________________
૭ -- છેલ્લું પાનું
ઋણસૂક્તિ
મ
*
*
*
પિતૃઋણ, ગુરુઋણ અને વિશ્વાસણ એ ત્રણ ઋણનો ભાર આપણા ઉપર છે તેનું ભાન રહેવું જોઈએ અને ક્રમશઃ તેમાંથી મુક્ત થવાનો ભાવ રહેવો જોઈએ. તેનો પ્રમાણિક પ્રયત્ન પણ થવો જોઈએ, કોઈ ને કોઈ રીતે. દા. ત. પિતાના સંસ્કાર વારસો શોભાવવો અને સંભાળવો તે પિતૃઋણમુક્તિ છે. ગુરુના ઉપકારનો સ્વીકાર કરવો તે ગુરુઋણમુક્તિ છે. અને રોજ કોઈ ને કોઈને યોગ્ય મદદ કરવી તે વિશ્વઋણમુક્તિનો પ્રયાસ છે. આવું રોજ તમારા જીવનમાં બનતું રહો.
*
પ્રભાવ m•કુરબર
અર્થ વિસ્તારઃ ઋણ એટલે કરજ, દેશું. આપણા માથે પહેલો ઉપકાર માતા-પિતાનો છે. તેઓ તરફથી થયેલા આ ઉપકારનો બદલો તો શી રીતે વળે? પણ, તેઓના નામને શોભાવે તેવું, આપણું જીવન સંસ્કારસંપન્ન બનાવીએ તો તેઓનું ઋણ યત્કિંચિત અદા કર્યું કહેવાય. બીજો ઉપકાર આપણા ગુરુનો છે. શાળાના શિક્ષક, ધાર્મિક પાઠશાળાના પંડિત, કૉલેજના પ્રાધ્યાપક અને આપણને ધર્મબોધ આપનાર ધર્મગુરુ. આ બધાનો, આપણા પરના ઉપકારનો સ્વીકાર કરવો. હું તેમની પાસે ભણ્યો છું. તેમની પાસેથી શીખવા-સમજવા મળ્યું છે. મારા જીવનમાં તેમના સમાગમથી ઘણો આત્મિક લાભ થયો છે. આમ, વારંવાર કૃતજ્ઞતા પ્રગટ કરતાં રહેવું, એનો ઋણસ્વીકાર કરવો જરૂરી છે. આપણી આસપાસના જગત પાસેથી આપણે કેટલું બધું મેળવીએ છીએ ! એ બધાથી આપણું જીવન ટકેલું છે, આપણી જીવનનૈયા સરળ વહે છે. આપણે પણ કોઈને ટેકારૂપ બનીએ તો, શુભના એક વર્તુળમાંથી બીજું વર્તુળ રચાશે, વિસ્તરતું રહેશે. શાક માર્કેટમાંથી શાક ખરીદી લીધા પછી કાછીયાને પૈસા ચૂકવતી વખતે એક ભાઈને વીસ રૂપિયા ધટ્યા. કાછીયો અને ખરીદનાર ભાઈ, એકબીજાથી અજાણ્યા હતા. પૈસા બાકી કેમ રખાય? ભાઈ મૂંઝાતા હતાં ત્યાં બાજુમાં ઉભેલા ભાઈએ સૌજન્ય બતાવ્યું, પોતાની પાસેથી વીસ રૂપિયા આપ્યા. હિસાબ પૂરો થયો. એ ભાઈ પાસે એમનું સરનામું માંગ્યું. જ્વાબ મળ્યોઃ કાંઈ જરૂર નથી. આ જ રીતે, બીજા કોઈ મુશ્કેલીમાં હોય ત્યારે તમે ય આમ મદદ કરજો. આમ પણ ઋણમુક્તિ થતી હોય છે. એ ઉત્તમ પ્રકાર છે. આમ, ત્રણ ઋણના ભારથી અને તેને ફેડવવાના ભાવથી આપણે આપણી કૃતજ્ઞતા પ્રગટ કરી શકીએ. કૃતજ્ઞતા તો ગુણનું ભાજન છે. ગુણ તેમાં રહે છે, ટકે છે અને શોભે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org