________________
૫૫ -- હોળું પાનું
એક અQqત વાત જ્યારથી વાત જાણી છે ત્યારથી મનમાં આનંદ આનંદ છવાયો છે. શું આવું બની શકે? આવું બન્યું તો વિરતિની સપ્રાણ સંયમની શક્તિ કેટલી બધી ! આપણા સંયમપાલન દ્વારા પણ આવું ક્યારે બની શકે! આવા વિચારો મનમાં આવ્યા. વાત એમ છે કે એક માતા-પિતાના સંતાનમાં બે દીકરીઓ. બન્ને દીકરીને જન્મતાવેત કોઈ વ્યંતરી વળગી હતી. બન્ને દીકરીઓ ખાય નહીં, પીએ નહીં, ઊંઘે નહીં ને રડી રડ કરે. માતા-પિતા કંટાળી ગયા. એ દીકરીઓના દાદાને મનમાં શું સૂછ્યું કે બપોરના સમયે એ બન્નેને લઈને બજારમાં જઈને એક ઓટલે બેઠાં. વચ્ચે રસ્તો અને સામે ઘરમાં સાધુ મહારાજની વસતિ. બપોર વેળા, ગોચરી વાપરીને મળી (ગાડાનાં પૈડાં પાસે જે કાળી મળી વળે એનાથી રંગેલા પાત્રા) વાળા પાત્રા. એ ગોચરી. વાપરીને એમાં જે પહેલું પાણી હોય તે પી લીધું હોય(પ્રથમં નિત્ન પિત્તિ નિયમેન) પછીનાબીજી ત્રીજી વખત પાત્રા વસતિની બહાર જઈ ધોવાના અને તેનું પાણી બહાર પડે. પાત્રા ધોવાનું શરુ કર્યું કે તરત જ દાદાએ પેલી બન્ને દીકરીઓને પાત્રા નીચે ધરી દીધી. જેવું એ વિરતિવંતના પાત્રાનું પાણી શરીરને અડ્યું કે તરત જ એ વ્યત્તરી ધ્રુજીને શરીર છોડીને ભાગી. દીકરીઓ સાવ નિરોગી ને નરવી બની ગઈ ! વિરતિવંતના સંપર્કમાં આવેલી વસ્તુમાં પણ ઉપદ્રવ શાંત કરવાની કેવી કુદરતી શક્તિ છે! સંયમનો આ પ્રભાવ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org