Book Title: Chellu Panu
Author(s): Pradyumnasuri
Publisher: Pathshala Prakashan

Previous | Next

Page 11
________________ બેલ્લું પાનું -- ૧૦ કઠોર કૃપાનો સ્વીકાર આપણે ઘણી ઘણી ઈચ્છાઓ કરીએ છીએ અને તે બધી પૂરી કરવા મથીએ છીએ. આ બધી ઈચ્છાઓ ફળતી નથી ત્યારે આપણે દુઃખી થઈએ છીએ. ઈચ્છાઓ ફળે ત્યારે તેનો યશ પોતાના કિસ્મતને અને ક્યારેક શ્રદ્ધાવશ, ભગવાનને અપાતો હોય છે. પણ જ્યારે ઈચ્છા ન ફળે ત્યારે તે હતાશ થતો હોય છે, અને છેવટે ભગવાનને ઉદ્દેશીને તેને દોષ દેતો હોય છે. ‘તું દયાળુ છે કે નહીં ! આવા દુ:ખ દેવાના હોય ?' એમ બોલતો હોય છે. પણ ખરેખર તો એ આવી પડેલા દુઃખમાં પ્રભુની કૃપાના જ દર્શન કરવાના છે. આ બાબતમાં કવિ રવીન્દ્રનાથ ટાગોરની કાવ્યકંડિકા હૃદયસ્પર્શી છે ઃ આમિ બહુ વાસના ય પ્રાણપણે ચાઈ વંચિત કરે બાંચાલે મોરે એ કૃપા કઠોર સંચિત મોર જીવન ભરે. અનેક વાસનાનો માર્યો જીવ પર આવીને માંગું છું પણ તેં મને વંચિત રાખીને બચાવી લીધો છે એ કઠોરકૃપા મારા આખા જીવનમાં સંઘરાયેલી રહેશે. આ જે ‘કઠોરકૃપા’ છે તેને સમજવાનો પ્રયત્ન કરવા જેવો છે. મારા વારંવારના અનુભવ આ વાતમાં સાક્ષી પૂરે છે. જ્યારે જ્યારે ઈચ્છા ફળી નથી ત્યારે ત્યારે ક્ષણિક દુઃખ થયું છે; પણ થોડા સમયના અંતરે એ વિતેલી ઘટના તરફ દૃષ્ટિપાત કરું છું, તે પ્રસંગનું વિશ્લેષણ કરું છું ત્યારે પણ તેમાં પ્રભુની કૃપાના કોમળ કિરણોનો જ સ્પર્શ જણાય છે. અને સાચોસાચ પેલું પ્રસિદ્ધ વાક્ય યાદ આવે છે કે ઃ ‘જે થાય તે સારા માટે.' આ આશ્વાસન નથી, પ્રેરણા છે. આ જ સંદર્ભમાં કવિવર ટાગોરનું એક બીજું મહત્ત્વનું વાક્ય યાદ રાખવા જેવું છે : ‘વગર માંગ્યે જે મળ્યું છે તેની જે જવાબદારી છે તે તું પૂરી પાડી શકતો નથી તો તું જે કાંઈ માંગે છે તેની જવાબદારી તું શી રીતે ઉપાડશે ?' એટલે જે કાંઈ બન્યું તે બધામાં તેની કોમળ-કઠોર કૃપાના દર્શન કરવા; તેથી દુઃખ, દર્દ કે ફરિયાદ જેવા વિષાદપ્રેરક વિચાર જ નહીં આવે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66