Book Title: Chellu Panu
Author(s): Pradyumnasuri
Publisher: Pathshala Prakashan

View full book text
Previous | Next

Page 41
________________ રોલનું પાનું -- ૪૦ સોળું ઊંચામાં ઊંડ્યું - રણકાર સાદો ખેમો દેદરાણી વર્ષો પહેલાંની વાત છે. હડાળા ગામની ભાગોળે થઈ મહાજનના ગાડાં જતાં હતા. સવારનો સમય હતો. મોં સૂઝણું થયું હતું. ખેમો લોટે જઈને પાછો વળી રહ્યો હતો. દૂરથી ગાડા ભાવ્યા. બેઠેલા માણસોને જોયાં તો ઉજળાં વરણના લાગ્યા. પાસે જઈને જોયું તો મહાજનના શેઠીયાવ હતા. “જય જિનેન્દ્ર’ -કરીને કહ્યું કે, “આમ કેણીમેરથી ગાડાં હાલ્યા આવે છે ! ગાડા ખેડૂએ કહ્યું કે, “આમ પાંચાળથી આવવાનું થયું છે, ને આમ આઘે દૂર જવાનું છે.” ખેમો કહે, “ગામમાં ઘર છે. એમ જ મહાજનનું ઘર ઓળંગીને મહાજનથી ન જવાય.” મહાજનમાંથી ઘરડા વડીલે પાઘડી ઊંચી કરીને કહ્યું કે, અમે તો મહાજનના કામે નીકળ્યા છીએ. અંતરીયાળ આમ રોકાવું ન પાલવે.” ખેમો કહે, “ઘરે તો હાલો સૌ સારાં વાનાં થશે.” બધાંએ ખેમાના દીદાર જોયાંને મન કચવાયું પણ ખેમાની વાણીમાં બળ હતું. અંતરની વાણી ઠેલવી મુશ્કેલ હોય છે. આગ્રહ હતો પણ દિલથી હતો. આખરે ગાડા ખેમાના આંગણે છૂટ્યા. શિરામણની તૈયારી થઈ ગઈ. મહાજનને શિરામણની ઉતાવળ નથી પણ, ઉતાવળ ખરડામાં રકમ નોંધાવાની હતી. એમાએ ઠંડકથી કહ્યું, આપ બધાં નિરાંતે શિરાવો, કારવો પછી તમ તમારે જે કહેશો તે કરીશું!' ખેમાના બાપાએ આગ્રહ કરી કરીને નવકારશી પરાવી પછી સાવ સાદાં લાગતા ઘરમાં નજર ફેરવતાં મહાજનને નીચે ભોંયરામાં લઈ ગયા. સોના-રૂપા ઝર ઝવેરાતના કોથળાં બતાવ્યા. “જે જોઇએ - જેટલું જોઇએ તેટલું લઈ લો આપનું જ છે' આ આપણી પરંપરા છે. મહાજન તો જોઇને આભે જ બની ગયું. બધાની જીભ બંધ, આંખો પહોળી, હૈયું હરખાવા લાગ્યું - મન ચકરાવે ચઢ્યું. એક એક જણ અંદર અંદર વાત કરવા માંડ્યું. સ્વગત બોલતાં હોય તેમ જ બોલ્યા, “એ તો કહે, પણ એમ થોડું જ લેવાય છે! ધણી આપે તે લેવાય!' ખેમાના બાપે ખોબે ખોબા ઠાલવવા માંડ્યા. ખેસની ચાળ ફસકી જાય તેટલું દીધું. “બસ.... બસ.... ખમૈયા કરો!” બધાંએ એકી અવાજે કહ્યું ત્યારે ખેમો અને તેના બાપા થોભ્યા. મહાજને ગાડાં હવે ગામ ભણી વાળ્યા. ખેમાએ બે મજબૂત વોળાવીયા આપ્યા. ચાંપાનેર પંથકનો દુકાળ સુખેથી ઓળંગી ગયા. જૈન શ્રાવકની દિલની દિલાવરી આવી હતી અને છે. માત્ર અવસરની રાહ હોય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66