Book Title: Chellu Panu
Author(s): Pradyumnasuri
Publisher: Pathshala Prakashan

View full book text
Previous | Next

Page 23
________________ છેલ્લું પાનું-- ૨૨ હતો. મોટાને ત્રણ દીકરા અને નાનાને એક. પરસ્પર પ્રેમ આ સંતાનોમાં પણ ઊતરી આવેલો. સંપ તો દૂધ-પાણી જેવો ! દૂધ ઉપર તાપ આવે એટલે પાણી કહે : હું છું ત્યાં સુધી તને બળવા નહીં દઉં. એક બીજા માટે પાણી-પાણી થઈ જાય એવા. વળી વસંતે વિદાય લીધી ને ઉનાળો આવ્યો. આંબે મોર આવ્યા; મરવા - આવ્યા. શાખ બેઠી ને કેરીના ભારથી આંબો લચી પડ્યો. બે ખેતરને જોડતો આંબો શોભી રહ્યો હતો. વડીલોના આશિષની સરવાણી પવનની લહેરખી બનીને હેત વરસાવતી હતી. આંબો વેડાયો ત્યારે ચારેય ભાઈઓ ટોપલે ટોપલા ભરીને ઠલવાતી કેરીઓ નિહાળી રહ્યા ! મોટા ભાઈના દીકરાઓએ દર વર્ષની જેમ બધી કેરીઓના બે ભાગ પાડ્યા. ત્યાં નાના ભાઈનો દીકરો બોલી ઊઠ્યો : આ શું કરો છો? મોટા ભાઈનો દીકરો કહે : હંમેશની જેમ ભાગ પાડ્યા. નાના ભાઈનો દીકરો કહે : એમ નહીં. ચાર ભાગ પાડો. આપણે ચાર ભાઈઓ છીએ. આટલું બોલતાં એ રડી પડ્યો. વળી કહે : બે ભાગ કરી મને પાપમાં ન પાડો. હું તો એક છું અને તમે ત્રણ છો. મારાથી તમારા ભાગનું ન લેવાય. અણહક્કનું મારે ન ખપે. ખૂબ રકઝકને અંતે ચાર ભાગ પડ્યા! બધાની નેહ-ભીની આંખ છલકાતી હતી. નાનાના દીકરાએ કહ્યું : હવેથી કાયમ માટે આમ જ કરવાનું. ઝોળીને કાયમ સાચવવી હોય તો એમાં માપનું જ ભરાય. વધારે ભરાય તો ફસકી જાય અને બધું ધૂળમાં જાય. ન્યાયનું લઈએ અને ન્યાયનું દઈએ. તમે બધા મોટા છો. હું ભૂલતો હોઉં તો મને વારજો. આ તો આપણા શેઢાનો આંબો! એનો છાયો આપણને બધાને મળે. એનાં ફળ પણ બધાને મળે, એવી કુદરતની મરજી છે; એને આપણે વધાવીએ અને સુખી રહીએ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66