________________
૧૧ -- C) પાનું આવો કૂદરત પાસેથી શીખીએઃ આપવા
આપણું વિશ્વ કેવું કુદરતમય છે! કુદરત-પ્રકૃતિ-નિર્સગ આપણને કેટકેટલું આપે છે! સતત આપે છે. સર્વને આપે છે. સર્વત્ર આપે છે, આપે જ છે. સૂર્ય ઉષ્મા-હૂંફઅજવાળું અને ચૈતન્ય આપે છે. ચંદ્ર શીતળતા-શાંતિ અને આહ્વાદ આપે છે. આકાશ નિરાંત આપે છે. પવન પૃથ્વીને પાવન કરવાનું કામ કરે છે. સૂર્ય અને પવન વિનાની સૃષ્ટિની કલ્પના કેવી ધ્રુજાવી દે છે. માણસ બગાડે; સૂર્ય-પવન તેને પુનઃ પુનઃ ઠીક કરે છે, સુધારે છે. વૃક્ષોઃ ફળથી લચી પડેલા વૃક્ષો કેવાં મધુર, મીઠાં, જુદા જુદા સ્વાદના, જુદા જુદા આકારનાં ફળોના ઢગલાં આપે છે; તો છોડ ઋતુ ઋતુનાં કેવાં રંગબેરંગી ખીલેલાં, ચોમેર સુગંધ વેરતાં નાના-મોટાં ઘાટીલાં રૂપાળાં, ફૂલો વરસાવે છે. અને વર્ષો તેની તો વાત જ નિરાળી. ઝરમર ઝરમર વરસતો વરસાદ, એ તો પ્રકૃતિ દેવીની મહાપ્રસાદી છે. આ બધાં બધું બસ આપેજ રાખે છે. કશાંય વળતરની અપેક્ષા વિના આપવું એ જ તેમના અસ્તિત્વનો જીવનમંત્ર આપવામાં જ તેમના અસ્તિત્વની સાર્થકતા.
માણસે આ બધું લઈને શું શીખવાનું? બસ લેવાનું જ? ના. ના. કુદરતની આ દેણગી આપણને કરજદાર બનાવે છે. એ કરજ આપણે આપણી આસપાસ આપણી પાસેનું વહેંચીને. છૂટે હાથે આપીને ફેડવાનો પ્રયત્ન કરવાનો છે.
બસ, આપો આપો. આપવા માટે જ આ અવતાર મળ્યો છે. આપીને ખાલી થવાનું નથી પણ અંતરથી સમૃદ્ધ થવાનું છે. આ આપવાનું જાદુ એવું વાવેતર સમાન છે; જેટલું આપીશું એથી અનેકગણું થઈને ફરીથી આપણાં જ હાથમાં આવે છે.
બસ, હવેથી કાંઇ ને કાંઈ આપવું જ છે. છેવટે બધાને સ્મિત તો જરૂર આપવું છે. ખીલેલાં પુષ્પો પાસેથી સ્મિતની દીક્ષા લેવાની છે.
અપેક્ષા વિનાના દાનની શીખ કુદરત સિવાય કોણ આપશે? આપણે આપવાનું શરૂ કરીએ." આપણો જીવન મંત્ર તેને ત્યવનમુક્કીથા " હો.
RAM
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org