Book Title: Charitravijay Smarak Granth Author(s): Balabhai Virchand Desai Publisher: Charitra Smarak Granthmala View full book textPage 7
________________ ક્યારે, ક્યાં અને કયા ખડક સાથે અથડાઈને નાશ પામશે એ કલ્પવું ઘણું જ મુશ્કેલ છે. આ સ્થિતિમાંથી જૈન સમાજને ઉગારી લેવા માટે જે મહાનુભાવોએ આ “ચારિત્રસ્મારક ગ્રંથ જનપ્રજાના કરકમલમાં અર્પણ કરવાનો સંકલ્પ કર્યો છે એને સૌ કોઈ વધાવી લે એમાં સંશય જ ન હોઈ શકે. પૂજ્યપાદ સ્વર્ગસ્થ શ્રીમાન ચારિત્રવિજયજી મહારાજશ્રીને મેં નાની વયમાં આજથી લગભગ ત્રીસ વર્ષ પહેલાં વિક્રમ સંવત્ ૧૯૬૬માં વડોદરા મુકામે જોયેલ. તેનું કાંઈ આછું આછું મરણ થાય છે. તે વખતે મારી વય નાની અને દીક્ષા લીધે માત્ર દશ મહિના થયેલ હોઈ તેઓશ્રીને અંગત પરિચય મને થયું છે એમ હું કહી શકું નહિ. ત્યારે આ “સ્મારક ગ્રંથ”માં હું તે મહાપુરુષની કઈ સ્મારકકથા આલેખવાને, એમ સૌ કોઈને સહેજે શંકા થયા વિના નહિ જ રહે. પણ તેને ઉત્તર માત્ર એ જ હેઈ શકે કે મહાપુરુષો સ્થૂલ દેહે મરવા છતાં ગુણ દ્વારા તેઓ જગતમાં સદાય જીવતા હોય છે. એ જ કારણ છે કે-શ્રમણ ભગવાન મહાવીરદેવ, જેઓને અતીત થયે સૈકાઓના સૈકાઓ વહી ગયા તેમ છતાં આજે આખું જગત અને આપણે એ મહાપુરુષને ઓળખીએ છીએ-ઓળખવાને દાવો કરીએ છીએ અને એના પુનીત નામને અશ્રાન્તપણે જપીએ છીએ. આ જ રીતે હું શ્રીમાન ચારિત્રવિજયજી મહારાજશ્રીને સ્થલ દેહે અટશ્ય હોવા છતાં ગુણ દ્વારા ઓળખી શકું છું અને આ સ્મારક ગ્રંથમાં તે પુરુષના અલ્પસ્વરૂપ ગુણાનુવાદ કરી મારી ભારતીને પવિત્ર કરું છું–કરવા પ્રયત્ન કરી રહ્યો છું. - મહાપુરુષની કિંમત એના સ્થલ દેહના આકાર ઉપર, તેના માતા-પિતા ઉપર, જાત ઉપર કે દેશ ઉપરઃ એ કશાય ઉપર નથી. એની કિંમત કે મહત્તા એના આંતર જીવન અને એની કારકીર્દિ ઉપર અવલંબેલી છે. એટલે હું આપણા સ્મારકગ્રંથનાયક “ચારિત્ર”ને સ્થલરૂપે ઓળખતે ન હોઉં અથવા તેમની મુખાકૃતિનું મને સ્મરણ ન હોય એથી એ મહાપુરુષના ગુણાનુવાદ કરવા માટે મને કઈ પણ પ્રકારને રોધ થાય તેમ નથી. પૂજ્યવર શ્રીયુત ચારિત્રવિજયજી મહારાજશ્રી કેણ હતા, ક્યાંના હતા, ઈત્યાદિ કશુંય હું જાણતો નથી. માત્ર એટલું જ જાણું છું કે–તેઓશ્રી પ્રજ્ઞાંશ આચાર્ય મહારાજ શ્રીવિજ્યકમળસૂરિ મહારાજના પ્રશિષ્ય હતા. તેમ છતાં એ પુરુષે પોતા પાછળ અવશેષરૂપે મુકેલ બે વિશિષ્ટ સંભારણાંથી હું તેમને સવિશેષ ઓળખું છું. એક તે અત્યારે જગત પિતાની આંખે સાક્ષાત્ જોઈ શકે એવું પાલીતાણાના પાદરમાં આવેલું “યશવિજય જેન ગુરુકુલ:” જેમાં સંખ્યાબંધ જૈન બાળકો વિશિષ્ટ જ્ઞાનને વારસો મેળવી રહ્યા છે. એની શુભ સ્થાપના આપણા સ્મારક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 230