________________
Kોજું પાનું-- ૪૨
UM4611 વારંવાર બાજુવાળા ભાઈને પૂછું છું કેમ! પૂજારીભાઈ દેખાતા નથી? ક્યાં ગયા હતાં? સાસરે મજા કરી આવ્યા લાગો છો! જુઓને! મોં પણ લાલ-લાલ થયું દેખાય છે ! તમે ગમે તે કહો. હાયાના વાળ ને ખાધાના ગાલ છાનાં ન રહે! હવે તો બોલો? હું જ એકી શ્વાસે બોલ-બોલ કરું છું. મોંમાં મગ તો નથી ભર્યાને?
અરે ભાઈ હુંબોલું છું. મનેબોલવાતો દો!જુઓ તમને ખબર તો હશે કે, કે.પી.સંઘવીના પાવાપુરીમાં પ્રભુજી ગાદીએ બેસવાના હતા એનો મોટો ઓચ્છવ હતો, બરાબર ! ત્યાં આપણાં સિરોહી પટ્ટાનાં બધાં મંદિરના પૂજારીઓને બોલાવ્યા હતા. જમાડ્યા. રાખ્યા. પછી બધાને મોટા-મોટા કવર આપ્યાં!”
એમ ! ઘણું સારું કહેવાય!
સૌથી વધુ સારું એ કહેવાય કે, અમારા એક સાળા પણ સાથે આવ્યા હતા. તેઓ ઠેઠ જાલોર તરફના ગામમાં પૂજા કરે છે. આમંત્રણ નહતું. જોવા આવ્યા હતા. તેમને પણ ખાલી હાથે જવા ન દીધા!'
અરે ભાઈ ! બધી વાત તો સાંભળી. પણ તમે મગનું નામ મરી તો પડો? આપ્યું શું? આપ્યું શું એ પૂછો છો? અમને બધાને કવર આપ્યું.” અરે ભાઈ મારા! કવર તો બરાબર છે પણ એ કવરમાં શું ભર્યું હતું એ તો પ્રકાશો! કહું કહું !' કહેતાં તો પૂજારીનું મોં આખું ભરાઈ ગયું: ‘પૂરા અગીયાર હજાર !!” તમારા હાથમાં પહેલીવાર આટલા રૂપિયા આવ્યા હશે!
હા! વાત સાચી છે, ભાઈ ! કુદરતે પણ મુઠ્ઠી વાળીને નહીં પણ ખોબા ભરી-ભરીને આપ્યું છે! અને આવા બધાને આપ્યું તે પ્રમાણ!
આપણે તો ભાઈ! ન્યાલ થઈ ગયા! જેનો આટલા ઉદાર હોય છે તે પહેલીવાર જાણ્યું. મને પાંત્રીસ વર્ષ થયા. મારા બાપા પણ આ જ મંદિરમાં પૂજા કરતાં. હું વીસ વર્ષથી પૂજા કરું છું. ઘણાં શેઠીયા મળ્યાં પણ કે.પી. શેઠથી હેઠ. મારો ભાઈબંધ આ બાજુના ગામના મંદિરમાં પૂજા કરે છે તે કહે હું ભગવાનને નવરાવું, ઘણીવાર એમ ને એમ રાખ્યું પણ આજે મારા વિચાર બદલાયા છે. હવેથી સરસ રીતે પૂજા કરીશ, દેરું ચોખ્ખું રાખીશ. આપણા માટે આ બધા આટલું કરે તો આપણે પણ સમજવું જોઈએ ને !'
સરસ! સરસ!પ્રભાવનાનું ફળ મળી ગયું! પણ એ તો કહો! તમારા સાળાને શું મળ્યું? તે બધાને પૂરા અગીયાર સો રૂપિયા મળ્યા!' એમ! બહુ સારું કહેવાય! છે હજી આ પૃથ્વી પર આવા રતન ! કહેનારાએ કહ્યું જ છે વહુરત્નાવસ્થા ચાલો મજા આવી!
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org