________________
આવી ‘તા’ આપણને પણ ઢાળે !
વસંત પંચમીનો દિવસ છે.
નગર બહારના વિશાળ ઉદ્યાનમાં આજે મેળો છે.
સર્વત્ર ઉલ્લાસનો દરિયો ઊછળી રહ્યો છે.
४३ -- विस्तु पालु
તમામ નર-નારી, યુવક-યુવતી, બાલ-આબાલ, ટોળે-ટોળા મેળો મ્હાલવા એ દિશા તરફ જઈ રહ્યા છે. આજે તો દિવસભર અને મોડી સાંજ સુધી, ખાણી-પીણી, નાચગાન, ખેલ-કૂદ અને રંગ-રાગ ચાલશે. લોક હિલોળે ચડશે.
સમય થતાં રાજા પણ આ મેળામાં સામેલ થવા જઈ રહ્યા છે. મહાલયમાંથી નીકળતાં કુમાર સમરાદિત્યને એમનાં કક્ષમાં બેઠેલા જોયા. કમાડ ખુલ્લાં હતાં. એક ગવાક્ષ પાસે કુમાર ચિંતન મુદ્રામાં સ્થિર બેઠેલા હતા. પ્રશાંત મુખમુદ્રા પર અપાર્થિવ તેજનું સરોવર લહેરાતું હતું. રાજા પળવાર એમને નિહાળી રહ્યા; પછી પૂછ્યું: કુમાર ! ચાલો, મેળામાં આવો છો ને ?
ના ! પિતાના પ્રશ્નનો ઉત્તર વાળવો જોઈએ, એથી કુમારે વિનમ્રતાથી કહ્યું, પછી ઉમેરે છે : આવવું નથી એવું નથી. આ બધી મોજ-મજા કોને ન ગમે ? પણ એ તરફ જેવો હાથ લંબાવું છું કે તરત મને એ મોજ-મજાની વિશાળ શિલા નીચે અનેક નરનારીને રોતાં, કકળતાં, છૂંદાતા, ચગદાતાં જોઉં છું અને મારો હાથ પાછો વાળું છું. મને પરિણામ દેખાય છે તેથી મારે આવવું નથી. હું એટલે ‘ના' પાડું છું. આમ, ‘ના’ ગમે તેવો શબ્દ નથી ; પરંતુ પરિણામ-દર્શન થયા બાદ, આવતી ‘ના’ પ્રિય તો છે જ પણ સ્પૃહણીય પણ છે. આવી ‘ના’ માંગવાનું આપણને મન થાય છે. એ મળે તો કેવું સારું !
.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org