Book Title: Chellu Panu Author(s): Pradyumnasuri Publisher: Pathshala PrakashanPage 34
________________ હવે મારે જવાનું પ્રયોજન શું ? એક જમાનો હતો, સંસ્કારનું પચાસ ટકા શિક્ષણ તો ઘરમાંથી જ મળતું. બાળક છ-સાત વર્ષનું થાય પછી જ એને નિશાળે મૂકાતા. આજે બધું બદલાઈ ગયું છે. બે ત્રણ વર્ષની નાની વયે તો નિશાળે મૂકી બાળકને બંધનમાં બાંધી દેવામાં આવે છે. એથી બાળક ઘરથી અને મા-બાપથી વિખૂટું થાય છે. અમેરિકાના પ્રવાસે નીકળેલા એક સમીક્ષકે ત્યાંની પરિસ્થિતિનું બારીકાઈથી નિરિક્ષણ કર્યા પછી એના અનુસંધાને એક ચોટદાર બનાવ ટાંક્યો છે ઃ દીકરો ઑફિસમાં હતો. ફોન આવ્યો કે : પિતા બિમાર છે, સિરિયસ છે, તમે આવો. રીસિવર મૂકાઈ ગયું. દીકરાએ ઑફિસમાંથી જ ડૉકટરને ફૉન કર્યો : તમારી તાકીદે જરૂર છે; મારા પિતા માંદા છે. એમને તરત જ હૉસ્પિટલમાં દાખલ કરો. ...અને હૉસ્પિટલના ત્રીજા માળે, આઠમા વૉર્ડમાં, ૨૩ નંબરની રૂમમાં એમને દાખલ કરવામાં આવ્યા. ટ્રીટમેન્ટ શરૂ થઈ. પુત્ર તો પોતાના કામમાં પરોવાઈ ગયો. હૉસ્પિટલ જવાનો એનો વિચાર હતો પણ, આટલું કામ પતાવીને જઈશ, એમ ધારી એ ઑફિસમાં જ કામ કરતો રહ્યો. એટલામાં હૉસ્પિટલમાંથી ફૉન આવ્યો; પિતા અવસાન પામ્યાના ખબર હતા ! પુત્ર વિચારમાં ડૂબી ગયો ઃ પિતા હવે રહ્યા નથી, મારે ત્યાં જવાનું પ્રયોજન શું ? : શબ-વાહિનીની વ્યવસ્થા માટે વળતો ફૉન કર્યો, સાથે જણાવ્યું : એમના અંતિમ સંસ્કાર પણ પતાવી દેજો અને જે બીલ થાય તે મને મોકલી આપજો. ૩૩ -- છેલ્લું પાનું આ કોઈ કાલ્પનિક કથા નથી, વાસ્તવિક ઘટના છે. તેઓને આ બાબતનો કોઈ રંજ પણ હોતો નથી. લાગણીના કોઈ તંતુ ત્યાં રહ્યાં નથી. સંશોધન કરતાં એ ભાઈને જણાયું કે, ત્યાં નાનપણથી જ બાળકને વાત્સલ્ય મળતું હોતું નથી. સીધોસાદો નિયમ છે : જેને જે મળ્યું હોય તે પાછું વાળે ! બાળક એકાદ વર્ષનું થાય એ પહેલાથી જ એને સૂવા માટે જુદો બેડરૂમ મળે. બાળકને પ્રેમ-હૂંફ મળ્યાં નથી એ બીજાને શી રીતે આપી શકે ? ઘર-નિશાળ-ધર્મ આ ત્રણે જગ્યાએથી સંસ્કાર-સિંચન થતું અને એમ જીવનનો પાયો નક્કર બનતો એ હવે બનતું નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66