Book Title: Chellu Panu
Author(s): Pradyumnasuri
Publisher: Pathshala Prakashan

View full book text
Previous | Next

Page 21
________________ છેલ્લું પાનું-- ૨૦ “પ્રઐત્તિળ ઉત્તર વિધિનું મહત્ત્વ પૂર્વ વિધિ જેટલું જ છે અને તે આપણે ઘણી બાબતમાં સાચવીએ પણ છીએ. કોઈને ભોજન કરાવીએ તો તે પછી મુખવાસ,પહેરામણી, દાન-દક્ષિણા વગેરેની કાળજી લઈએ છીએ. અતિથિ આવ્યા હોય, પછી જ્યારે તે વિદાય લેતા હોય તો તેમને વળાવવા સાત-આઠ ડગલાં જઈએ છીએ, જવું જોઈએ એમ માનીએ છીએ. --આ ઉત્તરવિધિ થઈ. એ કરવાથી કાર્ય પૂર્ણ થયું ગણાય. જેમ ભોજનમાં ભાત પીરસાય એટલે તે પૂર્ણ ભોજન કહેવાય તેમ. આ ઉત્તરવિધિને આપણા રોજિંદા જીવનમાં વણી લેવાની જરૂર છે. કોઈએ આપણને કંઈ કામ ભળાવ્યું. જ્યારે એ કામ કરવાનું આપણે સ્વીકાર્યું તો તે કરી લીધા પછી, તે આ રીતે પૂર્ણ કર્યું છે તેમ તેમની પાસે જઈ નિવેદન કરવું જરૂરી છે. તેમ કરવાથી જ તે કાર્ય પૂર્ણ થયું ગણાય. આ ઉત્તરવિધિ થઈ. શ્રી કલ્પસૂત્રમાં આ વિધિનો | ઉલ્લેખ વારંવાર આવે છે. સિદ્ધાર્થ મહારાજા પોતાના કર્મચારીને કહે છે કે : આ, આટલું, આમ કરો, કરાવો. કરી કરાવીને આ આજ્ઞા મને પરત કરો, કે આ, આટલું આ રીતે થઈ શકર્યું. આ આટલું આ રીતે, આ કારણે નથી થઈ શકયું. આમ એ વિધિ પૂર્ણ થાય છે. એક ઉત્તમ રીતભાતરૂપે આપણા રોજિંદા વ્યવહારમાં આ દાખલ કરવા જેવું છે. તે પ્રમાણે કોઈ યાત્રા-પ્રવાસ, ઓપરેશન, પરીક્ષા કે એવા કોઈ પ્રસંગે ગુરુમહારાજના આશીર્વાદ લેવા ગયા, લીધા. કાર્ય સાનંદ અને સાંગોપાંગ સંપન્ન થયું. તો તે પછી એ જ ગુરુમહારાજ પાસે જઈ કહેવું જોઈએ કે આપશ્રીએ કૃપાપૂર્ણ એવા સુંદર આશીર્વાદ આપ્યા | કે આપશ્રીની કૃપાથી અમારો યાત્રા-પ્રવાસ, ઓપરેશન, પરીક્ષા નિર્વિદને પાર પડ્યાં. આમ કરવાથી તે ઉત્તરવિધિ પૂર્ણ થઈ ગણાય. કાર્ય-સેવા કરવાનું જ સ્વીકાર્યું આવેલું કાર્ય નિર્વિદને પૂર્ણ થાય તે માટે આશીર્વાદ લેવા ગયા, તો તે પછી તે જાણ કરવી તેટલી જ જરૂરી છે. આમ કરવાથી તે વિધિ પૂર્ણ થઈ કહેવાય. હવેથી એ રીતે કરવાની રસમ ટેવ રૂપે શરૂ કરીએ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66