________________
૩૭ -- .નું પાનું
જૂઓ દૂત આવ્યો!
સવારનો શાન્ત સમય હતો. રાજા હમણાં જ સ્નાનાદિ પતાવીને આવ્યા હતા. રસ્તા પર પડતો મહેલનો ઝરૂખો હતો. માત્ર બે જ જણાં હતા. રાજા હતા અને રાણી હતા. રાજા બાજોઠ પર બેઠાં હતા અને રાણી બાજુમાં બેસી રાજાના વાળ સવારતાં હતા. ભારતમાં પુરુષો પણ લાંબા વાળ રાખતા એવો વર્ષો પહેલાંનો એ સમય હતો. એવા ગુચ્છાદાર વાળમાં ધૂપેલ સીંચતાં રાણી એકાએક બોલી ઊઠ્યા તૂત સમા તિ:
રાજા સહસા ઊંચા થઈ ઝરૂખા બહાર રસ્તા પર જોવા લાગ્યા. કોઈ માણસ ન દેખાતાં રાણીને પૂછવા લાગ્યા ક્યાં છે દૂત? ક્યાં છે દૂત? જવાબમાં રાણી મીઠું-મીઠું હસવા લાગ્યાં! રાજાને ચટપટી થઈ ! જરા રહીને રાણીએ સ્મિત સાથે કહ્યું કે, આ યમરાજાનો દૂત - શ્વેત વાળ - આવી ગયો!
સાંભળતાં જ રાજાના મોંઢાની રોનક બદલાઈ ગઈ. માં પડી ગયું. હવે દુઃખી થવાનો વારો રાણીનો હતો! એવું તે શું થયું? રાજા ગંભીર સ્વરે બોલ્યા:
અમારી સમગ્ર પિતૃપરંપરામાં આવું બન્યું નથી. મારા પિતા, એમના પિતા અને એમના પણ પિતા-પ્રપિતા એમ વંશ પરંપરાથી, માથામાં સફેદ વાળ આવે તે પહેલાં જ રાજ્ય ત્યજીને યોગનો માર્ગ સ્વીકારતાં! આ પરંપરા હતી અને છે. પ્રિયે ! હં પતિતવાન્ પિ હું પળીયા આવ્યા છતાં ઘરમાં બેઠો છું. બસ, હવે એ જ યોગી જનોને રસ્તે હું પણ પ્રયાણ કરીશ.
મંત્રી, પુરોહિત, સેનાપતિ અને અન્ય જવાબદાર દરબારીઓને બોલાવ્યા. કહ્યું યુવરાજને રાજ્ય સિંહાસન ઉપર સ્થાપન કરવાનું મુહૂર્ત જોઈ ઘો. મંત્રીને પણ ઉત્સવની તૈયારી કરવાના સૂચનો આપ્યા...
...અને ગણત્રીના સમયમાં તો યુવરાજનો રાજ્યાભિષેક કરાવી, વનની વાટે સંચરી ગયા. દીક્ષા લઈને તપોમય આરાધનામાં ડૂબી ગયા. આત્માને ખોળવામાં અને ઓળખવામાં લીન બની ગયા.
એ રાજા હતા સોમચન્દ્ર, જેઓ પ્રસન્નચન્દ્ર રાજર્ષિના પિતા થાય છે. આવા રાજવી હતા આપણે ત્યાં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org