Book Title: Chellu Panu
Author(s): Pradyumnasuri
Publisher: Pathshala Prakashan

Previous | Next

Page 27
________________ cોલુ પાનું-- ૨૬ કાવ્યશાસ્ત્રવિણોદેol. લેખન અને કથન વિષે રમુજભરી રજુઆત चतुरः सखि ! मे भर्ता में लिखितं परो न वाचयति। तस्मदपि मे चतुरः स्वयमपि लिखितं स्वयं न वाचयति॥ પાણી ભરવા ગયેલી કેટલીક સખીઓ પરસ્પર વાર્તા વિનોદ કરતી હતી. હે સખી! મારો સ્વામી એટલો તો હોંશિયાર છે કે તેમણે લખેલું હોય તે બીજા ન વાંચી શકે. તે સાંભળી બીજી સખી બોલી, અરે ! તું શું વાત કરે છે, તારા કરતા તો મારો ધણી ચડે એવો છે. એમણે લખ્યું હોય તે બીજા તો શું પોતે પણ વાંચી શકતાં નથી ! સંસ્કૃતમાં આ વાત લેખનની છે તો હિંદી ભાષામાં પણ એક સરસ રજુઆત છે; ત્યાં વાત કથનની છે. તે બે દુહા આ પ્રમાણે છે: अगर अपना कहा तुम आप ही समझे तो क्या समझे ? मझा कहने का है जब इक कहे और दूसरा समझे। कलामे 'मीर' समझे और जबाने 'मीरझा' समझे। मगर इनका कहा या आप समझे या खुदा समझे। આવું આપણને ઘણા માણસોમાં જોવા મળે છે. તેઓ બોલે છે શું તેની ઘણી વાર બોલનારને પોતાને ખબર હોતી નથી. આ વાત અહીં દુહામાં સુંદર રીતે કહેવાઈ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66