Book Title: Chellu Panu
Author(s): Pradyumnasuri
Publisher: Pathshala Prakashan

View full book text
Previous | Next

Page 58
________________ પ૭ -- દોલું પાનું જુઓ જુઓ. જૈનો કેવા નીતિઘારી નાનું એવું ખોબા જેવડું સાઠંબા ગામમાં જેવું ગામ તેવું બજાર! જેનોના ઘર ખરાં, પણ ઘણાં નહીં. જૈનોના ઘર વિનાના એટલે કે મહાજનવિનાના ગામને લોકો ગામ નહીં પણ ગામડું કહેતા. જોકે સાઠંબા ગામમાં મહાજનના વીસેક ઘર તો હતાં જ. મહાજન જે ધંધો કરે તે તેમના નામને શોભે તેવો જ હોય. કાપડ, કરિયાણું, સોના-ચાંદી, હીરા-મોતી જેવા વ્યાપાર મહાજનની શોભા છે. સાઠંબા ગામમાં એવી એક કાપડની દુકાનમાં આગળ દુકાન અને પાછળ ઘર. ઘરની પાછળ વાડો અને થોડી ખૂલ્લી જગ્યા. વાડામાં નહાવા બેસવા માટેની જગ્યાએ ઘંટીનું પડ ખૂલ્લી જગ્યામાં નાનો એવો બગીચો. જૂઈ, જાઈ, જાસુદ, ડમરો જેવા નાના છોડ અને આજુબાજુમાં પપૈયા અને કેળ શોભતાં. સવારના દશ વાગ્યાના સુમાર હતો. બાપા મગનભાઈએ નહાવા જવા માટે, નવ વર્ષના દીકરા જગજીવનને દુકાન સંભાળવા બેસાડ્યો. કહ્યું, “બેસજે. કોઈ ઘરાક આવે તો કાપડ બતાવજે. હું આ આવ્યો!” પુરુષને નહાતા શી વાર? મગનભાઈ વાડા તરફ વળ્યા ને એક ઘરાક આવ્યો. કાપડ માંગ્યું. જગજીવને બતાવ્યું. ઘરાકે પસંદ કર્યું એ માપી, કાતરથી વેતરીને આપી દીધું. દામ દઈને ઘરાક ચાલતા થયા એટલામાં મગનભાઈ આવી ગયા. પૂછ્યું, “કોઈ ઘરાક આવ્યું હતું?” “હા. એક ભાઈ આવ્યા હતા એમણે આ કાપડ લીધું.” શું ભાવ લીધો?” “બે આના.” “અરે! તારી ભલી થાય! દોઢ આનો લેવાનો હતો. અરધો આનો વધારે આવ્યો. કેવા હતા એ ભાઈ? જલદી ગોતી લાવ!” ક્ષણભર રહીને કહ્યું, “ઊભો રહે. મને જ જવા દે.” પંચીયાભેર અને ખુલ્લા શરીરે મગનભાઈ ઊભી બજારે દોડ્યા! ઘરાક ક્યાંક ગલીમાં વળી ગયા હશે. ન મળ્યા. પાછા દુકાને આવી મગનભાઈ કહે, “અડધો આનો ઘરમાં અનીતિનો આવી ગયો! આજે આયંબિલ!” દીકરા જગજીવનને કહે, “ધ્યાનમાં રાખજે અને એ ઘરાક મળે કે તરત જ એને અડધો આનો પાછો આપી દે છે.” બીજે દિવસે તપાસ કરી. એ ઘરાક મળ્યા નહીં. આજે પણ આયંબિલ! Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66