Book Title: Chellu Panu
Author(s): Pradyumnasuri
Publisher: Pathshala Prakashan

View full book text
Previous | Next

Page 24
________________ ૨૩-- દોલતું પાનું भ्रातृदेवो भवः॥ Gળાઈ હો તો આવા જો વિક્રમની વીસમી સદીના રાજનગરના નરરત્નોની યાદી બનાવીએ તો શ્રી મનસુખભાઈ ભગુભાઈનું નામ લેવું જ પડે. એવું તેમનું કામ અને નામ હતું. શ્રી દેવ અને ગુરુની અથાગ ભક્તિ, ઉદારતા, બાહોશી, દીર્ધદષ્ટિપણું, આ બધું તો હતું જ પણ તેમના દરિયાવ દિલના દર્શન કરાવતો એક પ્રસંગ આજે અહીં વર્ણવવો છે. શ્રી મનસુખભાઈ ભગુભાઈ અને જમનાભાઈ ભગુભાઈ બે ભાઈઓ મૂળ પેથાપુરના પણ વર્ષોથી અમદાવાદ આવી વસેલા. શહેરમાં કાલુપુર ટંકશાળ પાસે ટેમલાની પોળમાં રહેતા. પુણ્ય જાગતું હતું. ભાગ્ય ઝગારા મારતું હતું. દેશ-પરદેશમાં એમના વ્યાપાર-વણજ ચાલે. વછિયાત-વેપારી રોજ રોજ સંખ્યાબંધ આવતા. બધાની ખૂબ મહેમાનગતિ થતી રહેતી. ઘર મોટું અને વિશાળ હતું, તો પણ નાનું લાગતું. શહેરની બહારના વિસ્તારમાં ખાનપુરમાં એક નવો બંગલો બનાવીને રહેવા લાગ્યા. પણ આ બંગલો પણ સાંકડો પડવા લાગ્યો તેથી મનસુખભાઈ માટે એક વિશાળ બંગલો બનાવવાનો વિચાર કર્યો અને શાહીબાગ-ગિરધરનગર પાસે એક મોટો બંગલો બનાવવો એમ વિચાર્યું ભાઈઓ બેહતા પણ જીવ એક હતો.મનસુખભાઈને એક સંતાન-માણેકભાઈ. જમનાભાઈને સંતાન ન હતું. પણ માણેકબેન શેઠાણી જાજરમાન નારી-રત્ન હતાં. જાણે હરકોર શેઠાણીનું જ બીજું રૂપ જોઈ લો. જમનાભાઈ ભલા અને ભદ્રિક હતા. મનસુખભાઈ કાબેલ, વિચક્ષણ અને નેકદિલ હતા. વ્યાપાર-વણજ બધું તેઓ જ સંભાળતા એટલે તેમને ત્યાં અવર-જવર વધારે રહે તેથી તેમને માટે મોટો બંગલોબાગ-બગીચા, મોટર ગેરેજ, માળી - ધોબી વગરેની વસાહતવાળો બંગલો અને ત્યાં મનસુખભાઈને રહેવા જવાનું. અને જે ખાનપુરનો બંગલો હતો ત્યાં જમનાભાઈએ રહેવાનું આમ નક્કી થયું. વિ. સં. ૧૯૭૪ની આ વાત છે. બંગલો તૈયાર થઈ ગયો. વાસ્તુનું મુહૂર્ત પણ નક્કી થયું. સગાં-વહાલાં અને મહેમાનો બધાને નિમંત્રણ પાઠવવામાં આવ્યાં હતાં. વાસ્તુના આગલે દિવસે બન્ને ભાઈઓ, પરિવાર, મહેતા-મુનિમને લઈને બને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66