Book Title: Chellu Panu
Author(s): Pradyumnasuri
Publisher: Pathshala Prakashan

View full book text
Previous | Next

Page 10
________________ ૯ -- વેલનું પાનું ભાઈબંધોને લાવ્યા કરો છો ને હું બળી જાઉં છું...” આ શબ્દોથી મને ભારે આઘાત થયોઃ “ભાઈબંધો તો આવે જ ના! તું એમને ક્યાં ઓળખે છે?' “એ બધાયને હું પગમાંથી ઓળખું છું. એ બધાય સારા નથી. એ હશે ત્યાં સુધી હું આવવાની નથી.” શિવકોર આમ એક જ દિવસમાં એ કહેવાતા મિત્રોના દેદાર જોઈ, ચાળા જોઈ તુર્ત કળી ગયા હતા, “આ માણસોનો પગ આપણાં ઘેર ન જોઈએ.” ધનતેરશનો દિવસ હતો. વળી નાનાભાઈનો જન્મદિવસ! એક પછી એક મિત્રો સવારથી આવા લાગ્યા. પરંતુ શિવકોરના શબ્દોએ નાનાભાઈને બાંધી દીધા હતા. આજથી આપણી ભાઈબંધી બંધ છે.” ત્યારથી એ મિત્રો ગયા તે ગયા.. એ બધા મિત્રોનું ઉત્તર જીવન જોઉં છું ત્યારે થાય છે કે શિવલક્ષ્મીનો મારા પરનો મોટો ઉપકાર છે. એના નિર્મળ આગ્રહથી હું બચી ગયો. આજે પણ ઘણીવાર મારા જીવનદેવીનો પ્રસંગ હું ઘણા ગર્વથી ગાઉં છું. પત્ની સન્મિત્ર બની અને કુમિત્રના કળણમાંથી ઉગારી લીધા. ત્યાર પછી તો એમનું જીવન સડસડાટ ઊંચે ને વધુ ઊંચે ચઢતું રહ્યું. અમરવેલ ને વળી આંબે ચડી ! પછી બાકી શું રહે? સારા મિત્રો જ શોધવા. ન મળે તો પ્રભુ પ્રાર્થના કરવી પરંતુ નથી મળતા એટલે જે તેની સાથે હાથ ન મિલાવવા. ફૂલની છાબમાં મૂકવા જેવા ફૂલ ન મળે તો કાંઈ તેમાં કોલસા ન ભરાય! ખાલી રહેલી છાબનું પણ એક મૂલ્ય છે. ભતૃહરિએ લખ્યું છે એક મિત્ર ભૂપતિર્વા યતિર્વા એક મિત્ર હોય પછી તે રાજા હો અથવા સાધુ હો. આવા એક મિત્ર પણ બસ છે. સાચા મિત્રો કેટલા હોય એ ગણવા માટે, વેઢા તો ઠીક, આંગળીઓ પણ વધારે છે. શેરી મિત્રો સો મળે, તાળી મિત્ર અનેક, જેમાં સુખ-દુઃખ બાટીયે, તે લાખોમાં એક. --આપણને આવા સન્મિત્રનો દુકાળ ન હો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66