________________
૧૯-- eતું પાનું સલામ કરસી મતો વર્ષો પહેલાંની એટલે કે લગભગ નેવું વર્ષ પહેલાંની આ વાત છે. સૌરાષ્ટ્રનું પીઠવા જાળ નામે એક નાનું ગામ. ગામમાં એક ભલો માણસ રહે. કરસન એનું નામ. ધંધો લુહારનો. કામ લોઢા સાથે પણ હૈયું તો જાણે મીણનું બનેલું! દયા તો રૂવેરૂંવે ભરેલી. ભૂખ્યાને ભોજન કરાવે અને તરસ્યાને જળ આપે, થાકયાને વિસામો દે. આવાં બધાં કામો જોઈ લોકો એને ભગત કહેતા. એ નામે જ ઓળખાય. અને વાત પણ સાચી. કોઢમાં થોડું ઘણું કામ કરીને ભગત નીકળ્યા જ હોય. ગાયોને ઘાસ નીરે, પંખીઓને ચણ નાંખે, કૂતરાને રોટલા દે. આ જ તેમનું કામ!
બેઠી દડીનું શરીર, ભીનો વાન, પણ આંખો પાણીદાર. કોઈનું યે દુઃખ ભાળ્યું ન જાય. સ્વભાવે ભારે ટેકીલા. ગામ આખામાં એમની શાખ સાચા અને ધર્મી તરીકેની. પણ એકવાર ગામમાં એવું થયું કે સાંભળનાર વિચારમાં પડી જાય.
દિવસ હતો હુતાશનીનો, હોળીનો. નાનું એવું ગામ. એ પંથકના ગામમાં એવો રિવાજ કે એ દિવસે બધા કાંઈ ને કાંઈ ભૂંડું બોલે. દરેકે દરેકને અપશબ્દ બોલવાના! ભલે એકવાર તો એકવાર, પણ ગાળ બોલવાની.ગામચોરા પાસે આખું ગામ ભેગું થયું હતું. વારો આવે તેમ એક-એક જણ મોંમાંથી અપશબ્દ ઓકતો જાય! એવામાં કરસન ભગત ત્યાંથી પસાર થતા બધાએ જોયા અને આડા ઊભા રહી તેમને આંતર્યાઃ
ભગત, ભૂંડું બોલો. ભગત કહેઃ જિંદગીમાં નથી બોલ્યો તો આજે કાં બોલું? ટોળું જીદે ચડ્યું. ગામના મુખી પણ એમાં ભળ્યા! ગામમુખી કહે: ભગત ગાળ બોલે તો ગામને જે લાગો ભરવાનો છે તે માફ કરી દઈશ. આવી લાલચે પણ ભગત એકના બે ન થયા. ટોળું જીદ કરતું રહ્યું. મુખીનો મુક્કો મજબુત થયો. એનું મન વળે ચડ્યું. કહેઃ ભગત, તમે એક પણ અપશબ્દ નહીં બોલશો તો આવતીકાલ સવાર સુધીમાં ઊચાળા ભરી આ ગામ છોડી દેવું પડશે. - હવે તો ગામના મોટેરાઓ ભગતને સમજાવવા લાગ્યા. ભગત, એકવાર બોલી દો ને! પણ ભગત કોનું નામ. મૌન જ રહ્યા. મોંમાંથી અપશબ્દ કેમ નીકળે?
વળતે દિવસે વહેલી સવારે, પેઢી દર પેઢીનું વતન, જામેલો ધંધો, કાયમી ઘરાકી, જૂના ગાઢ સંબંધોને પીઠ કરીને, ઘરવખરી ભરેલા એક ગાડા સાથે ચાલી નીકળીને નજીકના તરક તળાવ ગામે જઈને રહ્યા! કેવું ધીંગું ખમીર! સ્વીકારેલા ધર્મમાં કેવી અડગતા!
॥ अकर्तव्यं नैव कर्तव्यं प्राणै कण्ठगतैरपि ॥ ન કરવું તે ન જ કરવું, ભલે ગળે આવે પ્રાણ'
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org