________________
છેલ્લુ પાનું -- ૬૪
શાખા પર
ફળ ને ફૂલ
વિદ્વાનોની એક બેઠક જામી હતી. ઘણી વાતો ચાલી. તેમાં એક વિદ્વાન બોલ્યા : ગુજરાતી સમેત જે કોઈ ભાષા છે તે બધી ભગિની ભાષા કહેવાય છે તેનું કારણ આ જ છે કે તે બધી ભાષાનું મૂળ સંસ્કૃત છે. બેઠકમાં સામો પક્ષ પણ જોરદાર હતો. દલીલો ઉપર દલીલો થઈ. અન્ય ભાષાઓને ભગિની ભાષા ઠરાવનાર પંડિતે પોતાની વાતને જોર આપવા ઊભા થઈને એક દૂહો રજૂ કર્યો ઃ
सब भाषा शाखा भई संस्कृत वाको मूल ।
અને પોતાની ફતેહ થઈ હોય તેમ બેઠકના પ્રતિપક્ષના પંડિતો સામે જોયું. પ્રતિપક્ષ પણ ગાંજ્યો જાય તેવો ન હતો.
એક યુવાન પંડિત મરક મરક હસતાં બોલ્યા :
मूल धूलमें रहत है, शाखा पर फक्त फूल ॥
ભાઈ ! તમારી વાત સાચી છે. બધી ભાષા સંસ્કૃતમાંથી પ્રગટ થઈ છે એ સત્ય છે પરંતુ તથ્ય એ છે કે તમે જેને મૂલ કહો છો તે તો ધૂળમાં જ રહે છે. જે શાખા છે, ડાળ છે તેના ઉપર જ ફૂલ અને ફળ બેસે છે. આખરે તો ડાળી જ ફળ ફૂલથી લચી પડે છે. આ સાંભળી બધા વિદ્વાનોના માથા ડોલવા લાગ્યા !
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org