Book Title: Chellu Panu
Author(s): Pradyumnasuri
Publisher: Pathshala Prakashan

View full book text
Previous | Next

Page 53
________________ છેલ્લું પાનું -- પર સુdiાષિત गेण्हह पलोअह इमं पहसिय वयणा पइस्स अप्पेइ जाया सुअ पढमुभिण्णदंत जुअलंकियं बोरं ॥१॥ | (Tથાસહસ્ત્રી) લ્યો આ જુઓ ! રે ! વદતી (મંજુલ બોલ, એના વર્ષે વર્ષે હાસ્યના અંકોરે) પુલકિત પત્ની પતિ સંમુખ ધરતી એક પાકું બોર જેની પર ભદ્રા પ્રથમ શિશુની પહેલી બે દંતૂડી કેરી હળવી મુદ્રા (મુક્ત અનુવાદ : હરિવલ્લભ ભાયાણી) શિયાળાની નમેલી સાંજ છે. પતિ-પત્ની બેઠાં છે. હળવાશ ભર્યું વાતાવરણ છે. પત્નીએ પતિ પાસે જઈને, હાથમાં રહેલું એક પાકું લાલ ચટ્ટક બોર બતાવ્યું; પતિ નિરખી રહ્યા, મોંઢા પર કોઈ વિસ્મય ભાવ ન આવ્યો, પણ પ્રશ્નાર્થ આવ્યો! એ જોઈ પત્નીએ પૂછ્યું કે, તમને આમાં કશું દેખાય છે? પહેલી નજરે તો પતિને એમાં કશું જોવા જેવું ન દેખાયું તેથી મૂંઝવણ અનુભવી! ત્યારે પત્ની ખિલખિલાટ હસીને કહે છે : - આ તો તમારા લાડલાના નાજુક-નાના દૂધિયા દાંતની પહેલી છાપ છે ! જુઓ! એ જોઈને પતિના હૈયે હેત-પ્રીત ઊભરાયાં અને બંનેના માં કમળ સમા ખીલી ઊઠ્યાં ! સ્મિત પરાગથી ઘરનું વાતાવરણ મહેકી રહ્યું ! Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66