ વાત છે. દાન દેવાની એક પણ તક ન છોડે. પણ મંત્રી વિચક્ષણ અને વ્યવહારુ. એને રોજ એમ થાય કે આમ જો ચાલુ રહેશે તો રાજ્યની તિજોરી ખાલી થઈ જશે અને તળિયું દેખાશે. રાજાની ઉદારતા જોઈ કહેવાની હિંમત ન થાય, રાજાને કેમ કહેવાય? અણગમતું બોલીને અવિનય પણ કેમ કરાય? છતાં મનમાં હામ ભીડી અને રાજનની નજર પડે તેવી રીતે મહાલયની દિવાલ પર મોટા અક્ષરે લખ્યું आपदर्थे धनं रक्षेत्। (આપત્તિ વેળાએ કામ આવે માટે ધન દોલત બચાવવા.) રાજાની આ અક્ષરો પર નજર પડી. મંત્રીની ચિંતા પણ સમજાઈ. રાજાએ એ લીટીની નીચે જ બીજી લીટી લખી : महतां आपदः कुतः॥ (મહાન વ્યક્તિને આપત્તિ ક્યાંથી આવે?) મંત્રીને જવાબની આશા હતી, પણ આવા જવાબની નહીં. એટલે મંત્રીએ ત્રીજી લીટી લખી: __कदाचित् कुप्यते दैवः। (કદાચ દેવ રુઠે પણ ખરો) રાજા આ વાંચી રાજી થયા. ચોથું ચરણ હુર્યું. સ્વભાવ અને રુચિ તો દાન આપ્યા કરવાના હતા જ, એને જ સર્વોપરિ માનતા. એમણે ચોથી લીટી લખીઃ . सञ्चितोऽपि विनश्यति॥ (ત્યારે સંઘર્યું પણ નાશ પામે છે.) સુજ્ઞ મંત્રીશ્વરે આ વાંચ્યા પછી મીનનો જ સહારો લીધો. જેનામાં દાનની સહજ ભાવના હોય તેને આપવાનો જ પક્ષ હોય છે. For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ છેલ્લુ પાનું -- ૬૪ શાખા પર ફળ ને ફૂલ વિદ્વાનોની એક બેઠક જામી હતી. ઘણી વાતો ચાલી. તેમાં એક વિદ્વાન બોલ્યા : ગુજરાતી સમેત જે કોઈ ભાષા છે તે બધી ભગિની ભાષા કહેવાય છે તેનું કારણ આ જ છે કે તે બધી ભાષાનું મૂળ સંસ્કૃત છે. બેઠકમાં સામો પક્ષ પણ જોરદાર હતો. દલીલો ઉપર દલીલો થઈ. અન્ય ભાષાઓને ભગિની ભાષા ઠરાવનાર પંડિતે પોતાની વાતને જોર આપવા ઊભા થઈને એક દૂહો રજૂ કર્યો ઃ सब भाषा शाखा भई संस्कृत वाको मूल । અને પોતાની ફતેહ થઈ હોય તેમ બેઠકના પ્રતિપક્ષના પંડિતો સામે જોયું. પ્રતિપક્ષ પણ ગાંજ્યો જાય તેવો ન હતો. એક યુવાન પંડિત મરક મરક હસતાં બોલ્યા : मूल धूलमें रहत है, शाखा पर फक्त फूल ॥ ભાઈ ! તમારી વાત સાચી છે. બધી ભાષા સંસ્કૃતમાંથી પ્રગટ થઈ છે એ સત્ય છે પરંતુ તથ્ય એ છે કે તમે જેને મૂલ કહો છો તે તો ધૂળમાં જ રહે છે. જે શાખા છે, ડાળ છે તેના ઉપર જ ફૂલ અને ફળ બેસે છે. આખરે તો ડાળી જ ફળ ફૂલથી લચી પડે છે. આ સાંભળી બધા વિદ્વાનોના માથા ડોલવા લાગ્યા ! For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ લત, ઢબે જ કંઈને કંઈ ખાનનું જ છે. - છેવટે ધ્યાને સ્મિત તો જરૂર ળાખનું છે. Mii લે પુષ્પો ખાતાઅતજ) દીક્ષા લોબા ની છે. આવો કુદરત પાસેથી શીખીએ... TOISONOUSON UGYUN - પાઠશાળા પ્રકાશન