Book Title: Chellu Panu
Author(s): Pradyumnasuri
Publisher: Pathshala Prakashan

View full book text
Previous | Next

Page 33
________________ છેલ્લું પાનું-- ૩૨ બહિર્લીપિકાકાવ્ય સ્વરૂપની સઝાયા કહેજો ચતુરનર એ કોણ નારી, ધરમી જનને પ્યારી રે; જેણે જાયા બેટા સુખકારી, પણ છે બાળકુમારી રે. કહેજો -૧ કોઈ ઘેર રાતી ને કોઈ ઘેર લીલી, કોઈ ઘેર દીસે પીળી રે; પંચ રૂપી છે બાળકુમારી, મનરંજન મતવાળી રે. કહેજોd -૨ હૈડા આગળ ઊભી રાખી, નયણા શું બંધાણી રે; નારી નહીં પણ મોહનગારી, જોગીશ્વરને પ્યારી રે. કહેજો -૩ એક પુરુષ તસ ઉપર ઠાઈ, ચાર સખી શું ખેલે રે, એક બેર છે તેહને માથે, તે તસ કેડન મેલે રે. કહેજો૮-૪ નવ-નવ નામે સહુ કોઈ માને, કહેજો અર્થ વિચારી રે; વિનયવિજય ઉવજઝાયનો સેવક રૂપવિજયે કહે બુદ્ધિ સારી રે. કહેજો) -૫ સ્તુતિ, સ્તવન, પદના રચયિતા રૂપવિજયજી મહારાજની આ રચના કાવ્ય-સજઝાયરૂપે સાધુ-સાધ્વીજી મહારાજ કંઠસ્થ કરે છે. પાંચ કડીના આ કાવ્યનો રસાળ ઉપાડ ઉખાણા શૈલીથી થાય છે. શબ્દો ચમત્કાર કરે છે અને પ્રહેલિકામાં પ્રાણ પુરાય છે. સ્વયં બાળકમારી છે, છતાં જે બેટાને જન્મ આપે તે સુખકારી નીવડે છે. ધરમી જનોને એ વ્હાલી છે. કોઈને ઘેર લાલ વર્ણની, તો કોઈને ઘેર લીલા વર્ણની, તો કોઈને ઘેર પીળા રંગની એમ પાંચ વર્ણની જોવા મળે છે. જોનારનું તે મન-રંજન કરે છે. જોગીશ્વર જેવા જોગીશ્વર પણ તેને હૃદય પાસે રાખે છે અને આંખને તો તેના પર જ ઠેરવે છે. આ નારી નથી, તો પણ મોહનગારી છે. જુઓ તો ખરા! તેના ઉપર એક પુરુષ ઊભો છે. તે પુરુષ ચાર સખીઓને સાથે રાખે છે. તેના માથા પર એક બેર છે જે કદી છૂટું પડતું નથી. નવા-નવા નામે બધા એને મળે છે. આ પ્રહેલિકાનો અર્થ વિચારીએ. આનો જવાબ બહારથી આણવાનો છે, એટલે કે જવાબ છે “નવકારવાળી”! આ જાણ્યા પછી બધું સમજાશે. નવકારવાળી ધર્મી આત્માને પ્રિય હોય છે. એ ગણવાથી થતા લાભ તે તેના પુત્રો છે! નવકારવાળી રંગ-રંગની હોય છે, લાલ, લીલી, પીળી એમ પંચરંગી મળે છે. એને જોતાં જ મન ખુશ થાય છે. ગણતી વખતે તેને હૃદય પાસે રાખવામાં આવે છે, વારે વારે નજર કરવામાં આવે છે. તે જોગીઓને પણ પ્યારી છે. ગણતી વખતે અંગૂઠો ઉપર રહે છે અને ચાર આંગળીઓ તે અંગૂઠાની સખીઓ છે; તેની સાથે નવકારવાળી આવ-જા કરે છે. એની ઉપર એક ફૂમતું છે, જે કદી છૂટું પડતું નથી. આ નવકારવાળીને જુદા-જુદા નામથી ઓળખવામાં આવે છે. કોઈ તસબી કહે છે, કોઈ માળા કહે છે. પાંચ કડી બોલ્યા પછી આ કોયડાનો ઉત્તર કહેવામાં આવે છે - નવકારવાળી. આવી પ્રહેલિકા રમૂજ સાથે જ્ઞાનનું પણ દાન કરનારી બની રહે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66