________________
દોલનું પાનું-- ૧૨
ત્રીશ્વરવાપાલની ઉતાળ માંગણી
પ્રાર્થના એ મનોગત આંતર-ઉક્તિ છે, સ્વગતોક્તિ છે. પ્રાર્થના સૌ સૌની આગવી હોય. પોતાની ભૂમિકા પ્રમાણેની માગણી હોય. જેની સમક્ષ રજુ થાય તેના પ્રત્યેની લાગણી પણ હોય. પોતાના પોતનું પ્રતિબિંબ હોય. અંતરની ઉર્વરામનોભૂમિમાંથી ઉગેલા ભાવપુષ્પ એટલે પ્રાર્થના. સચ્ચાઈથી ભરેલી પ્રાર્થના અવશ્ય ફળવતી બને છે. એ પ્રાર્થના શરણાગતિ માંગે છે. મંત્રીશ્વર વસ્તુપાલે પ્રાર્થના કરી અને તે ફળી છે. તેના શબ્દો આ પ્રમાણે છે : शास्त्राभ्यासो' जिनपदनतिः संगतिः सर्वदायें: सद्वृत्तानां गुणगणकथा दोषवादे च मौनम् सर्वस्यापि प्रियहितवचो भावना चात्मतत्त्वे संपद्यन्तां मम भवभवे यावदाप्तो प वर्गः હે પ્રભુ! હે કરૂણાસિંધુ!
આપે અમારા હિત માટે કહેલાં વચનોનો અભ્યાસ કરવાનું બળ આપો. રાગદ્વેષના વિજેતાના ચરણોમાં જ નમસ્કાર કરવાનો ભાવ આપો. જે પુરુષોના મન-વચન-કાયામાં શુભ વિચાર, મંગળ શબ્દો અને પવિત્ર વર્તન હોય તેવા પુરુષોની સોબત મને આપો. એવા શુભ આચાર વિચારવાળા આત્માના ગુણોનું ગાન કરવાનો રસ મારામાં પ્રગટો.
કોઈના પણ દોષ દેખાઈ આવે તો તેને જતાં કરું, ભૂલી જાઉં, પણ કોઈની પાસે તેની વાતો ન કરું, કોઈ એ વાત કાઢે તો પણ મૌન રહું એવી ઉત્તમતા મારામાં સહજ બનો. પ્રસંગ આવે ને બોલવું પડે તો એ વચન પ્રિય લાગે તેવા તથા અન્યને હિતકારક બની રહે તેવાં જ સૂઝે એવું કરો. મનમાં જે કાંઈ વિચારો રમતાં હોય તેનું કેન્દ્ર આત્મતત્ત્વ રહે. તે તત્ત્વ અંગેની જિજ્ઞાસા તેના દર્શનની અભિલાષા અને તે સંબંધી વાતની પ્રીતિ જે આગળ જતાં પ્રતીતિમાં પરિણમે એવી વિચારણા મનમાં ચાલતી રહે એવું ઈચ્છું છું.
આ સાત માંગણી આ ભવ પુરતી નહીં કિંતુ અહીંથી પછીના પ્રત્યેક ભવે મળતી રહે તેવી પ્રાર્થના પરમના ચરણે મંત્રીશ્વર વસ્તુપાલે કરી છે.
આ પ્રાર્થના આપણી પણ બની રહે છે. એનો ક્રમ પણ અગત્યનો છે. શાસ્ત્રાભ્યાસથી જ પ્રજ્ઞાની નિર્મળતા, સૂક્ષ્મતા અને શુભમયતા પ્રગટે છે. પછી ક્રમશઃ આત્માની ભાવનામાં જ મન રમણ રહે. આપણે આપણો સૂર પણ આમાં ભેળવીએ. રોજ થોડો સમય શાસ્ત્ર સંપર્ક દ્વારા એ ઉત્તરોત્તર ગુણોને જીવનમાં અવતરીત કરીએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org