Book Title: Chellu Panu
Author(s): Pradyumnasuri
Publisher: Pathshala Prakashan

Previous | Next

Page 25
________________ છેલ્લું પાનું-- ૨૪ બંગલે નજર કરવા ગયા. બધું કામ લગભગ પૂરું થયું હતું. થોડું થોડું બાકી હતું. ઠીક-ઠાક કરવાની સૂચનાઓ અપાતી હતી. બંગલાના રંગ-રોગાન, બારી-બારણાં, ભીંત-ફરસ-છત -- બધું જ મજબૂત, ટકાઉ અને સુંદર બન્યું હતું મનસુખભાઈ આમ તેમ ફરતા હતા ત્યાં એકાએક, જમનાભાઈ બારણા વચ્ચે ઊભા રહી ટગરટગર જોતા હતા એના પર એમની નજર પડી. મનસુખભાઈ પાસે જઈને નાનાભાઈને ખભે હાથ મૂકી પૂછે છે : જમના! શું જુએ છે? જમનાભાઈ કહે ભાઈ! બંગલો તો સુંદર બન્યો છે. તરત મનસુખભાઈ બોલ્યા જમના! તને આ બંગલો ગમતો હોય તો તું રાખ. હું ત્યાં જ રહીશ. જમનાભાઈ કહેઃ ના..ના...ભાઈ, આ બંગલો આપના માટે બરાબર છે. મોટાભાઈએ ફરી કહ્યુંઃ તને ગમે છે તો તું રાખ. એક સાદી બોલ-પેન કોઈકને આપતા હોઈએ તેમ આખો વિશાળ બંગલો આપી દીધો. બીજે દિવસે બંગલાનું વાસ્તુ થયું. જમનાભાઈની ઘર-સામગ્રી ગીરધરનગરના બંગલે આવી. ત્યારથી આ બંગલો શેઠ જમનાભાઈનો બંગલો બની રહ્યો. આજે પણ ઊભો છે. ભાઈ-ભાઈ વચ્ચેનો આવો પ્રેમ જોઈ આપણા મુખમાંથી પણ સહજ ઉદ્ગાર નિકળે કે, “ભાઈ હો તો આવા હોજો.” આવા હૃદયનો નિર્મળ સ્નેહ આપણને મળે તો કેવું સારું! “આવા હૃદયનો નિર્મળ સ્નેહ આપણને મળે તો કેવું સારું!” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66