Book Title: Chellu Panu
Author(s): Pradyumnasuri
Publisher: Pathshala Prakashan

View full book text
Previous | Next

Page 29
________________ ધોળું પાનું-- ૨૮ ફો' મીઠાઈયાની ‘' વાત આમ બની છે. મુંબઈ શહેરની વાત છે. કોલસાના એક વેપારીને ત્યાં પોતાની દીકરીના લગ્ન પ્રસંગ છે. મહેમાન-પરોણા આવવાના છે. મહેમાનોની સરભરા સાચવવા માટે ઊતરવા-રહેવાની જગ્યાની સગવડ કરવાની છે. નજર દોડાવતાં, પોતાની દુકાન સામે જ એક મોટા મકાનમાં પહેલા માળે એક ફ્લેટ ખાલી છે અને આવી રીતે, આવા પ્રસંગે તેઓ વાપરવા પણ આપે છે; એમ જાણવા મળ્યું. માલિક તો હૈદ્રાબાદ રહેતા હતા. સ્થાનિકદેખભાળ બાજુના ફ્લેટવાળા રાખતા હતા. સામાન્ય પરિચય હતો. એમની સાથે વાત કરી લઈએ એમ વિચાર્યું. ફોન કરી પૃચ્છા કરી. સમય માંગીને મળવા ગયા. બેલ સાંભળી બારણું ય ખુલ્યું. આવકાર મળ્યો. બેસાડ્યા. ચા-નાસ્તો ધરી ઉચિત સ્વાગત થયું. પછી, આવવાનું પ્રયોજન પુછાયું. કહ્યું: ઘરે લગ્ન પ્રસંગ આવે છે. મહેમાનોને ઉતારા માટે બે દિવસ વાપરવા આ બાજુનો ફ્લેટ જોઈએ છે. જવાબ મળ્યો : તેઓ હૈદ્રાબાદ રહે છે. ચાવી અમને સોંપી છે; પણ છેલ્લા બે-ત્રણ પ્રસંગોએ એવો અનુભવ થયો છે કે, હવેથી તેઓએ આપવાનું બંધ કર્યું છે. માટે અમે આપને એ ફ્લેટ વાપરવા આપી શકતા નથી. રજૂઆત બહુ જ વ્યવસ્થિત અને સરળતાભરી હતી તેથી માત્ર, “ભલે. અમને એમ કે આ જગ્યા મળે તો પ્રસંગે અનુકુળતા રહે માટે આપની પાસે આવ્યા હતા.' એમ કહીને ઊભા થયા. તે જ વખતે ઘરની પુત્રવધુ હાથમાં શ્રીફળ લઈને આગળ આવ્યા અને મહેમાન વેપારીને અર્પણ કરવા લાગ્યા. આવનાર ભાઈએ એ ન લેવાનો ભાવ પ્રદર્શિત કર્યો આ શા માટે? એમ પ્રશ્ન પણ કર્યો. ભાઈ બોલ્યા : તમે અમારે ત્યાંથી કંઈક લેવા આવ્યા હતા. તમને જોઈતું તો અમે આપી ન શક્યા, તો આટલું તો અમારું સ્વીકારો. અમારે આપને કંઈક તો આપવું જોઈએ. ભાવથી ભીંજાયેલા આ અલ્પ શબ્દોએ અસર કરી. શ્રીફળ સ્વીકાર્યું. દાદરાના પગથિયા ઊતરતાં ઊતરતાં કોલસાના વેપારી ભાઈના મનમાં ફ્લેટમળવાની જે ચચરાટી થઈ હતી, તેના ઉપર જાણે શીતળ લેપ કરવામાં આવ્યો હોય તેવું લાગ્યું. શું ‘ના’ પણ આટલી મીઠી હોઈ શકે છે? આપણે તો પ્રસંગે ‘ના’ કહીએ છીએ તો મોટેભાગે તે કેટલી લુખી-સૂક્કી હોય છે ! વળી ક્યારેક તો દંભના રેશમી કપડાંમાં લપેટેલી હોય છે! પણ આવી મીઠી “ના” તો પહેલી વાર સાંભળી ! મનને વાગે એવી ઠેસ પહોંચાડે તેવી ‘ના’ તો ઘણી મળી છે, પણ આવી ‘ના’ સાંભળ્યા પછી તો શીખવા મળ્યું કે ના પાડવાનો પ્રસંગ આવે તો આવી “ના” પાડવી જોઈએ. ના” પણ કોઈને સાંભળવી ગમે એવી હોઈ શકે ? હા, હોઈ શકે. આવી “ના' પણ સાંભળવી જરૂર ગમે, પણ એવી “ના” કહેવા માટે હૈયું મીઠું હોવું જોઈએ. એ મેળવીએ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66