Book Title: Chellu Panu Author(s): Pradyumnasuri Publisher: Pathshala PrakashanPage 37
________________ બેલનું પાનું-- ૩૬ અઘિકાર વિનાનાં કાળથી ઠફણાં મળે ઘણાં... કોઈ વાત સમજાવવા માટે આચાર્ય શ્રી ધુરન્ધર સૂરિ મહારાજ પ્રાસંગિક દષ્ટાંતો આપતાં. પંચતંત્રની વાતો જેવું આ એક દષ્ટાંત --એનો મર્મ ગળે ઉતરી જાય એવો છે. એક ધોબીનો ગધેડો કપડાં નદીએ લઈ જવા-લાવવાનું કામ કરતો. વળી કપડાં સાચવવા એક કૂતરો પણ પાળેલો હતો. ધોબી કપડાં ધોઈને જમવા બેસે ત્યારે કૂતરો એની સામે જ પૂંછડી પટપટાવતો બેસી રહે. માલિક એને પોતામાંથી થોડુંક ખાવાનું પણ આપે! આમ રોજનો ક્રમ ચાલતો હતો. શિયાળાના દિવસો હતા. એક દિવસ માલિકને ખૂબ ભૂખ લાગી હતી. જેટલું હતું તે બધું જ પોતે ખાઈ ગયો. કૂતરાને આપવાનું રહી ગયું. કૂતરું ભૂખ્યું રહ્યું અને એણે આ વાત મનમાં સાચવી રાખી ! રાત પડી. માલિક અને તેનો પરિવાર ગોદડાં ઓઢી સૂઈ ગયા હતા. એવામાં ચોર આવ્યા. દોરડાં પર સૂકાતાં કપડાં ચોરવા લાગ્યા. કૂતરું જોયા કરતું હતું. મિત્ર ગધેડાએ કહ્યું માલિકનો માલ ચોરાય છે. તું ભસ તો ચોર ભાગી જાય! કૂતરો કહે: ‘આજે નહીં ભલું! માલિકે મને ખાવાનું નથી આપ્યું. ગધેડો કહે “મારાથી તો રહેવાતું નથી. આપણી હાજરીમાં માલિકની ચીજ ચોરાઈ જાય તે જોતાં કેમ રહેવાય? હું તો ભૂંકું છું.” –અને ગધેડો ભૂંક્યો! માલિકની ઊંઘ તૂટી. તેને થયું: “આ માળો રાત્રે પણ જંપવા દેતો નથી.' ઊઠી ગધેડાને બે-ચાર ડફણાં ઝીંકી દઈ, પાછો માથે ઓઢીને સૂઈ ગયો! કૂતરાએ કહ્યું: “જોયું! મેં તને ના કહી તો પણ તારાથી રહેવાયું નહીં. તને એનું ફળ મળ્યું ને?' આમ જેનું કામ જે કરે તો માલિકની મહેર ઊતરે. અન્યથા બીજાં આવું કામ કરે તો તેને ડફણાંનું ફળ મળે. આવી વાતો કરી આચાર્યશ્રી બે શબ્દ ઉમેરતા આપણો અધિકાર હોય તેટલું જ આપણે કરવું. બાકી સાક્ષીભાવે જોયા કરવું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66