________________
૧૫-- છેલ્લું પાનું
એ મોજ શબ્દ અહીં વપરાયો છે. મોજ છે અને ઉપરથી કુદરતની રહેમ છે. કવિ આટલું કહી અટકતા નથી, આગળ ગાય છેઃ
ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે છલકાતી મલકાતી મોજ
એકલો ઊભું ને તોય મેળામાં હોઉં એવું લાગ્યા કરે છે મને રોજ
તાળું વસાય નહીં એવડી પટારીમાં
આપણો ખજાનો હેમખેમ છે ...
સામાન્ય રીતે લોકો મોજ-મજાનો સંબંધ પૈસા જોડે જોડતા હોય છે, એટલે અહીં મોજને ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે, અને એ મોજ પણ છલકાતી અને મલકાતી છે. અંદરથી ભરાયેલા અને ધરાયેલા હોય ત્યારે એકલવાયાપણું નથી લાગતું. મેળા જેવી જ સભરતાનો અનુભવ થાય છે. ખજાનો રાખવાનો પટારો નથી પણ પટારી છે. નાની છે અને તેમાં મૂકેલો ખજાનો ખુલ્લો છે, કોઇ લૂંટી ન જાય તેવો છે; તેથી તે હેમખેમ છે, કોઇ ચિંતા નથી.
આંખોમાં પાણી તો આવે ને જાય નથી ભીતર ભીનાશ થતી ઓછી વધ-ઘટનો કાંઠાઓ રાખે હિસાબ નથી પરવા સમંદરને હોતી સૂરજ તો ઊગે ને આથમી યે જાય મારી ઉપર આકાશ એમનેમ છે
આપણે તો કહીએ કે ...
સંસારના સંબંધોના સુખ-દુઃખ અડતાં નથી એવું નથી. સંવેદનશીલતા છે તેથી તો તેની અસર થાય છે પણ તેની દરકાર નથી- નોંધ નથી. એટલે તે અસર બહાર જ રહે છે. અંદરની ભીનાશ તો અકબંધ જ છે, તે ઓછી થતી નથી. જે કોઇ વધ-ઘટ થાય, ભરતી-ઓટ આવે તેનો હિસાબ તો કાંઠા પાસે; સમદરને તો તેનો અણસાર પણ નથી હોતો.
સૂરજ ઊગે અને આથમે તેની નોંધ ભલે પૂરવ અને પશ્ચિમ દિશા રાખે. ઉપરનું આકાશ તો એમનું એમ છે. તેને હર્ષ-શોકની છાયા નથી અડતી.
આવી અંદરની સભર અને અકબંધ ખુમારીનું ગીત કોઇક જ વાર કોઇ મોજીલા અલગારીના મુખમાંથી નીકળી આવે આપણને ભીંજવી જાય. આવી ખુમારી આપણી પણ હોય તો કેવું સારું !
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org