________________
૫૧ -- છેલ્લું પાનું કરુણા જાળીના જાયાને સલામ
જેસિંગભાઈની વાત પેલી ઘી કાંટા પાસે વાડી છે એ જેસિંગભાઈની....હા... એ જેસિંગભાઇની વાત છે. બન્યું એવું કે ગાયકવાડ સરકારે વડોદરા જીલ્લાના તમામ ગામોની ગોચર ભૂમિમાં તે તે ગામના ઢોર-ઢાંખરને ચરવાનું બંધ કરાવ્યું. ત્યાં માત્ર ગાયકવાડ સરકારના પશુઓને ચરવાનું. આમ ચરિયાણ બંધ થતાં મહાજન જેસિંગભાઈ પાસે આવ્યું અને કહ્યું કે કાંઈક કરો. ગામના ઢોર જાય ક્યાં? ચરિયાણ તો ગામનું છે. ગાયકવાડ સરકારની માતા તીરથ કરે છે તે જાણી જેસિંગભાઈ સાથે થઈ ગયા. જે ગામ જાય ત્યાંનો જમણવાર જેસિંગભાઈ તરફથી થાય. માતા કહેઃ આ શું! જાત્રા હું કરું અને જમણવાર તમારા તરફથી ! જેસિંગભાઈ કહેઃ મા, આ બધું એક જ છે ને! મા પ્રસન્ન થયા, કહેઃ શું જોઇએ છે? જેસિંગભાઈ કહેઃ વડોદરા જીલ્લાના ગામોના - ચરિયાણ છૂટા કરાવી દ્યો...બસ, આટલું જોઈએ છે! રાજમાતા કહેઃ માંગી માંગીને આ શું માંગ્યું? - -... પછી કહે : ભલે ! હા, રાજાને કહેવડાવી તરત તમામ ગામોની ગોચર જમીન ગામ માટે છૂટી કરાવી. મહાજનો ભેગા થઈ આભાર માનવા આવ્યા તો કહે: આ તો મારો આભાર મારે માનવાનો થયો! દયાના કામ તો સામે ચાલીને કરવાં જોઈએ. પુણ્ય કમાવાની તક મળી ગણાય. મારે તો તમારો ઉપકાર માનવાનો થયો. આ લક્ષ્મી મંગા અબોલ જીવો માટે ખપમાં નહીં આવે તો ક્યારે આવશે? જેસિંગભાઇના હૃદયમાં દયાનો ઝરો ચાલુ જ રહ્યો. એ વહેણ સતત વહેતું રહે તે માટે આપણે પણ નાના-મોટા દયાનાં કામ કરતાં રહેવું જોઇએ. જેનોના વૈભવ, ઐશ્વર્ય અને અમીરીનું મૂળ આ લોકોપકારમૂલક જીવદયા છે. મૂંગા અબોલ પ્રાણીની આંતરડી ઠરે અને તેમાંથી જે શુભાશીર્વાદ આવે તે ઐશ્વર્યને સ્થિર કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org