Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
Publisher: Sudharm Prachar Mandal
View full book text
________________
૧૦
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ
૪૮ ભેદ તિર્યંચના કહે છે.
૧ પૃથ્વી, ૨ પાણી, ૩ તેઉ, ૪ વાઉ એ ચાર સૂક્ષ્મને ચાર બાદર એ આઠના અપર્યાપ્તા ને પર્યાપ્તા મળી સોળ થાય. વનસ્પતિના ત્રણ ભેદ-૧ સૂક્ષ્મ, ૨ પ્રત્યેક ને ૩ સાધારણ એ ત્રણના અપર્યાપ્તા ને પર્યાપ્તા મળી ૬ બધા મળી ૨૨ એકેંદ્રિયના, ત્રણ વિકલેંદ્રિયના, તે ૧ બેઈદ્રિય, ૨ તેઈદ્રિય, ૩ ચૌરિદ્રય એ ત્રણના અપર્યાપ્તા ને પર્યાપ્તા એ છ મળી ૨૮ થયા.
૧ જળચર, ૨ સ્થળચર, ૩ ૩૨૫૨, ૪ ભુજપર, ૫ ખેચર એ પાંચ સંમૂર્ચ્છિમ ને પાંચ ગર્ભજ એ મળી ૧૦ ના અપર્યાપ્તા ને ૧૦ ના પર્યાપ્તા એ મળી ૨૦ કુલ મળી ૪૮ ભેદ તિર્યંચના કહ્યા.
ચૌદ ભેદ નારકીના કહે છે.
સાત નરકનાં નામ-૧ ધમા, ૨ વંશા, ૩ શિલા, ૪ અંજણા, ૫ રિટ્ઠા, ૬ મઘા, ૭ માઘવઈ, એ સાતનાં નામ કહ્યાં. હવે તેના ગોત્ર કહે છે-૧ રત્નપ્રભા, ૨ શર્કરાપ્રભા, ૩ વાલુપ્રભા, ૪ પંકપ્રભા, ૫ ધૂમપ્રભા, ૬તમપ્રભા ૭ તમસ્તમપ્રભા એ સાતના અપર્યાપ્તા અને પર્યાપ્તા મળી ચૌદ ભેદ નારકીના કહ્યાં.
નારકીનો વિસ્તાર કહે છે.
૧
૧. પહેલી નરકનો પિંડ એક લાખ એંશીહજાર જોજનનો છે. તેમાંથી એક હજાર જોજનનો દળ નીચે મૂકીએ ને એક હજાર જોજનનો દળ ઉપર મૂકીએ તે વચ્ચે એક લાખ અઠયોતેર હજાર જોજનની પોલાણ છે. તે પોલાણમાં ૧૩ પાથડા છે ને ૧૨ આંતરા છે. તે પાથડા મધ્યે ત્રીસલાખ નરકાવાસા છે. અસંખ્યાતી નારકીને ઉપજવાની કુંભીઓ છે. અસંખ્યાતા નારકી ૧. પાથડા = તે બિલ્ડીંગમાના માળના પોલા સ્લેબ સમાન = ભાગ કરનારા ભાગ જ્યાં નારકી રહે છે. ૨. આંતરા = વચ્ચેની ખાલી જગ્યા જયાં ભવનપતિ રહે છે.