________________
છેલ્લું પાનું-- ૧૪
| Gીતરી ખજાના¢ ગીત
દષ્ટિ એવી સૃષ્ટિ એવી સાદી કહેવતમાં સદીઓના અનુભવનો જે નીચોડ ભર્યો છે તે તો જ્યારે આપણે તેની નજીકની ભૂમિકામાંથી પસાર થઇએ ત્યારે જ સમજાય છે.
માણસ ગમે ત્યાંથી પસાર થાય, ગમે તે જુએ; પરિસ્થિતિ કે દશ્ય ગમે તે હોય, પણ દર્શન તો જોનારની દષ્ટિ અનુસાર જ થવાનું. કઈ નજરે જોવાય છે એના ઉપર જ તેના દર્શનનો આધાર છે. જે કાંઈ જાદુ છે તે જોનારની નજરમાં જ છે. '
આપણે તો બહારની સપાટીના માણસો. ચર્મચક્ષુના માણસો. આપણને જે દેખાય તે બહારનું, ઉપર ઉપરનું. જ્યારે અંદરનું વિશ્વ સાવ નિરાળુ છે. અંદરના ચક્ષુ - દિવ્યચક્ષુ -ઊઘડી જાય પછી જે જોવાય છે તે તો કાંઇ ઓર જ છે. અંદરનો એ ખજાનો ખુલી જાય તો તેની ભવ્યતા અસીમ હોય છે.
કવિ ધ્રુવ ભટ્ટનું આવા ભાવાર્થનું ગીત છે. ગીતકારને અંદરના આ ખજાના ચાવી હાથ લાગી છે. ખજાનો ખૂલી ગયો છે એટલે એમણે અંદર નજર ઠેરવી છે. રસ્તે ચાલતા એમ જ ટેવવશ કોઈ પુછે છે કેમ છે?
ઓચિંતુ કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે? આપણે તો કહીએ કે દરિયા શી મોજમાં ને ઉપરથી કુદરતની રહેમ છે...
ઉપરથી પુછાયેલ પ્રશ્નનો ઉત્તર અંદરથી અપાય છે. ખુમારીથી છલકાતું હૃદય બોલે છેઃ મોજમાં છું. દરિયાની લહેરને મોજાં કહેવાય છે. “મોજે દરિયા કહેવાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org