Book Title: Chellu Panu
Author(s): Pradyumnasuri
Publisher: Pathshala Prakashan

View full book text
Previous | Next

Page 32
________________ ૩૧ -- છેલ્લું પાનું બે‘-siાશ' માં કયો છે? લેનારા ઘણા છે તો દેનારાનોયે તોટો નથી; પણ ક્યારેકદેનારા કરતાંયે લેનારાની ઊંચાઈ જોવા મળે છે. - ત્યારે ભલે હાથ તેનો નીચો રહેતો હશે, પણ દિલ ઊંચું છે એમ કહેવું પડે. એક એવી ઘટના હમણાં જાણવા મળી. જ્યારથી એ ઘટના જાણી ત્યારથી અભાવ દારિદ્રશ્ય અને સ્વભાવ દારિત્ર્યની ભેદરેખા સ્પષ્ટ થઈ ગઈ, દેનારામાં અભાવ-દારિદ્રય અને સ્વભાવ દારિદ્રય નથી હોતું તે તો અનેકવાર જોવા મળે છે પણ, લેનારમાં પણ સ્વભાવ-દારિક્ય ન હોય એ તો ઘણું પ્રશંસનીય ગણાય. પ્રસંગ આ રીતનો છે. સાંજનો સમય છે. ડૉ. સ્મોલેટ લટારે નીકળ્યા છે. કુદરતના વૈભવનો કારોબાર પૂરબહારમાં છે પણ આજે ડૉકટર ઉતાવળમાં છે. એક “એપોઈન્ટમેન્ટ આપી છે તેનો સમય થઈ ગયો છે. ચાલ ઉતાવળી છે. એવામાં પાછળથી એક યાચકનો અવાજ કાને પડ્યો. સ્વરમાં યાચના હતી. ઊભા રહી પાછળ વળી જોયું. લંગડાતા પગે અને લથડાતી ચાલે એ ડૉકટર તરફ આવી રહ્યો હતો. એની ધીમી ગતિ જોઈને ડૉકટરને જ થયું કે આ બિચારો ક્યારે નજીક આવશે ! તેથી ઉતાવળ હોવા છતાં તેઓ જ સામે ગયા. એનું દયામણું મોં જોયું. લંબાયેલો કૃશ હાથ જોયો. ગજવામાં હાથ નાખ્યો અને જે સિક્કો હાથમાં આવ્યો તે યાચકના હાથમાં મૂકીને એવી જ તેજ ગતિથી આગળ ચાલવા લાગ્યા. વળી યાચકનો અવાજ સંભળાયો. પગ થંભ્યા. યાચક હવે ઉતાવળો થઈ નજીક આવી રહ્યો હતો. એના લંબાયેલા હાથમાં પેલો ચળકતો સિક્કો હતો. સાહેબ! આ લ્યો. આપે ઘણી મોટી રકમનો સિક્કો આપી દીધો છે; આવો સિક્કો ન હોય. સામાન્ય સિક્કો આપો. ' ડૉકટરે ગજવામાંથી એવો જ બીજો સોનાનો સિક્કો કાઢી ફરી યાચકને આપ્યો. કહ્યુંઃ પહેલો સિક્કો તારી યાચનાનો અને આ બીજો સિક્કો તારી પ્રામાણિકતાનો! આટલું કહી, યાચક પાસેથી વળતા કોઈ પણ ઉત્તરની અપેક્ષા વિના ડૉકટરે આગળ ચાલવા માંડ્યું. યાચક બે હાથમાં બે સિક્કા લઈ ડૉકટરના રૂપમાં આવેલા કોઈ ફિરશ્તાને જોઈ ' રહ્યો! હાથમાં આવેલા સિક્કાને --આ વધારે પડતું છે માટે લઈ લ્યો. એવું દાતાને સામેથી કહેનાર યાચક પણ મહાન છે. દેનારા અને લેનારા એ બન્ને શબ્દોમાં “નારા” શબ્દ તો આવે છે. તો આ બન્નેમાં કોણ ચડે? -- વિચારતાં થઈ જઈએ, એવું છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66