Book Title: Chellu Panu
Author(s): Pradyumnasuri
Publisher: Pathshala Prakashan

View full book text
Previous | Next

Page 9
________________ છેલ્લું પાનું-- ૮ મને સત્રનો સમાન હો! સાવ સાદા સૂતરના દોરામાં ખાસ કશું નથી. એમ ને એમ ગળામાં કે માથા પર મૂક્યો હોય તો તે, પોતે નહીં તો બીજા, એ દેખતાં વેત, હાથથી લઈને દૂર કરી દે. એ જ દોરો જ્યારે સુગંધથી ઊભરાતાં સુંદર પુષ્પોની સોબતમાં હોય ત્યારે હજારો માણસોની હાજરીમાં લોકો હોંશે હોંશે તેને ગળામાં ફૂલહાર તરીકે પહેરાવે છે, કે માથામાં વેણી-ગજરા તરીકે ગૂંથે છે. આ પ્રભાવ ફૂલો સાથેની દોસ્તીનો છે. આ જ દોરો જ્યારે ટીમરું (તમાકુ)ના પાન ની સોબત કરે ત્યારે, પહેલાં તે બળે છે અને તે પછી પાન સાથે ટૂંકી, તેને ફેંકી દેવામાં આવે છે. સોબત તેવી અસર એ કહેતી અહીં સિદ્ધ થાય છે. કોઈ શેતાન જેવા લાગતા માણસની હેવાનિયત માટે જવાબદાર કોણ હોય છે? અલબત્ત, કોઈ કુમિત્રની સોબત જ જીવનને અવનતિની ગર્તા તરફ ધકેલવામાં નિમિત્ત બની હોય છે. કોઈ સંતના પૂર્વ જીવનમાં ડોકિયું કરીએ તો તેમની પાવન જીવનગંગાના મૂળને શોધતાં માલુમ પડશે કે ઉત્તમની સોબતના પ્રભાવથી પોતે ઉચ્ચ જીવનના શિખર સર કરી શક્યા છે. આમ, જીવનની ઉન્નતિ કે અવનતિના મૂળ, સત્સંગ કે કુસંગમાં રહેલા છે. સન્મિત્રો તો જીવનની મોંઘેરી મૂડી છે. આજના વિષમ અને વિષમય કાળમાં સૌથી વધુ કાળજી મિત્ર બનાવવામાં રાખવા જેવી છે. મિત્ર તમારા જીવનનો નકશો બદલી શકે છે. અરે! મિત્ર તો તમારા સફળ જીવનનો નકશો દોરી પણ શકે છે. - કુમિત્રો તો ડગલે ને પગલે મળશે! સન્મિત્ર ઓછા જ હોવાના. એને તો શોધવા પડે છે. એક સન્મિત્ર મળી જાય તો દુઃખી જીવન પણ સુખમય બની શકે છે. જ્યારે કોઈ કુમિત્ર ભટકાઈ જાય તો જીવનનો ખીલેલો બાગ પણ ઉકરડામાં ફેરવાઈ જાય છે. એટલે, સન્મિત્ર કરવામાં જેમ કાળજી લેવાની છે તેમ કુમિત્રથી અળગા રહેવામાં એથીયે વિશેષ સાવચેતી રાખવી જરૂરી છે. પ્રસિદ્ધ કેળવણીકાર નાનાભાઈ ભટ્ટના જીવનનો એક મહત્ત્વનો પ્રસંગ આ બાબતમાં મનનીય છે. તેર-ચૌદ વર્ષની વયે તેમના લગ્ન થયેલા. લગ્ન પછી પત્ની શિવકોર સાથેની પ્રથમ મુલાકાતમાં થયેલી વાતચીત એમની આત્મકથા “ઘડતર અને ચણતરમાં આમ લખાઈ છે : જીવનમાં હું પહેલોવહેલો જ એને મળ્યો. મારાથી પૂછાઈ ગયું: “આ વખતે તો તું રોકાઈશ ના?’ શિવની આંખોમાં આંસુ આવ્યા : “હું શું રોકાઉં? તમે રોજ ઊઠીને તમારા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66