Book Title: Charitravijay Smarak Granth Author(s): Balabhai Virchand Desai Publisher: Charitra Smarak Granthmala View full book textPage 8
________________ ગ્રંથનાયક “ચારિત્ર”ને હાથે જ થયેલ છે. અને એને એઓશ્રીના જ વિદ્વાન શિખે અથાગ પરિશ્રમથી જીવન પૂરી રહ્યા છે. ખરે જ પિતાના ગુરુદેવની શક્તિ અને ઉત્સાહને અખંડ વારસો એ વિદ્વાન શિખ્યામાં ઉતરી આવ્યો છે. એથી એ મહાપુરુષમાં રહેલ યોગ્યતાને આપણને સહેજે સાક્ષાત્કાર થઈ જાય છે. બીજો પ્રસંગ પાલીતાણાના જલપ્રલયને છે. એ જલપ્રલયમાં તણાતા સંખ્યાબંધ મનુષ્યને તેઓશ્રીએ પિતાના જીવનની દરકાર કર્યા સિવાય દેવી સાહસ દ્વારા બચાવીને અભયદાન આપ્યું હતું. તે પ્રસંગે તેઓશ્રીએ જે સમયસૂચકતા વાપરી હતી એ જૈન મુનિજીવનની શૈલીને ભાવે તેવી હતી. “સાધુથી કાચા પાણીમાં ઉતરાય નહિ, ગૃહસ્થને બચાવવાથી પાપ લાગે” ઈત્યાદિ આપેક્ષિક જેન શિલીનાં વાક્યોને વિકસેન્દ્રિયની માફક પકડી ન રાખતાં વિચારપૂર્વક તેઓશ્રીએ જે કાંઈ કર્યું એથી જૈનશાસ્ત્રની સ્યાદ્વાદ શૈલીને ખચિત જ ભાવી છે, અને જૈન આગમનાં એ વાકયો જડતાભર્યા નથી પણ કોઈ ગંભીર આશયથી તેમજ કેઈ દેશ, કાળ વ્યક્તિ વિશેષને લક્ષીને છે -સાર્વત્રિક નથી એમ સાબીત કરી આપ્યું છે. જનસમાજ એ મહાપુરુષને અને તેમના ગુણેને યાદ કરી તેમના પ્રત્યેના ઋણને અદા કરે તેમજ એ મહાત્માના ગુણને જીવનમાં ઉતારવા યત્ન કરે એ જ અંતિમ શુભેચ્છા સાથે. એ મહાપુરુષને ૧૦૦૮ વાર વંદન હે મુનિ પુણ્યવિજય ભાદ્રપદ શુક્લા પછી, મંગળ સંવત ૧૯૮૯, પાટણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 230