Book Title: Chellu Panu Author(s): Pradyumnasuri Publisher: Pathshala PrakashanPage 59
________________ છેલ્લું પાનું-- ૫૮ ત્રીજો દિવસ. ઘરાકનો પત્તો ન મળ્યો. ત્રીજું આયંબિલી સાંજ પડતાં એ ભાઈ બજારમાં થઈને જતા હતા તે દીકરાએ જોયા. “બાપા! આ એ ભાઈ જાય!” મગનભાઈએ સાદ પાડી એમને બોલાવ્યા. એમના હાથમાં અડધો આનો મૂક્યો. થયું, “હાશ! હવે બોજો ઉતર્યો.” અનીતિની એક પાઈ પણ ન આવી જાય એવી ખેવના! આવી કાળજી મહાજનો રાખતા! હૃદયમાં શાસનના ધર્મરાજાને બિરાજમાન કરવા માટે નીતિનું આવું સિંહાસન! આવા સિંહાસન પર બિરાજેલા ધર્મરાજા કેવા શોભાયમાન બની રહે! મગનભાઈની ધર્મપ્રીતિનો પ્રસંગ યાદગાર અને પ્રેરણાભર્યો છે. સાઠંબા ગામમાં જિનમંદિર નહીં. પ્રભુના દર્શન વિના ચેન ન પડે. મગનભાઈને થયું કે પુણ્ય વધારવા માટે કોઈ સંકલ્પ કરવો જોઈએ. નિયમ કર્યો: રોજ એકાસણું કરીશ અને ત્રણ દ્રવ્ય જ વાપરીશ.” સાચા દિલનો પોકાર તો પ્રભુના દરબારમાં સંભળાય જ! દેરાસરનું નિર્માણ થયું. શિખર પરની ધજા મગનભાઈએ ફરકાવી. આવા સાચા દિલના શ્રાવકો આ કાળના જ છે. આ કોઈ પુરાણ કથા નથી! મગનભાઈના દીકરા જગજીવનભાઈ. એમના દીકરા વાડીભાઈ. અને વાડીભાઈને દીકરા સુધીરભાઈ, જે અમદાવાદમાં નામાંકિત ન્યુરોલોજીસ્ટ ડૉકટર છે અને પૂજ્ય સાધુ-સાધ્વીજી મહારાજની સેવા તેઓ ખૂબ જ ભાવ ધરીને બહુમાનપૂર્વક કરે છે. શુભસંસ્કારના વારસાને તેઓ શોભાવી રહ્યા છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66