Book Title: Chellu Panu Author(s): Pradyumnasuri Publisher: Pathshala PrakashanPage 57
________________ દો પાનું-- ૫૬ સંસ્કાર સિંચન ઊંચું ખાનદાન બ્રાહ્મણ કુટુંબ. એક વખતનું દાનેશ્વરી કુટુંબ. દુકાળના ઓળા ઉતર્યા. આ કુટુંબને પણ દાંત અને અન્નને વેર થયું. એ પરિવારના બાપ-દીકરો હવે ગામ ગામ ફરે છે અને યાચક બની જીવન ગુજારો કરે છે. સારા ગણાતા એક ગામમાં જઈ એની સમૃદ્ધ ગણાતી શેરીમાં બને દાખલ થયા. એક મેડીબંધ ખડકીમાં પેઠાં. ઉપરના માળે રસોઈની હલચલ થતી સાંભળી, કાંઈક મળશે એવી આશા બંધાઈ. મીઠો અને હલકદાર અવાજ કાઢી બાપ-દીકરો સાથે બોલ્યા: “લક્ષ્મી પ્રસન્ન જવાબ ન આવ્યો એટલે ફરી, લક્ષ્મી પ્રસન્ન’ બોલવા છતાં કોઈએ ધ્યાન ન આપ્યું. ફળીયામાં એક ખાટલા પર ચોળાની તાજી વડી સૂકાતી હતી. દીકરો નાનો બાળહતો, ખૂબ ભૂખ લાગી હતી. ચોળાની સુગંધથી મન લલચાયું. બે-પાંચ વડી લઈ લેવા હાથ લંબાવ્યો પણ ખરો ! બાપાની નજર પડી કે તરત લાકડી વડે એને વાર્યો: “બેટા! પરાયું અણહક્કનું ન લેવાય. માલિક આપે તો જ લેવાય. દીકરાએ હાથ પાછો સંકેલી લીધો. એક પાઠ અંકે થયો પરાયું અણહક્કનું ન લેવાય. ...આમ કુમળી વયમાં સંસ્કાર ઝીલાતા હોય છે. નાની વયના દીકરા-દીકરીને આપણે પણ આવા સંસ્કાર જ આપીએ અને આપણું કૂળ અને આપણો ધર્મ સાચવીએ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66