________________
૪૭ -- છેલ્લું પાનું
બંઘ સાયશ્ચિત્ત ચેતીયે રે, ઉદયે શો સંતપ સલૂણા
ઉનાળાના દિવસો હતા. સૂરજના કિરણો ન'તા દેખાતા પણ લાવારસ ફેંકાતો હોય તેવું લાગતું.
બપોરનું ભોજન જેમતેમ પૂરું કરી નરનારી બધાં ઉદ્યાનનો આશરો લેવા દોડી જતાં. એમાં ધનકુમાર અને ધનવતી પણ હતા. તાજાં તાજાં પરણેલાં હતા. ઉછળતી યુવાની હતી. આકરાં તાપથી બચવા ધનકુમારે એકલતામંડપની શીતળ સુખદ છાયામાં શરીર લંબાવ્યું હતું. ધનવતી પણ પાસે જ બેઠાં હતા.
બળબળતો ઉનાળો અને બપોરના એક વાગ્યાનો ધોમ ધખતો તાપ. બગીચા બહારના રસ્તા પર જતાં એક કુશકાય મુનિરાજને ચક્કર આવ્યાં અને પડી ગયા. ધનવતીએ આ જોયું અને ધનકુમારને ત્વરિત મોકલ્યાં. ધનકુમાર અને અન્ય એક યુવાને મળી બેશુદ્ધ મુનિરાજને સરખી રીતે બગીચામાં લાવી સુવરાવ્યા અને શીતોપચાર કરી શુદ્ધિમાં આપ્યાં. મુનિરાજના પગમાંથી કાંટા ખેંચી કાઢ્યા. લોહી વહેવા લાગ્યું. ઘનકુમારના મનમાં ભક્તિની સરવાણી ફુટી. હૃદય દ્રવી ગયું. લોહીલૂહાણ પગમાં ચીરા પડેલાં જોઈ ધનકુમારે વિનિત સ્વરે પૂછ્યું: “આ શું? પગ કેમ કરી ધરતી પર મૂકાય છે? મુનિરાજે સહજ સ્વરે કહ્યું:
આ તો વિહારક્રમ સંભવઃ વિહાર કરીએ તો આ બધું થાય. ખેદ છે તે તો આ જન્મમરણનો છે. એ દૂર થાય તેની ચિંતા છે.'
ધનકુમારના મનમાં તો મુનિરાજની નિર્વેદવાણી સાંભળીને અજવાળા પથરાયાં. રાગદ્વેષની નિબિડ ગ્રંથી ભેદાઈ, સમકિત મળ્યું.
આપણે કર્મ ઉદયમાં આવે ત્યારે રડીએ છીએ અને મુનિવરો કર્મના બંધ સમયે જ રડે છે અને ચેતે છે.
આ ધનકુમાર તે નેમિનાથ ભગવાનનો જીવ અને ધનવતી તે રાજીમતીનો જીવ.
મુનિ મહારાજની સેવા સમકિત આપે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org