________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અકર્તાને
XII
ચૈતન્ય વિલાસ તેનું નામ અકર્તા નથી. અકર્તા જ્ઞાયક અકર્તા રહેતો થકો; પરિણામનાં અકર્તાપણે રહે તેવો જ મારો સ્વભાવ છે. જો કર્તા થાય તો શુદ્ધાત્મા અકર્તા રહેતો નથી તો દષ્ટિ વિપરિત થઈ ગઈ.
અકર્તા શાયકને જાણનાર જ્ઞાનની અવસ્થા અકર્તા જ્ઞાયકને જાણતાં-જાણતાં બધી અવસ્થાઓ થઈ છે તેનો હું અકર્તા છે તેમ જણાય છે. “હું તો જ્ઞાતા જ છું' તેવા સ્વભાવની રચના કરે તે વીર્ય. જ્ઞાતા સ્વભાવ તરફ ઢળી જવું તેમાં જ અકર્તાપણાનો મહાન પુરૂષાર્થ છે.
ણિ જાણે તે સાક્ષાત અકર્તા થાય છે. અકર્તાને કર્તા કહેવો તે વ્યવહાર છે. અકર્તાને કર્તા માનવો તે અજ્ઞાન છે.
(૪) ભગવાન આત્મા કોઈ પણ પરિણામના કારણપણે કદી થતો નથી. -
આ બોલમાં પર્યાયના કારણપણે જીવ નથી તેનો પરિહાર અદભૂત રીતે સિદ્ધ કરે છે. કુંદકુંદ ભગવાન કહે છે અમારો આત્મા મનુષ્ય પર્યાયપણે થયો નથી. કેમકે મને દ્રવ્યકર્મ ભાવકર્મનો અભાવ હોવાથી મનુષ્ય પર્યાય નથી. મનુષ્ય પર્યાય નૈમિત્તિક છે, દ્રવ્યકર્મ તે નિમિત્ત પણે છે. નિમિત્ત-નૈમિત્તિક સંબંધનો સ્વભાવમાં અભાવ છે.
જો ભગવાન આત્મા! મનુષ્યગતિનું કારણ હોય તો એક પછી એક ગતિ રહ્યા જ કરે ગતિનો અભાવ થઈને પૂર્ણ આનંદરૂપ સિદ્ધ દશાની કદી પ્રાપ્તિ ન થાય. શુદ્ધોપયોગ અને તેનો વિષય શુદ્ધાત્મા તેમાં ગતિ નથી અને ગતિનું કારણ નથી. ગતિનું કારણ શુભાશુભભાવ છે. ત્રિકાળી અકારણ મુક્ત સ્વભાવને ભાવતાં પર્યાયમાં મુક્તિ થાય છે. (૧) કળશટીકા ૧૭૫ કળશમાં છે કેઃ “કોઈ પણ કાળે જીવદ્રવ્ય પોતા સંબંધી છે જે
રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ પરિણામ તેમના કારણપણારૂપ પરિણમતું નથી.” (૨) શ્રી સમયસારજી ગાથા ૧૩ માં કહ્યું કે જીવના વિકારો તેનો હેતુ અજીવ છે
જીવ નથી. (૩) શ્રી સમયસારજી ગાથા ૭૩ માં કહ્યું છે કે ક્રોધાદિભાવોના સ્વામીપણે પોતે
સદાય (કદી) નહીં પરિણમતો હોવાથી મમતા રહિત છું.” (૪) શ્રી જયસેન આચાર્યદવ ૩૨૦ ગાથામાં ફરમાવે છે કેઃ “બંધના કારણભૂત
રાગાદિ ક્રિયા અને મોક્ષનાં કારણભૂત મોક્ષમાર્ગ તેના કારણપણાથી શૂન્ય છે.” પરિણામ થાય અને આત્મા તેનું કારણ ન થાય આ જૈનદર્શનનું રહસ્ય છે. બંધમાં કર્મનો ઉદય નિમિત્તકારણ છે અને વીતરાગતામાં કર્મનો અનુદય નિમિત્ત કારણ છે તો પછી જ્ઞાયકભાવ ઉપર કારણપણાનો ઉપચાર કેવી રીતે આવે? નવતત્ત્વનાં પરિણામ છે ખરાંપણ તેનું કારણ હું નથી મારી હાજરી છે માટે થાય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com