Book Title: Chellu Panu
Author(s): Pradyumnasuri
Publisher: Pathshala Prakashan

Previous | Next

Page 42
________________ ૪૧ -- છેલ્લું પાનું જાનનીય સુભાષિત બોલી શકતા નથી બિચારાં, સંભળાવે શી રીતે? હાથ ધરી શકતા નથી, તે માંગે કઈ રીતે? અશ્રુ ટપકતી ભોળી આંખે ચારેકોર નિહાળે. કોઈ અમારા આંસુ લુછે, કષ્ટો કોઈ નિવારે સહીને તાપ આપે છાંય, એવું એક ઝાડ બનવા દે, દરેક નિષ્પ્રાણ તત્ત્વોની, ધબકતી નાડ બનવા દે; તમન્નાઓ નથી, મ્હેકી ઊઠું હું ફૂલની માફક, રક્ષા કાજે કોઈ જીવની, મને બસ વાડ બનવા દે. કોઈક દયાળુ કવિની, અપીલ કરે એવી આ વાણી છે. વાંચતાં જ સમજી શકાય એવા આ બે પદ્ય છે. Jain Education International આપણને એ મૂંગા, અબોલ જીવો પ્રત્યે હૃદયપૂર્વક દયાનો ભાવ પ્રગટે એ માટે પહેલું મુક્તક સહાયક બને છે. આજનો માણસ દુઃખની, અશાન્તિની, અજંપાની સતત ફરિયાદ કરતો રહે છે. એને બદલે, એમાંથી મુક્ત થવાનો સીધો સાદો ઉપાય એ છે કે, જાતના કોચલામાંથી બહાર નીકળીને બીજાઓને થોડું આશ્વાસન આપવાની,શાસ્ત્વન પમાડવાની, સહાય આપવાની શરૂઆત કરીએ. એમ કરવાથી આપણા અજંપાનું બાષ્પીભવન શરૂ થઈ જાય છે, આ મુક્તકમાં તો પ્રાર્થનાનો સૂર પણ સંભળાય છે. ગુજરાતી ભાષામાં આવા નાનાં નાનાં પઘો પણ હૃદયની શાહીથી લખાયેલાં મળે છે. આવા મુક્તકો આપણા હોઠ પર પોતાનું આસન જમાવી લે છે. For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66